ન્યૂઝ18 ગુજરાતી: નોકરી બદલવાની સાથે PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક વિશિષ્ટ સુવિદ્યા આપવાની તૈયારીઓ કરાઇ રહી છે.
EPFOની આ વિશિષ્ટ સુવિદ્યાને લીધે આવતાં નાણાંકીય વર્ષથી નોકરી બદલનારા લોકોને PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. આ પ્રક્રિયા આપોઆપ થઇ જશે. ઇપીએફઓના સભ્યોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવા છતાં PF એમાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અલગથી અનુરોધ કરવું પડે છે.
EPFOને દર વર્ષે ઇપીએફ ટ્રાન્સફર કરવાની લગભગ આઠ લાખ અરજીઓ મળે છે. શ્રમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, EPFO પ્રાયોગિક આધારે નોકરી બદલતાં PF એકાઉન્ટ ઓટોમેટિક ટ્રાન્સફર થઇ જાય તેની પર કામ કરી રહ્યું છે. તમામ લોકો માટે આ સુવિદ્યા આવતાં વર્ષે શરૂ કરી શકાય છે.
અધિકારીએ કહ્યું કે, ઇપીએફઓએ પેપરલેસ સંગઠન બનવા માટે પોતાની પ્રક્રિયાની સ્ટડીનું કામ સી-ડેકને આપ્યું છે. તમામ 80 ટકા કામ ઓનલાઇન થઇ રહ્યાં છે. લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં નોકરી બદલતા ઇપીએફનું આપોઆપ હસ્તાંતરણ મહત્વપૂર્ણ છે.
અધિકારીએ કહ્યું કે, નોકરી બદલતાં ઇપીએફનું આપોઆપ હસ્તાંતરણ થવાને લીધે સભ્યોને ઘણો લાભ થશે. કેમ કે, યુએએન એક બેંક ખાતાની જેમ થઇ જશે. નોકરી બદલતાં તેમાં કોઇ ફેર નહીં પડે. તે ઇપીએફમાં પોતાનું યોગદાન યુએએન દ્વારા મેળવી શકશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર