Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલ ઝુનઝુનવાલાને આ શેરથી થયું રૂ. 300 કરોડથી વધુનું નુકસાન, શું તમારા પોર્ટફોલિયોમાં પણ છે?
Rakesh Jhunjhunwala Portfolio: બિગ બુલ ઝુનઝુનવાલાને આ શેરથી થયું રૂ. 300 કરોડથી વધુનું નુકસાન, શું તમારા પોર્ટફોલિયોમાં પણ છે?
રાકેશ ઝુનઝુનવાલા
Rakesh Jhunjhunwala Portfolio: સોમવારે સ્ટાર હેલ્થના શેર બીએસઇ પર 4.37 ટકા ઘટીને 710.20 રૂપિયા પર બંધ થયા હતા. શેરે ઇન્ટ્રાડેમાં 705 રૂપિયાનું નીચલું સ્તર અને 765 રૂપિયાનું ઉચ્ચ સ્તર મેળવ્યું હતું.
નવી દિલ્હી: ભારતીય શેર બજાર (Indian Stock Market)ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોને અનુસરતા લોકો માટે એક ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સોમવારે શેર બજારમાં ઝુનઝુનવાલાને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ઝુનઝુનવલાને પોતાની જનરલ ઇન્શ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કંપની (star health & Allied Insurance company)માં 327 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, કંપની જૂન 2022માં સમાપ્ત થયેલ ત્રિમાસિક ગાળા દરમિયાન શાનદાર રિઝલ્ટ આપીને નુકસાનમાંથી નફામાં આવી ગઇ હતી, તેમ છતાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેરે છેલ્લા એક મહિનામાં 57 ટકા રિટર્ન આપ્યું હતું. તેથી આ ઘટાડાનું કારણ પ્રોફિટ બુકિંગનું દબાણ માનવામાં આવી રહ્યું છે.
ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો
વેલ્યુની દ્રષ્ટિએ જોઇએ તો ટાઇટન બાદ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સ્ટાર હેલ્થ બીજો સૌથી મોટો સ્ટોક છે. દેશના મોટા રોકાણકારોમાં સામેલ ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થના પ્રમોટર્સમાં સામેલ છે.
સોમવારે સ્ટાર હેલ્થના શેર બીએસઇ પર 4.37 ટકા ઘટીને 710.20 રૂપિયા પર બંધ થયા હતા. શેરે ઇન્ટ્રાડેમાં 705 રૂપિયાનું નીચલું સ્તર અને 765 રૂપિયાનું ઉચ્ચ સ્તર મેળવ્યું હતું. આ લેવલ પર કંપનીનું માર્કેટ કેપ લગભગ 41000 કરોડ રૂપિયા છે.
સ્ટાર હેલ્થના શેર દેશના દિગ્ગજ ઇન્વેસ્ટર્સમાં સામેલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ છે. અને તેનાથી પણ વધુ મહત્વની વાત તે છે કે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં આ સ્ટોક બીજો સૌથી મોટો સ્ટોક છે. 30 જૂન, 2022 સુધી રાકેશ ઝુનઝુનવાલા (14.39 ટકા) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (3.10 ટકા) સાથે કંપનીમાં કુલ 17.49 ટકા ભાગીદારી હતી.
સ્ટાર હેલ્થે ગત વર્ષે ડિસેમ્બરમાં શેર બજારમાં શરૂઆત કરી હતી અને 900 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇઝની સરખામણીમાં શેર લગભગ 22 ટકા ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.
જૂન, 2022માં સમાપ્ત ત્રિમાસિક દરમિયાન સ્ટાર હેલ્થે 213.24 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં કંપનીને 209.78 કરોડ રૂપિયા અને ગત ત્રિમાસિક ગાળામાં 82.03 કરોડ રૂપિયાનો લોસ થયો હતો. કંપનીની કુલ આવક વાર્ષિક દરે 2331.90 કરોડ રૂપિયાથી વધીને 2809.01 કરોડ રૂપિયા થઇ ગઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર