ડિજિટલ પેમેન્ટને લઈ RBIનો મોટો નિર્ણય! ગ્રાહકોને થશે હવે સીધો ફાયદો

ડિજિટલ પેમેન્ટને લઈ RBIનો મોટો નિર્ણય! ગ્રાહકોને થશે હવે સીધો ફાયદો
રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં પ્રતિસ્પર્ધા પણ વધશે અને ગ્રાહકોને શાનદાર સુવિધાઓ અને ઓફર્સ મળશે.

રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં પ્રતિસ્પર્ધા પણ વધશે અને ગ્રાહકોને શાનદાર સુવિધાઓ અને ઓફર્સ મળશે.

 • Share this:
  નવી દિલ્હી : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ રિટેલ પેમેન્ટ્સ માટે એક નવી અમ્બ્રેલા એન્ટિટીનું ફાઈનલ ફ્રેમવર્ક જાહેર કરી દીધુ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બેન્કે આ ફ્રેમવર્કનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. દિશાનિર્દેશો અનુસાર, પેમેન્ટ સ્પેસમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ કામ કરી ચુકેલી 300 કરોડ રૂપિયા મૂલ્યની કોઈ પમ પ્રાઈવેટ કંપની વિભિન્ન ચૂકવણી સેવાઓ માટે અંબ્રેલા એન્ટીટી હેટળ અરજી કરી શકે છે. તો સમજીએ આ નવી વ્યવસ્થા ગ્રાહકો માટે શું કામની છે.

  ગ્રાહકોને શાનદાર ઓફર્સ અને સુવિધા મળશે!  હાલના સમયમાં માત્ર નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા વિભિન્ન પેમેન્ટ સિસ્ટમને એક સાથે સપોર્ટ કરી રહી છે. જેમાં RuPay, UPI અને નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ ઈન્ટર બેન્ક ટ્રાન્સફર્સનું પ્રબંધન કરી રહી છે. આરબીઆઈની પ્રાઈવેટ કંપનીઓને પણ રિટેલ પેમેન્ટ્સમાં મોકો આપવા માટેના નિર્ણયથી એનપીસીઆઈ જેવા બીજા નેટવર્ક પણ તૈયાર તૈયાર થઈ જશે. આનાથી ગ્રાહકોને રેટેલ પેમેન્ટ્સ માટે એનપીસીઆઈ સિવાય બીજા વિકલ્પ પણ મલશે. સાથે જ રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં પ્રતિસ્પર્ધા પણ વધશે અને ગ્રાહકોને શાનદાર સુવિધાઓ અને ઓફર્સ મળશે.

  આરબીઆઈના આ પગલાથી ડિઝિટલ રિટેલ પેમેન્ટ્સ સુવિધાનો લાભ લેવાવાળા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. ફિનટેક કન્વર્જેસ કાઉન્સિલના ચેરમેન નવીન સૂર્યાનું કહેવું છે કે, નવી રિટેલ પેમેન્ટ્સ અંબ્રેલા એન્ટિટિઝ શરૂ થયા બાદ ભારતમાં ડિઝિટલ પેમેન્ટ્સોન ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 60 કરોડ સુધી પહોંચી જશે. સાથે આશા છે કે, 55 ટકા રિટેલ પેમેન્ટ્સ ડિઝિટલ થઈ જશે. તેનાથી ભારત ડિઝિટલ પેમન્ટના મામલામાં દુનિયાના વિકસિત દેશો સાથે ઉભો રહેશે. PayNearbyના એમડી અને સીઈઓ આનંદ કુમાર બજાજ અનુસાર, આ ક્ષેત્રમાં માત્ર એનપીસીઆઈ હોવાના કારણે બીજી કંપનીઓ માટે ઘણો મોકો છે.

  કોરોના સંકટ વચ્ચે આવ્યો રિટેલ પેમેન્ટ્સમાં ઉછાળો

  એનપીસીઆઈનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ઓછામાં ઓછી રોકડ ઉપયોગ કરતા સમાજમાં બદલવાનો છે. કોવિડ-19 મહામારીના કારણે ડિઝિટલ પેમેન્ટ્સ સર્વિસિસમાં ખુબ ઝડપથી ઉછાળો નોંધાયો છે. આનાથી રિટેલ પેમેન્ટ્સ સેગમેન્ટમાં નવી કંપનીઓ માટે મોટી સંભાવનાઓના દરવાજા ખુલી ગયા છે. હવે આરબીઆઈના રિટેલ પેમેન્ટ્સમાં પ્રાઈવેટ કંપનીઓને નવી અંબ્રેલા એંટિટીજ માટે અરજી કરવાને લીલી ઝંડી મળ્યા બાદ ગ્રાહકોને ટૂંક સમયમાં યૂપીઆઈ જેવી નવી-નવી સેવાઓ જોવા મળી શકે છે.
  Published by:kiran mehta
  First published:September 05, 2020, 16:00 pm

  ટૉપ ન્યૂઝ