નવી દિલ્હી: તમાકુ (tobacco) અને આલ્કોહોલ (alcohol) બંનેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ જાણીતા રોકાણકાર અને ડી-માર્ટ (D-Mart)ના પ્રમોટર રાધાકિશન દામાણી (Radhakishan Damani)ને તેમાં સંપત્તિ બનાવવાની તક દેખાઈ રહી છે. તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે માર્કેટના જાણકાર તેના રોકાણ સાથે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન સિગારેટ અને તેનાથી સંબંધિત પ્રોડક્ટ્સનુ ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન કરતી VST ઈન્ડસ્ટ્રીઝ અને બીયર ઉત્પાદક યુનાઈટેડ બ્રુઅરીઝ (United Breweries) સહિત બે મોટા શેરોમાં તેમના હિસ્સામાં વધારો કર્યો છે. તેઓ સિન સ્ટોક્સ જુગાર, તમાકુ, આલ્કોહોલ અને કેનાબીસ વગેરેમાં ઓપરેટિંગ કંપનીઓના શેર ધરાવે છે.
કંપનીનો નફો
યુનાઈટેડ બ્રુઅરીઝે માર્ચ 2022એ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળામાં તેના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 67.92 ટકાનો વધારો કરીને રૂ. 163.78 કરોડ નોંધાવ્યો હતો. આ નફો વોલ્યુમ આધારિત ગ્રોથને કારણે છે. બ્રોકરેજ નિર્મલ બેંગ સિક્યોરિટીઝ યુનાઈટેડ બ્રુઅરીઝ પર રૂ. 1,665ના ટાર્ગેટ પ્રાઈસ સાથે પોઝિટિવ છે.
નિર્મલ બેંગ સિક્યોરિટીઝ જણાવે છે કે, યુનાઈટેડ બ્રુઅરીઝે Q4FY22માં માંગમાં સતત રિકવરી થતી જોઈ. જાન્યુઆરી 2022માં શરૂ થતા ક્વાર્ટરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ભયને કારણે મ્યૂટ ડિમાન્ડ સાથે શરૂ થયું હતું. જોકે, તે માર્ચ 2022માં રેકોર્ડ સાથે સમાપ્ત થયું હતું. આ માંગ સતત રિકવરી ડિમાન્ડને કારણે જોવા મળી હતી અને તે લગભગ તમામ બજારોમાં જોવા મળી હતી. કંપનીએ ક્વાર્ટરમાં તેમજ યર-ટુ-ડેટ બંનેમાં શેર ગ્રોથ પણ જોયા છે.
VST ઇન્ડસ્ટ્રીઝ
VST ઈન્ડસ્ટ્રીઝનો શેર 29 એપ્રિલે બપોરે 3,240 રૂપિયાની આસપાસ ટ્રેડ થયો હતો, જ્યારે યુનાઈટેડ બ્રુઅરીઝનો ભાવ 1,607 રૂપિયા હતો. VST ઈન્ડસ્ટ્રીઝ પર વાત કરતા સેન્ટ્રમ બ્રોકિંગે અગાઉના અહેવાલમાં જણાવ્યું હતું કે વેલ્યૂ સેગમેન્ટની વધતી માંગ VSTને માર્કેટ શેર મેળવવામાં મજબૂત ટેઈલવિન્ડ પ્રદાન કરી શકે છે.
ઈલારા કેપિટલ માને છે કે યુનાઈટેડ બ્રુઅરીઝ Q1FY23 મજબૂત રહેશે, જે પોઝિટિવ સિઝનલ ઈમ્પેક્ટને આભારી રહેશે, કારણ કે એપ્રિલ-જુલાઈમાં કંપની વાર્ષિક વોલ્યુમનો આશરે 40-45 ટકા હિસ્સો ધરાવે છે.
દામાણીનો હિસ્સો
દામાણી બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડેરીવ ટ્રેડિંગ એન્ડ રિસોર્ટ્સે મળીને VST ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો હિસ્સો 32.26 ટકાથી Q4FY22માં વધારીને 32.34 ટકા કર્યો હતો. આ જ રીતે ડેરીવ ટ્રેડિંગ અને રિસોર્ટ્સ સાથે તેની હોલ્ડિંગ પણ અગાઉ 1.20 ટકાથી વધીને 1.21 ટકા થઈ હતી.
બીજી તરફ તે જ સમયગાળા દરમિયાન બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ અને મેટ્રોપોલિસ હેલ્થકેરમાં કેટલાક શેર્સ ઓફલોડ કર્યા હતા. 31 માર્ચ, 2022 સુધીની વાત કરવામાં આવે તો દામાણી ઓછામાં ઓછી 12 કંપનીઓમાં 1 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
ધનિક લોકોની યાદીમાં સામેલ દામાણી
20.70 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ દર્શાવે છે કે ગૌતમ અદાણી (124 બિલિયન ડોલર), મુકેશ અંબાણી (104 બિલિયન ડોલર), અઝીમ પ્રેમજી (31.4 બિલિયન ડોલર) અને શિવ નાદર (27 બિલિયન ડોલર) પછી દામાણી ભારતમાં 5મા સૌથી ધનિક વ્યક્તિ છે.
નાણાંકીય જગતમાં મિસ્ટર વ્હાઇટ તરીકે પણ ઓળખાતા દામાણીએ 3M ઇન્ડિયા, એસ્ટ્રા માઇક્રોવેવ, BF યુટિલિટીઝ, ઇન્ડિયા સિમેન્ટ્સ, આંધ્ર પેપર, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ્સ અને સુંદરમ ફાઇનાન્સ હોલ્ડિંગ્સ જેવી કંપનીઓમાં તેમનો હિસ્સો જેમનો તેમ રાખ્યો છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર