Rakesh Jhunjhunwalaએ આ કંપનીમાં પોતાનો 10% હિસ્સો ઘટાડ્યો, ફક્ત બે દિવસમાં વેચ્યા 8.5 લાખ શેર

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: રાકેશ ઝુનઝુનવાલાએ ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સમાં પોતાની ભાગીદારી 12.74% (જૂન ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે)માંથી ઘટાડીને 2.40% કરી છે.

  • Share this:
    મુંબઈ: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સ (Mandhana Retail Ventures)માં પોતાની અંદાજે 10% ભાગીદારી ઓછી કરી છે. બિગ બુલના નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, તેમણે ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સમાં પોતાની ભાગીદારી 12.74% (જૂન ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે)માંથી ઘટાડીને 2.40% કરી છે. ઝુનઝુનવાલાએ ગુરુવારે એટલે કે સાત ઓક્ટોબરના રોજ એક્સેન્જને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે મંધાના રિટેલના 5,30,500 શેર છે, જે પહેલા 28,13,274 હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં તેમણે મંધાના રિટેલના 8.50 લાખ શેર વેચી નાખ્યા છે.

    ઝુનઝુનવાલાએ એક્સચેન્જને જણાવ્યું કે, "મેં 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2021 સુધી મંધાના રિટેલના 4,05,200 શેર વેચ્યા છે. જે કંપનીની 1.8349% ભાગીદારી સમાને છે. જ્યારે 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે મેં કંપનીના 8,52,200 ઇક્વિટી સેર વેચ્યા છે."

    રાકેશ ઝુનઝુનવાલાએ આ ટેક્સટાઇલ કંપનીમાં જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન સતત પોતાની ભાગીદારી ઘટાડી છે. 17 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે મંધાના રિટેલના 65,820 શેર વેચ્યા હતા, જ્યારે 20 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે કંપનીના 32,274 શેર વેચ્યા હતા.

    મંધાના રિટેલ વેન્ચર્સનો શેર શુક્રવારે એનએસઈ પર 4.42% ઘટીને 14.05 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 6.64%નો ઘટાડો નોંધાયો છે. જોકે, છેલ્લા એક વર્ષના વળતર પર નજર કરીએ તો આ શેરે રોકાણકારોને 56.11% વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: ટાટા ગ્રુપની બે કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 1,125 કરોડ રૂપિયાની કમાણી

    ટાટા ગ્રુપની બે કંપની- ટાઇટન (Titan company) અને ટાટા મોટર્સ (Tata moters)ના શેર ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ટાઇટનનો શેર (Titan company share) 10%થી વધારે વધીને 2384.25 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ટાટા મોટર્સનો શેર (Tata motors share) 52 અઠવાડિયાની પોતાની ટોચની સપાટી 383 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુરુવારે ટાટા મોટર્સનો શેર 12%થી વધુ વધીને બંધ થયો હતો.

    ટાટા ગ્રુપની આ બંને કંપનીના શેર દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં સામેલ છે. ગુરુવારે આ બંને શેરમાં આવેલા ઉછાળા બાદ રાકેશ ઝુનઝુનવાલાની નટવર્થ એક જ દિવસમાં 1125 કરોડ રૂપિયા વધી ગઈ છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: