હાલના વેલ્યૂએશન પર કોઈ પણ IPOમાં નહીં કરું રોકાણ: રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: ફિનટેક કંપનીઓ અને બેંકોની સરખામણી અંગે ઝુનઝુનવાલાએ કહ્યું કે, ફિનટેક કંપનીઓ ક્યારેય પણ બેંકો માટે ખતરો ન બની શકે.

  • Share this:
    મુંબઈ: ભારતીય શેર બજારના બિગ બુલ (Big Bull) કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ આઈપીઓમાં રોકાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે વર્તમાન મુલ્યાંકનને જોઈને તેઓ નવા કોઈ પણ આઈપીઓમાં રોકાણ (Investment in IPO) નહીં કરે. અમારી સહયોગી ટીવી ચેનલ CNBC-TV 18 સાથે ખાસ વાતચીત દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, તેઓ શેર બજારમાં દસ્તક દેવા જઈ રહેલા આઈપીઓ અને તેમના ભારે વેલ્યૂએશન વિશે શું વિચારી રહ્યા છે.

    રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ કે, "મને કોઈ આઈપીઓમાં રસ નથી. એવું માની લો કે અમુક વેલ્યૂએશન પ્રમાણે પ્રાસંગિક અને વ્યાજબી છે. આ વેલ્યૂએશન પર પણ કોઈ પણ કંપની સારી જ હશે. જોકે, હું રોકાણ નથી કરવાનો."

    બિગ બુલે વધુમાં કહ્યું કે, "હું કોઈ કંપનીનું નામ લઈને કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો. પરંતુ આ મુલ્યાંકન પર મને કોઈ રસ નથી. જોકે, આ નવા જમાનાની કંપનીઓ જે સમર્પણ અને ગતિ સાથે કામ કરે છે, એને લઈને હું તેમને પ્રેમ અને સન્માન કરું છું."

    ફિનટેક કંપનીઓ અને બેંકોની સરખામણી અંગે ઝુનઝુનવાલાએ કહ્યું કે, ફિનટેક કંપનીઓ ક્યારેય પણ બેંકો માટે ખતરો ન બની શકે. તેમણે કહ્યું કે, "એવું શું છે જે ફિનટેક કંપનીઓ કરી શકે છે અને તેને એચડીએફસી બેંક કે પછી અન્ય બેંક નથી કરી શકતી? બીજી બેંકો પણ શા માટે કલેક્શન એજન્ટ ન બની શકે?"

    પોતાની કંપની Rare Enterprisesના માધ્યમથી શેર બજારમાં રોકાણ કરતા રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ કે," હંમેશા એક વાત યાદ રાખો કે ફાઇનાન્સનો સૌથી મોટો સ્ત્રોત અને આખી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝને ચલાવતો સૌથી મોટો સોર્સ ડિપોઝિટ છે."

    આ પણ વાંચો: Paytm IPO: 8મી નવેમ્બરના રોજ ખુલશે Paytmનો આઈપીઓ, ઇશ્યૂ સાઇઝ હશે 18,300 કરોડ રૂપિયા

    પોલીસ બજારના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં?

    પોલિસી બજાર અને પૈસાબજાર ડૉટકૉમ પર માલિકી હક્ક ધરાવતી PB Fintechનો ઇશ્યૂ આજે એટલે કે પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો છે. કંપનીનો ઇશ્યૂ ત્રીજી નવેમ્બરના રોજ બંધ થશે. PolicyBazaarના આઈપીઓની પ્રાઇસ બેન્ડ (PolicyBazaar IPO Price band) 940-980 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીના ઇશ્યૂના એક લૉટની સાઇઝ (Lot size) 15 શેર છે. શેરનું અલૉટમેન્ટ (Allotment) 10મી નવેમ્બરના રોજ થશે. જ્યારે લિસ્ટિંગ 15મી નવેમ્બરના રોજ શરૂ થઈ શકે છે. (સમગ્ર અહેવાલ વાંચો...)
    Published by:Vinod Zankhaliya
    First published: