Rakesh Jhunjhunwala: બિગ બુલ ઝુનઝુનવાલાએ આ PSU કંપનીના શેર વેચી દીધા, બે મહીનામાં મળ્યું 24% રિટર્ન
Rakesh Jhunjhunwala: બિગ બુલ ઝુનઝુનવાલાએ આ PSU કંપનીના શેર વેચી દીધા, બે મહીનામાં મળ્યું 24% રિટર્ન
સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)
SAIL Stock: હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઝુનઝુનવાલાએ SAILમાં પોતાનો તમામ હિસ્સો વેચી દીધો છે કે તેમાં ઘટાડો કર્યો છે. કારણ કે કંપનીઓ માટે 1 ટકાથી ઓછી ભાગીદારી રાખનાર પોતાના શેરહોલ્ડરોના નામ જાહેર કરવા જરૂરી નથી.
નવી દિલ્હી: શેર બજારમાં બિગ બુલ તરીકે ઓળખાતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Big bull Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયો (Portfolio) પર લગભગ મોટાભાગના લોકોની નજર રહે છે. તેમના દ્વારા કરવામાં આવતા નાના-મોટા પરિવર્તન પણ લોકો ગંભીરતાની લે છે. ઝુનઝુનવાલા સમયાંતરે વિવિધ કંપનીઓમાં પોતાના રોકાણમાં વધારો ઘટાડો કરતા રહે છે. ત્યારે શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર ઝુનઝુનવાલાએ માર્ચના ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારી કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL)માં પોતાની ભાગીદારી વેચી દીધી છે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના અંતમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે SAILમાં 1.09 ટકા ભાગીદારી હતી. હાલમાં જ કંપનીના શેરહોલ્ડરોની લીસ્ટ (Share Holder List)માં તેમનું નામ ક્યાંય પણ જોવા મળ્યું ન હતું.
જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે ઝુનઝુનવાલાએ SAILમાં પોતાનો તમામ હિસ્સો વેચી દીધો છે કે તેમાં ઘટાડો કર્યો છે. કારણ કે કંપનીઓ માટે 1 ટકાથી ઓછી ભાગીદારી રાખનાર પોતાના શેરહોલ્ડરોના નામ જાહેર કરવા જરૂરી નથી.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી
ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના અંતમાં રાકેશ ઝુનઝુનવાલાની પાસે SAILના 4,50,00,000 શેર કે 1.09 ટકા ભાગીદારી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમણે આ કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી હતી અને તેને 1.76 ટકાથી 1.09 ટકા સુધી પહોંચાડી હતી. આપને જણાવી દઇએ કે રાકેશ ઝુનઝુનવાલાએ SAILમાં પોતાના અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા બંનેના નામ પર રોકાણ કર્યું હતું. જોકે, હવે તેમના નામ 31 માર્ચ, 2022 સુધી જાહેર કરાયેલી તાજેતરની શેરહોલ્ડિંગ પેટર્નમાં નથી.
બુધવારે NSE પર SAILનો શેર 2.11 ટકાના ઘટાડા સાથે 101.90 રૂપિયા પર બંધ થયો હતો. SAILના શેરોએ વર્ષ 2022ની શરૂઆતથી અત્યારસુધીમાં પોતોના રોકાણકારોને 7.45 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. તો છેલ્લા 6 મહીનામાં કંપનીના શેરની કિંમત લગભગ 14 ટકા ઘટી ગઇ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં SAILના શેરો 84.35 રૂપિયા પર આવી ગયા હતા, જે 52 સપ્તાહમાં નીચા સ્તર પર હતા. ત્યારથી અત્યારસુધીમાં આ સ્ટોક લગભગ 24 ટકા ઉછળ્યો છે. તો છેલ્લા એક વર્ષમાં તેને પોતાના રોકાણકારોને લગભગ 8.35 ટકા સુધીનું પોઝિટિવ રીટર્ન આપ્યું છે.
બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રોકિંગે SAILના શેરોને 200 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, આગામી એક વર્ષમાં SAILના શેરો આ લેવલ સુધી પહોંચી શકે છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે હાલની વેલ્યુએશનથી તેમાં સારું રિટર્ન જોવા મળી રહ્યું છે. ચોથા ત્રિમાસિક ગાળામાં સ્ટીલનું વેચાણ વધવાથી તેના EBITDAમાં 15.4 ટકા સુધીનો વધારો થઇ થશે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર