નવી દિલ્હીઃ અમેરિકાના કેલિફોર્નિયામાં પાલો આલ્ચોમાં સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ BITFRONT એ પોતાનો કારોબાર બંધ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષના અંત સુધી ક્રિપ્ટો એક્સચેન્જ સાથે જોડાયેલા બધા જ કામોને બંધ કરી દેવામાં આવશે. એક્સચેન્જની વેબસાઈટ પર પણ હવે આ જાણકારી આપવામાં આવી રહી છે. બિટફ્રન્ટનું કહેવું છે કે, તેણે 28 નવેમ્બર સુધી સાઈન-અપ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટને રદ્દ કરી દીધા છે. 31 માર્ચ, 2023 સુધી કોઈ પણ રોકાણકાર તેમના રૂપિયા નીકાળી શકશે. બધા જ વિડ્રોલ પર રોક લગાવી દેવામાં આવે છે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, જાણકારી અનુસાર, એક વર્ષ પહેલા એક બિટકોઈનની કિંમત 69,000 અમેરિકી ડોલર હતી. જે હવે ઘટીને 14,400 અમેરિકી ડોલર પર આવી ગઈ છે.
જાપાની સોશિયલ મીડિયા ફર્મ લાઈન કોર્પ ચાલૂ કરવામાં આવેલી એક અમેરિકી ક્રિપ્ટો એક્સચેન્જ છે. બિટફ્રન્ટનું કહેવું છે કે, નવા સાઈન-અપ અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીને સ્થગિત કરી દેવામાં આવી છે. ઝડપથી વિકસિત ક્રિપ્ટો બિઝનેસમાં આ સમયે ઘણા મુશ્કેલ પડકારો છે. અમે તેને દૂર કરવાના સંપૂર્ણ પ્રયાસ કર્યા છે. પરંતુ પ્રયાસો છતાય ઓપરેશન બંધ કરવા સિવાય બીજો કોઈ અન્ય રસ્તો નથી.
કેલિફોર્નિયામાં આવેલી કપનીએ રવિવારે તેની વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યુ કે, અમારા પ્રયાસો છતાય.. અમને ખેદ છે કે અમે આગળ લઈ જઈ શકતા નથી. બિટફ્રન્ટે સ્પષ્ટ કહ્યુ કે, અમે આ પગલું કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જ વચ્ચેના તાજેતરના મુદ્દાઓ સાથે સંબંધિત નથી.
જાણકારી અનુસાર, દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાંથી એક FTX પર નાણાકીય મુશ્કેલીઓના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ એફટીએક્સે આ કંપનીને આ મહિનાની શરૂઆતમાં નાદારી માટે અરજી કરી હતી.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર