ચાલુ વર્ષે 85% વળતર છતાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં હિસ્સો ઘટાડ્યો!

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala news: રાકેશ ઝુનઝુનવાલાએ ક્યા સ્ટોક ખરીદ્યા અથવા કઇ કંપનીમાં પોતાના ભાગીદારી વધારી કે ઘટાડી તેના વિશે જાણવા માર્કેટ રસીયાઓ હંમેશા તત્પર રહે છે.

  • Share this:
મુંબઈ: ભારતના વોરેન બફેટ કહેવાતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની દરેક હલચલ પર રોકાણકારો ચાંપતી નજર રાખીને બેઠા હોય છે. ઝુનઝુનવાલાને ભારતીય શેર માર્કેટ (Share Market)ના બિગ બુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ક્યા સ્ટોક ખરીદ્યા અથવા કઇ કંપનીમાં પોતાના ભાગીદારી વધારી કે ઘટાડી તેના વિશે જાણવા માર્કેટ રસીયાઓ હંમેશા તત્પર રહે છે. તેથી જે પણ રોકાણકારો રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio) અનુસરી રહ્યા છે, તેમના માટે એક મહત્ત્વના સમાચાર છે.

ઝુનઝુનવાલાએ TARCમાં પોતાનો હિસ્સો હાલમાં જ ઘટાડ્યો છે. આપને જણાવી દઇએ કે TARC એક રિઅલ એસ્ટેટ કંપની છે, જેણે વર્ષથી તારીખના સમયગાળામાં 85 ટકા વળતર આપ્યું છે. હાલમાં જ સમાપ્ત થયેલા સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં TARCના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીમાં જૂન 2021થી ઝુનઝુનવાલાની ભાગીદારી 3.39 ટકાથી સપ્ટેમ્બર 2021માં 1.59 ટકા થઈ છે.

જુલાઇથી સપ્ટેમ્બર, 2021ના ક્વાર્ટર માટે TARCના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા કંપનીમાં 46,95,000 શેર અથવા 1.59 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે જૂન 2021 ક્વાર્ટરમાં બિગ બુલે કંપનીમાં 1 કરોડ શેર અથવા 3.39 ટકા હિસ્સો રાખ્યો હતો. જેનો અર્થ છે કે ઝુનઝુનવાલાએ તાજેતરમાં સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં 53,05,000 કંપનીના શેર એટલે કે કંપનીમાં 1.80 ટકા હિસ્સો ઘટાડ્યો હતો.

TARCના શેરનો ભાવ

રાકેશ ઝુનઝુનવાલાએ TARCમાં પોતાનો હિસ્સો વેચી દીધો છે, આ કંપનીએ છેલ્લા 6 મહિનામાં તેના શેરધારકોને 50 ટકાથી વધુ વળતર આપ્યું છે, જેની કિંમતો રૂ. 29.10થી રૂ. 44.35ના સ્તરે પહોંચી હતી. તો બીજી તરફ 2021માં શેર રૂ. 23.5થી વધીને રૂ. 44.35એ પહોંચ્યા હતા અને આ દરમિયાન શેરહોલ્ડર્સને 85 ટકાથી વધુનું વળતર આપ્યું હતું.

આ પણ વાંચો: બેંક બેલેન્સ રાખો તૈયાર, ગમે તે સમયે આવશે આ છ કંપનીના IPO, SEBIએ આપી મંજૂરી

આ કંપનીઓમાં પણ ઘટાડ્યો હિસ્સો

ઝુનઝુનવાલાએ TARC સિવાય મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા(MCX)થી અલગ થવા ઉપરાંત અન્ય બે પોર્ટફોલિયો હોલ્ડિંગમાં પણ પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના નવા શેરહોલ્ડિંગ ડેટામાં ઝુનઝુનવાલાને MCX ના મુખ્ય શેરધારકોમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેનો અર્થ એવો થયો કે જૂન મહિનાના ક્વાર્ટર સુધીમાં MCXમાં 25 લાખ શેર અથવા 4.9 ટકા હિસ્સો ધરાવનાર ઝુનઝુનવાલાએ હવે પોતાની શેરહોલ્ડિંગ ઘટાડીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ જે કંપનીમાં ભાગીદારી ઓછી કરી તેમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ 

આ સિવાય ઝુનઝુનવાલાએ ધ મંધાના રિટેઇલ વેન્ચર્સ અને ફોર્ટિસ હેલ્થકેરમાં પણ પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. 7 ઓક્ટોબરના રોજ ઝુનઝુનવાલાએ જાહેર કર્યું કે તેણે મંધાના રિટેલમાં વધારાના 8.5 લાખ શેર ઘટાડ્યા છે, આ સાથે કંપનીમાં તેનો હિસ્સો ઘટાડીને 2.4 ટકા કર્યો છે. ઝુનઝુનવાલા 26 સપ્ટેમ્બર સુધી મંધાના રિટેલમાં 17,87,900 ઈક્વિટી શેર અથવા 8.09 ટકા હિસ્સો ધરાવતા હતા. જ્યારે ફોર્ટિસ હેલ્થકેરમાં, અનુભવી રોકાણકારે તેનો હિસ્સો ક્રમશઃ 4.31 ટકાથી ઘટાડીને 4.23 ટકા કર્યો છે.
Published by:Vinod Zankhaliya
First published: