MCXમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું Exit, ચાર અન્ય શેરમાં પણ ભાગીદારી ઘટાડી

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: જૂન ક્વાર્ટર દરમિયાન ઝુનઝુનવાલા પાસે કોમોટિડી એક્સચેન્જ- MCXમાં લગભગ 25 લાખ શેર અથવા 4.90% ભાગાદારી હતી.

  • Share this:
    મુંબઈ: સ્ટૉક માર્કેટના માહેર રોકાણકાર ગણવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન MCXમાં પોતાના તમામ શેર વેચી દીધા છે. આ ઉપરાંત તેમણે અન્ય શેરમાં પણ પોતાની ભાગીદારી ઘટાડી છે. જૂન ક્વાર્ટર દરમિયાન ઝુનઝુનવાલા પાસે કોમોટિડી એક્સચેન્જ- MCXમાં લગભગ 25 લાખ શેર અથવા 4.90% ભાગીદારી હતી. આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાએ ફાર્માસ્યુટિકલ કંપની લ્યૂપિન (Lupin)માં પોતાની ભાગીદારી ઘટાડીને એક ટકાથી ઓછી કરી છે.

    ઉલ્લેખનીય છે કે કંપનીઓએ એક ટકાથી વધારે ભાગીદારી ધરાવતા રોકાણકારોની જાણકારી આપવાની હોય છે. જૂન ક્વાર્ટરમાં ઝુનઝુનવાલા પાસે લ્યૂપિનની 1.6 ટકા ભાગીદારી હતી. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમનું નામ કંપનીના મુખ્ય રોકાણકારોમાં સામેલ નથી. એનો મતલબ એવો થાય કે તેમણે પોતાની ભાગીદારી એક ટકાથી ઓછી કરી નાખી છે.

    ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મંધાના રિટેલ વેન્ચર્સ (Mandhana retail ventures) અને TARC અને ફોર્ટિસ હેલ્થકેરમાં પણ પોતાની ભાગીદારી ઘટાડી છે. મંધાના રિટેલમાં તેમની પાસે 12.74 ટકા ભાગીદારી હતી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તે ઘટીને 7.39 ટકા રહી ગઈ છે. TARCમાં તેમની ભાગીદારી 3.39 ટકા હતી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમની ભાગીદારી ઘટીને 1.59 ટકા થઈ છે. ફોર્ટિસ હેલ્થકેરમાં તેમણે પોતાનો સ્ટેક 4.31 ટકાથી ઘટાડીને 4.23 ટકા કર્યો છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaની પસંદગીના શેરે આ વર્ષે આપ્યું ત્રણ ગણું વળતર, શું તમારી પાસે છે?

    ઝુનઝુનવાલાની ઇન્ડિયન હોટલ્સ (Indian Hotesl), ટાટા કોમ્યુનિકેશન (Tata communications), ઓરિએન્ટ સિમેન્ટ, વોકહાર્ટ અને એગ્રો ટેક જેવા સ્ટોક્સમાં પોતાની ભાગીદારીમાં કોઈ બદલાવ નથી કર્યો. રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમણે કેનરા બેંક અને નાલ્કોના શેર ખરીદ્યા છે.

    આ પણ વાંચો: બમ્પર કમાણીનો મોકો, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપની લાવશે IPO

    CNBC TV-18ના કહેવા પ્રમાણે સેબીએ Adani Wilmar અને Star Healthના આઈપીઓની અરજી મંજૂરી કરી દીધી છે. FMCG કંપની Adani Wilmar આઈપીઓ મારફતે ફ્રેશ ઇશ્યૂ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. જ્યારે સ્ટાર હેલ્થને પણ આઈપીઓની મંજૂરી મળી છે. આ કંપનીમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી છે. જેના પગલે રોકાણકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    આ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: