મુંબઈ: Rakesh Jhunjhunwala portfolio): એપ્રિલ મહિનો નાણાકીય વર્ષ (Financial Year)નો પહેલો મહિનો હોવાના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો છે. ઉપરાંત અન્ય એવા બીજા કારણો છે, જેના પરિણામે એપ્રિલ મહિના (April Month)ને મહત્વપૂર્ણ મહિનો ગણવામાં આવે છે. એપ્રિલ મહિનામાં ક્વાર્ટરના પરિણામોની ઘોષણા તથા લિસ્ટેડ કંપનીઓની શેર માટેની પેટર્ન જેવી અન્ય કોર્પોરેટ પ્રોસેસ કરવામાં આવે છે. આ તમામ બાબતોની રિટેઈલ રોકાણકારો મીટ માંડીને રાહ જોવે છે. રિટેઈલ રોકાણકારો લિસ્ટેડ કંપનીઓની શેર માટેની પેટર્નની રાહ જોવે છે. જેનાથી રોકાણકારો શેરનું મૂલ્યાંકન કરી શકે છે અને તેને ફોલો કરે છે.
શેરહોલ્ડિંગ પેટર્નમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું નામ ગાયબ
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio)ને ફોલો કરનાર રિટેઈલ રોકાણકારો માટે સારા સમાચાર છે. ભારતના વોરન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા ક્વાર્ટરમાં ઓટો સ્ટોક એસ્કોર્ટ્સમાં પ્રોફિટ બુક કર્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટર માટે એસ્કોર્ટ્સે શેર માટેની પેટર્નમાં કંપનીના વ્યક્તિગત શેર ધારકોના લિસ્ટમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું નામ ગાયબ છે.
એસ્કોર્ટ્સમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ (Shareholding in Escorts)
શેર હોલ્ડિંગ પેટર્નમાં કંપનીમાં 1 ટકા અથવા તેનાથી વધુ ભાગીદારી ધરાવતા રોકાણકારોના નામ જ સામેલ હોય છે. અત્યારે તેમની પાસે કુલ કેટલા શેર છે, તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. અલબત, ડિસેમ્બર 2021 ક્વાર્ટર માટે એસ્કોર્ટ્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા પાસે એસ્કોર્ટ્સના 75 લાખ શેર હતા એટલે કે, 5.80 ટકા ભાગીદારી હતી. જેથી તેમણે જાન્યુઆરીથી માર્ચ 2022ના ક્વાર્ટર દરમિયાન કંપનીમાં જોરદાર કમાણી કરી હોવાનું કહી શકાય છે. જોકે, રાકેશ ઝુનઝુનવાલાએ બધા જ 75 લાખ શેર વેચી દીધા છે કે, તેમની પાસે હજુ પણ થોડા શેર છે? તે અંગેની જાણકારી મળી શકી નથી.
ડિસેમ્બર 2021 બાદ એસ્કોર્ટ્સના શેરમાં નકારાત્મક અસર જોવા મળી રહી છે. આ શેર તૂટ્યો છે અને છેલ્લા એક મહિનામાં એસ્કોર્ટ્સના શેરની કિંમતમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. આજની તારીખ સુધીમાં આ શેરની કિંમત રૂ.1.900થી ઘટીને 1,615 થઈ જતા વર્ષ 2022માં 15 ટકાનું નુકસાન થયું છે. બીજી તરફ છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 30 ટકાથી વધુનું રિટર્ન આપ્યું હોવાનું આંકડા કહી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર