હોલિડે ટ્રિપ પર જવું છે? એર ઇન્ડિયાથી લઇને સ્પાઇસ જેટ સુધી આપી રહી છે બંપર ઓફર

News18 Gujarati
Updated: August 28, 2019, 3:39 PM IST
હોલિડે ટ્રિપ પર જવું છે? એર ઇન્ડિયાથી લઇને સ્પાઇસ જેટ સુધી આપી રહી છે બંપર ઓફર
એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને એર એશિયાની વન વે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર છૂટનો ફાયદો મેળવી શકો છો.

એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, એર એશિયા અને ઇન્ડિગો મુસાફરોને ભારે છૂટ આપી રહી છે. હાલમાં 'યાત્રા' પર એક સેલ ચાલી રહ્યો છે, જે અંતર્ગત તમે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને એર એશિયાની વન વે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર છૂટનો ફાયદો મેળવી શકો છો.

  • Share this:
એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, એર એશિયા અને ઇન્ડિગો મુસાફરોને ભારે છૂટ આપી રહી છે. હાલમાં 'યાત્રા' પર એક સેલ ચાલી રહ્યો છે, જે અંતર્ગત તમે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને એર એશિયાની વન વે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર છૂટનો ફાયદો મેળવી શકો છો.

જો તમે રજાના દિવસોમાં ફરવા જવા માંગતા હોય, તો આ સમયે ફ્લાઇટ્સની ટિકિટ બૂક કરવા માટે યોગ્ય છે. અનેક એરલાઇન્સ ફ્લાઇટ્સની ટિકિટ પર મોટી છૂટ આપી રહી છે. ટ્રાવેલ પોર્ટલ 'યાત્રા' મુજબ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, એર એશિયા અને ઈન્ડિગો મુસાફરોને મોટી છૂટ આપી રહી છે.

હાલમાં યાત્રા પર સેલ ચાલી રહ્યો છે, જે અંતર્ગત તમે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને એર એશિયાની વન વે ની સ્થાનિક ફ્લાઇટ્સ પર છૂટ મેળવી શકો છો. આ ફ્લાઇટ ટિકિટ 1020 રૂપિયાથી શરૂ થાય છે. તમે 1 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ટિકિટ બૂક કરાવી શકો છો.

 સ્પાઇસ જેટની ટિકિટ રૂ.1,299થી શરૂ

સ્પાઇસ જેટની સ્થાનિક ફ્લાઇટ્સની ટિકિટ રૂ.1,299 થી શરૂ થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ રૂ.3,999 થી શરૂ થાય છે. આ ઓફર 30 ઓગસ્ટ સુધી માન્ય રહેશે અને તમે 26 ઓગસ્ટ 2019થી 31 માર્ચ 2020 સુધી કોઈપણ તારીખની ટિકિટ બૂક કરાવી શકો છો.

ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય ટિકિટ 3,999 રૂપિયામાં

બીજી બાજુ ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બૂકિંગ 3,999 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. આ ઓફર ફક્ત ઇન્ડિગો એક્સ ઇન્ડિયા નેટવર્ક દ્વારા સંચાલિત નોન સ્ટોપ ફ્લાઇટ્સ માટે માન્ય રહેશે.આ ઑફર યાત્રાના 15 દિવસ પહેલા કરવામાં આવેલા બૂકિંગ પર જ માન્ય રહેશે. આ ઑફર માટેની મુસાફરી સમય 26 ઓગસ્ટ 2019 થી 21 માર્ચ 2020 સુધી માન્ય રહેશે. તમામ યાત્રાઓ 31 માર્ચ 2020 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading