ચીનની સેન્ટ્રલ બેન્ક People's Bank of Chinaએ વધુ એક ભારતીય ખાનગી બેન્કનો હિસ્સો ખરીદ્યોઃ રિપોર્ટ

ચીનની સેન્ટ્રલ બેન્ક People's Bank of Chinaએ વધુ એક ભારતીય ખાનગી બેન્કનો હિસ્સો ખરીદ્યોઃ રિપોર્ટ
પ્રતીકાત્મક તસવીર

ચીની વસ્તુઓના બહિષ્કાર વચ્ચે ચીનની કેન્દ્રીય બેન્કે ભારતની વધુ એક બેન્કમાં હિસ્સો ખરીદવાના અહેવાલથી ખળભળાટ

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં સતત થઈ રહેલા ચીની સામાનના બહિષ્કાર (China Products Boycott)ની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (The People's Bank of China)એ વધુ એક ખાનગી બેન્કમાં હિસ્સેદારી ખરીદી છે. જોકે, બેન્ક તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે એચડીએફસી બેન્ક (HDFC Bank)માં પોતાનું રોકાણ 1 ટકાથી વધારી દીધું હતું. ત્યારે આ બાબતે ઘણો હોબાળો થયો હતો.

  હવે શું થશે?  બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતની બેન્કિંગ સિસ્ટમ ઘણી મજબૂત છે. સાથોસાથ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI-Reserve Bank of India) પણ બેન્કો પર કડક નજર રાખી રહી છે. કોઈ પણ નિયમ તૂટતાં તાત્કાલિક બેન્કો પર દંડ ફટકારવામાં આવે છે.

  આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક! જાણી લો કિંમત અને ફીચર્સ

  ચીન દ્વારા હિસ્સો ખરીદવા મામલે ભારતીય કંપનીઓને શું ડર છે?

  ભલે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના તરફથી એચડીએચસીમાં કરવામાં આવેલું રોકાણ વધુ નહોતું, પરંતુ બજારમાં એ વાતને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીની કંપનીઓ કોરોનાના કારણે ભારતના બજારમાં ઘટાડાના સમયમાં લાભ ઉઠાવી રહી છે. તેથી ભારતીય કંપની (Indian Companies)ઓના બળજબરીથી અધિગ્રહણના ખતરાને પારખતા કેન્દ્ર સરકારે વિદેશી રોકાણ (FDI-Foreign Direct Investment)ના નિયમો કડક કરી દીધા છે.

  આ પણ વાંચો, બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહેલા 4 દોસ્તોની બાઇક રસ્તા વચ્ચે બેઠલા આખલા સાથે ટકરાઈ, એકનું મોત

  ભારતીય કંપનીઓનું બળજબરીથી અધિગ્રહણ થઈ શકે છે! - હવે સરળ શબ્દોમાં કહીએ તો કોરોના વાયરસના કારણે અનેક મોટી અને નાની કંપનીઓનું માર્કેટ વેલ્યૂ ગબડી ગયું છે. એવામાં તેમનું અધિગ્રહણ એટલે કે ઓપન માર્કેટથી શૅર ખરીદીને મેનેજમેન્ટ કન્ટ્રોલ કરવામાં આવી શકે છે. તેથી સરકારે નિયમ વધુ કડક કર્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:August 18, 2020, 14:49 pm