Home /News /business /Big Bull : આ 2 કંપનીના શેરે Rakesh Jhunjhunwalaને એક જ દિવસમાં કમાઇ આપ્યા 590 કરોડ
Big Bull : આ 2 કંપનીના શેરે Rakesh Jhunjhunwalaને એક જ દિવસમાં કમાઇ આપ્યા 590 કરોડ
રાકેશ ઝુનઝુનવાલા
રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) મોટા પ્રમાણમાં ટાઇટન અને ટાટા મોટર્સના શેર ધરાવે છે. બિગબુલ પાસે ટાઇટન કંપનીના લગભગ 3.53 કરોડ જેટલા શેર્સ છે જ્યારે તેમની પત્ની પાસે તેના 95.4 લાખ શેર્સ છે.
થોડા મહિનાઓથી શેરબજારમાં (Share Market) ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યુ છે. ગત કેટલાક અઠવાડિયા માર્કેટ નીચે પડ્યું હતુ જેના કારણે લોકોના કરોડો રૂપિયા ધોવાઇ ગયા હતા. આ સ્થિતિમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala) પણ કરોડોનું નુક્સાન ગયુ હતુ જોકે મંગળવારે શેરબજાર રિકવરી મોડમાં હતુ અને ઘણા નાના-મોટા પોર્ટફોલિયોને આમાં ફાયદો થયો હતો. બિગ બુલના પોર્ટફોલિયોમાં સામેલ 2 શેરે તેમને માલામાલ બનાવ્યા છે અને તેમની નેટવર્થમાં 590 કરોડનો વધારો થયો છે.
બિગબુલને (Big Bull) ફાયદો કરાવનાર 2 શેરના નામ છે ટાઇટન અને ટાટા મોટર્સ. તમને જણાવી દઇએ કે આ બંને શેર તેમના સૌથી પસંદના શેર છે. આ બંને કંપનીના શેર્સે તેમને એક જ દિવસમાં પોતાની નેટવર્થમાં 590 કરોડનો વધારો કરવામાં મદદ કરી. જો કે, તેઓએ આ શેર્સ વેચ્યા નથી. ટાઇટનના શેરનો ભાવ એક દિવસ અગાઉ NSE પર રૂ. 118.25 વધી ગયો હતો, જ્યારે ટાટા મોટર્સનો શેર પ્રતિ શેર રૂ. 15.40 વધ્યો હતો. બંને શેરોમાં ઉછાળાને કારણે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ લગભગ રૂ. 590 કરોડ વધી છે.
મંગળવારે NSEમાં ટાઇટન કંપનીનો શેર 6.03 ટકા વધીને રૂ.2079.95 પર બંધ થયો હતો અને સોમવારે ટાઇટનના શેર NSE પર રૂ. 1961.70 પર બંધ થયા હતા. એટલે કે મંગળવારે દરેક ટાઇટનના શેરમાં રૂ. 118.25નો વધારો થયો હતો. બીજી બાજુ મંગળવારે NSE પર ટાટા મોટર્સનો શેર રૂ. 398.10 પર બંધ થયો હતો. સોમવારની સરખામણીએ મંગળવારે તેની કિંમતમાં 15.40 રૂપિયાનો વધારો નોંધાયો હતો.
રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા મોટા પ્રમાણમાં ટાઇટન અને ટાટા મોટર્સના શેર ધરાવે છે. બિગબુલ પાસે ટાઇટન કંપનીના લગભગ 3.53 કરોડ જેટલા શેર્સ છે જ્યારે તેમની પત્ની પાસે તેના 95.4 લાખ શેર્સ છે. જો ટાટા મોટર્સની વાત કરીએ તો તેમની પાસે આ કંપનીના 3.92 કરોડથી વધુ શેર્સ છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર