Home /News /business /

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ચોથા ત્રિમાસિકમાં આ સરકારી બેંકમાં વધાર્યો હિસ્સો, એક વર્ષમાં આપ્યું 70% વળતર

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ચોથા ત્રિમાસિકમાં આ સરકારી બેંકમાં વધાર્યો હિસ્સો, એક વર્ષમાં આપ્યું 70% વળતર

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio Stock: રાકેશ ઝુનઝુનવાલાએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કેનરા બેંકના શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ વિકાસની સંભાવના જોતા બેંકમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.

    મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio Stocks: વૈશ્વિક સંકેતો વચ્ચે નાણાકીય વર્ષ 22 (FY22)ના ચોથા ક્વાર્ટરમાં શેર બજારમાં ખૂબ ઉતાર ચઢાણ જોવા મળ્યા હતા. આ દરમિયાન દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) કમાણીનો મોકો શોધતો રહ્યા હતા. આ દરમિયાન તેમણે બેંગલુરુની કેનરા બેંક (Canara Bank)માં પોતાનો હિસ્સો વધાર્યો છે. આ બેંક ભારત સરકારના સ્વામિત્વવાળી દેશની ત્રીજી સૌથી મોટી નેશનલાઇઝ્ડ બેંક છે.

    રાકેશ ઝુનઝુનવાલાએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કેનરા બેંકના શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ વિકાસની સંભાવના જોતા બેંકમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.

    માર્ચ ત્રિમાસિકમાં પોતાનો હિસ્સો વધાર્યો


    માર્ચ, 2022 સુધી રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં પોતાનો હિસ્સો વધારીને 35,597,400 ઇક્વિટી શેર અથવા 1.96 ટકા કર્યો હતો. ગત ત્રિમાસિક દરમિયાન એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાની કેનરા બેંકમાં ભાગીદારી 1.6 ટકા હતી. આ રીતે ત્રિમાસિક ધોરણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં પોતાની ભાગીદારી 0.36 ટકા વધારી છે.

    એક વર્ષમાં આપ્યું 70 ટકા વળતર


    શુક્રવારે બીએસઈ (BSE) પર કેનરા બેંકનો શેર 0.63 ટકા મજબૂત થઈને 248.30 રૂપિયા પર બંધ થયો હતો. હાલની કિંમત પર બેંકની વેલ્યૂએશન 45,000 કરોડ રૂપિયાથી વધારે છે. કેનરા બેંકના શેરે એક વર્ષમાં આશરે 70 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે. ગત આઠમી એપ્રિલના રોજ બેંકનો શેર 147.2 રૂપિયા પર હતો.

    ડિસેમ્બરનું પરિણામ


    આગામી ચોથા ક્વાર્ટરના પરિણામને લઈને બેંક ચર્ચામાં રહેશે. આ પહેલા ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલું પરિણામ ખૂબ સારું રહ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિકમાં કેનરા બેંકનો નફો વાર્ષિક આધારે આશરે 115 ટકા વધીને 1,505 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં બેંકનો નફો 696.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

    આ પણ વાંચો:  આ 14 સ્ટૉક્સ સતત ત્રણ ત્રિમાસિકથી આપી રહ્યા છે છપ્પરફાડ રિટર્ન

    કેનરા બેંકની વ્યાજની આવક વાર્ષિક આધારે 14.1 ટકા વધીને 6,945 કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં બેંકની વ્યાજની આવક 6086.5 કરોડ રૂપિયા રહી હતી. ત્રિમાસિક આધારે બેંકની પ્રોવિઝનિંગ 3,360 કરોડ રૂપિયાથી ઘટીને 2,245 કરોડ રૂપિયા પર આવી ગઈ હતી.

    આ પણ વાંચો: આ સપ્તાહમાં યસ બેન્કના શેરમાં જોવા મળ્યો 22% સુધીનો ઉછાળો

    બેન્કિંગ સેક્ટરનું આઉટલુક મજબૂત


    લાઇવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના હેડ વિનોદ નાયરે જણાવ્યું કે, "હવે બજારની નજર ચોથા ત્રિમાસિકના પરિણામ પર ટકી છે. જે આઈટી અને બેન્કિંગ સેક્ટરની કંપનીઓના રિઝલ્ટ્સ સાથે આગામી અઠવાડિયાથી શરૂ થશે. ક્રેડિટ ગ્રોથ અને બેલેન્સશીટના સુધારાને પગલે બેન્કિંગ સેક્ટરનો આઉટલુક પહેલાથી સારો છે. જ્યારે સીઝનલ કમજોરીને પગલે આઈટી સેક્ટરનો આઉટલુક મિશ્ર જોવા મળી રહ્યો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Canara Bank, Investment, Rakesh jhunjhunwala, Stock market

    આગામી સમાચાર