Home /News /business /રેખા ઝુનઝુનવાલાએ આ બેંક શેરમાં કરી ધોમ ખરીદી, 1 વર્ષમાં 45% ઉછળ્યો શેર
રેખા ઝુનઝુનવાલાએ આ બેંક શેરમાં કરી ધોમ ખરીદી, 1 વર્ષમાં 45% ઉછળ્યો શેર
PSU Stock: રેખા ઝુનઝુનવાલાએ આ PSU બેન્કમાં વધાર્યો પોતાનો હિસ્સો
Jhunjhunawala PSU bank stock: શેરબજારમાં બિગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના નિધન પછી તેમના પત્નીએ તેમની જગ્યા સંભાળી છે અને હાલમાં જ તેમણે એક સરકારી બેંકના શેરમાં ધોમ ખરીદી કરી છે. આ બેંકિંગ શેર છેલ્લા 1 વર્ષમાં 45 ટકા ઉછળ્યો છે અને હજુ પણ તેમાં તગડી કમાણીની શક્યતા દેખાઈ રહ્યો છે.
PSU Stock: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)એ સરકારી બેન્કના શેર ખરીદ્યા છે. 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલ ત્રીજા ક્વાર્ટરના પરિણામ અનુસાર રેખા ઝુનઝુનવાલાએ કેનરા બેન્કની ભાગીદારીમાં વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સરકારી બેન્કે રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતીય શેરબજારના વોરન બફેટ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે ઓગસ્ટ 2021માં કેનરા બેન્કનો સ્ટોક પોતાના પોર્ટફોલિયોમાં જોડ્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ, 2022ના રોજ નિધન થયું હતું. જે બાદ તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા તમામ સ્ટોક પોર્ટફોલિયો અને પ્રોપર્ટી મેનેજ કરી રહ્યા છે.
કેનરા બેન્કના ત્રીજા ક્વાર્ટરના આંકડા અનુસાર, રેખા ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 3,75,97,600 શેર છે. નવા રોકાણકાર સાથે કેનરા બેન્કમાં તેમની ભાગીદારી 2.07 ટકા થઈ ગઈ છે. સપ્ટેમ્બરના ક્વાર્ટર સુધીમાં રેખા ઝુનઝુનવાલાની કેનરા બેન્કમાં કુલ 1.48 ટકા ભાગીદારી હતી. જેથી તેમણે પોતાની ભાગીદારીમાં 1.48 ટકાની વૃદ્ધિ કરી છે.
Trendlyneના ડેટા અનુસાર, ચાલું નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઝુનઝુનવાલા પાસે કુલ રૂ. 33,230.35 કરોડની નેટવર્થ હતી. જે જાન્યુઆરી 2023માં રૂ. 33,061.07 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટોપ 5 કંપનીઓમાં ટાઈટન, સ્ટાર હેલ્થ, મેટ્રો બ્રાંડ્સ, ટાટા મોટર્સ અને કેનરા બેન્ક શામેલ છે.
શુક્રવારના રોજ કેનરા બેન્કના શેરમાં 2.18 ટકાનો ઘટાડો થતાં તે રૂ. 320.35ના સ્તર પર આવી ગયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 45 ટકાથી વધુની તેજી જોવા મળી છે. આ સરકારી બેન્કની માર્કેટ કેપ રૂ. 58,115 કરોડ છે. આગામી ત્રણ મહિનામાં કેનરા બેન્કના શેરમાં બે આંકડામાં રિટર્ન મળી શકે છે. આ શેર માટે 297 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો. કેનરા બેન્ક 310 રૂપિયાની ઉપર હોય, ત્યાં સુધી આ શેરની ખરીદી કરો. જેમની પાસે પહેલેથી આ શેર છે, તેઓ તેને હજુ હોલ્ડ કરી શકે છે.
રેખા ઝુનઝુનવાલાએ ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ફોર્બ્સે તેમને દેશના 30મા સૌથી અમીર વ્યક્તિ તરીકે જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, દિગ્ગજ રોકાણકાર સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા વર્ષ 2021 ફોર્બ્સની અમીરોની લિસ્ટમાં 5.5 અરબ ડોલરની નેટવર્થ સાથે દેશના અબજોપતિઓની યાદીમાં 36માં ક્રમે હતા. હવે જાહેર થયેલી 2022ના લિસ્ટમાં રાકેશ ઝુનઝુનવાલાને બદલે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાનું નામ આ લિસ્ટમાં સામેલ થયું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર