ખેડૂતોએ પૂર્ણ કરવું પડશે આ કામ, નહીં તો નહીં મળે રુ. 3000નો લાભ

પીએમ-કિસાન પેન્શન યોજના (Pradhan Mantri Kisan Maandhan) માં ખેડૂતો આ તારીખ સુધીમાં આધારકાર્ડ ઉપલબ્ધ કરાવી શકે છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 10:55 AM IST
ખેડૂતોએ પૂર્ણ કરવું પડશે આ કામ, નહીં તો નહીં મળે રુ. 3000નો લાભ
માર્ચ 2020 સુધીમાં આ રાજ્યોના લોકોને પણ આધાર આપવાનું રહેશે.
News18 Gujarati
Updated: October 10, 2019, 10:55 AM IST
( Modi Government) મોદી સરકારે બુધવારે કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના હપ્તા મેળવવા માટે આધાર નંબરને જોડવાની તારીખ 30 નવેમ્બર સુધી વધારી દીધી છે. પીએમ-કિસાન પેન્શન યોજનામાં જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, આસામ અને મેઘાલયના ખેડૂતો માર્ચ 2020 સુધીમાં આધારકાર્ડ આપી શકશે.

પીએમ કિસાન સમાજ યોજના અંતર્ગત દેશભરમાં 17,84,341 લોકોએ નોંધણી કરાવી છે. જેમાં જમ્મૂ-કાશ્મીરના 195 અને મેઘાલયના માત્ર 8 ખેડૂત સામેલ છે. જ્યારે 4,366 લોકોએ આસામમાં નોંધણી કરાવી છે.
>> આ યોજનાનો લાભ લેવા માટે આખા દેશમાં આધારકાર્ડ ફરજિયાત છે, પરંતુ આ ચાર રાજ્યો માટે એવું નથી. ત્યાં ખાસ છૂટ આપવામાં આવી છે.

>> કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજબીરસિંઘના કહેવા પ્રમાણે, માર્ચ 2020 સુધીમાં આ રાજ્યોના લોકોને પણ આધાર આપવાનો રહેશે.

આ પણ વાંચો: તમારા બાળક માટે અહીં ખોલાવો ખાતું, 31 ડિસેમ્બર સુધી મળશે 8.4% વ્યાજ


Loading...

પૈસા જશે નહીં

જો કોઈ ખેડૂત આ યોજનાને વચગાળામાં છોડી દેવા માંગે છે, તો તેના પૈસા ડૂબશે નહીં. યોજના છોડ્યા ત્યાં સુધીમાં તેણે જે પૈસા જમા કર્યાં છે તેના પર ઍકાઉન્ટમા વ્યાજ મળશે.
>> જો તમે ખેડૂત છો, તો તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને તમારું નામ નોંધણી કરાવી શકો છો. જો કોઈ ખેડૂત પહેલેથી જ પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેના માટે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજો લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો : આ તારીખ પહેલા ન કર્યુ આ કામ તો ફ્રીઝ થઇ જશે ઍકાઉન્ટ, નહીં ઉપાડી શકો પૈસા

એલઆઈસી મેનેજ કરશે

>> આ ભંડોળનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) કરશે.
>> મોદી સરકાર પણ પેન્શન ફંડમાં પેન્શન રકમ ફાળો આપશે.
>> જે વ્યક્તિને ફાયદો થયો છે તેનું મૃત્યુ થઇ જાય છે, તો તેના જીવનસાથીને 50% રકમ મળવાનું ચાલુ રહેશે. એટલે કે દર મહિને 1500 રૂપિયા.

કેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે

આ અંતર્ગત 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. 12 કરોડ ખેડૂત પેન્શન યોજના હેઠળ આવશે. 18 થી 40 વર્ષની વયના ખેડૂતો પાત્ર છે. તેઓએ વય અનુસાર દર મહિને 55 થી 200 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડે છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...