Home /News /business /

આ વર્ષે 175% તેજી છતાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ શેરમાં ભાગીદારી ઘટાડી!

આ વર્ષે 175% તેજી છતાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ શેરમાં ભાગીદારી ઘટાડી!

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala news: જુલાઈથી સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરની ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,67,50,000 શેર છે.

    મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala )નું ટાટા ગ્રુપ (Tata group)ની કંપનીઓમાં મોટું રોકાણ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ સતત બીજા ક્વાર્ટર દરમિયાન ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ (Rakesh Jhunjhunwala stake in Tata Motors)માં પોતાનું રોકાણ ઓછું કર્યું છે. એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન ભારતના વોરેન બફેટ ગણાતા બિગ બુલે (Big Bull) આ શેરમાં પોતાનું રોકાણ ઘટાડ્યું હતું. જે બાદમાં સતત બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે.

    ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ

    જુલાઈથી સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરની ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,67,50,000 શેર છે. જે કંપનીમાં 1.11 ટકા ભાગીદારી સમાન છે. એપ્રિલથી જૂન 2021 શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે આ ઓટો કંપનીના 3,77,50,000 શેર હતા. એટલે કે એ સમયે રાકેશ ઝુનઝુનવાલા ટાટા મોટર્સમાં 1.14 ટકા ભાગીદારી ધરાવતા હતા. જૂનથી સપ્ટેમ્બર 2021 દરમિયાન બિગ બુલે ટાટા મોટર્સના 10 લાખ શેર ઓછા કર્યાં છે.

    સતત બીજા ક્વાર્ટરમાં ભાગીદારી ઘટાડી

    રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન પણ ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઓછી કરી હતી. જાન્યુઆરીથી માર્ચ 2021 શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ પાસે ટાટા મોટર્સના 4,27,50,000 શેર અથવા 1.29 ટકા ભાગીદારી હતી. જે જૂન ક્વાર્ટર દરમિયાન 3,77,50,000 શેર અથવા 1.14 ટકા થઈ ગયા હતા. એનો મતલબ એવો થાય કે રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન દરમિયાન ટાટા મોટર્સના 50 લાખ શેર અથવા 0.15 ટકા ભાગીદારી ઓછી કરી દીધી હતી.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala Stocks: રાકેશ ઝુનઝુનવાલાના પાંચ શેરે આ વર્ષે આપ્યું 215% સુધી વળતર, શું તમે ખરીદ્યા?

    મોટું વળતર છતાં રોકાણ ઘટાડ્યું

    2021ના વર્ષમાં મોટું વળતર છતાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. ટાટા મોટર્સના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો આ વર્ષે આ શેર 186 રૂપિયાથી વધીને 510 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે આ દરમિયાન શેરમાં 175%ની તેજી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સનો શેર 310 રૂપિયાથી વધીને 510 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન શેરમાં 65% તેજી જોવા મળી છે.

    આ પણ વાંચો: Ashish Kacholia portfolio: 25%નો કડાકો છતાં આશીષ કચોલિયાએ પોતાના પોર્ટફોલિયોમાં આ શેરની સંખ્યા વધારી

    ટાઇટન શેરમાં રોકાણ વધાર્યું

    રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે તો ટાઇટનમાં રોકાણ વધાર્યું છે. શેરબજારના બિગ બુલ અને દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં ફરી એકવાર ફેરફાર થયો છે. તેમણે પોતાના મનપસંદ ટાઈટન કંપનીના શેરમાં રોકાણ (Titan company share) વધાર્યું છે. ટાઈટનના શેરમાં રોકાણકારોની જોરદાર વળતર મળ્યું હતું. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં તે ઑલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. એક વર્ષના સમયમાં ટાઈટન કંપનીના શેર (Titan share return) રૂ.1560થી વધીને રૂ.2420 સુધી પહોંચ્યા હતા. 2021માં શેરધારકોને સરેરાશ 55 ટકા રિટર્ન મળ્યું હતું. હવે આ શેરમાં વધુ તેજી આવી શકે તેવા સંકેતના કારણે રાકેશ ઝુનઝુનવાલાએ ફરી આ શેરમાં રસ દાખવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन