Home /News /business /

Rakesh Jhunjhunwala: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં બે શેરમાં કરી 861 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે?

Rakesh Jhunjhunwala: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં બે શેરમાં કરી 861 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: Titan Company ની ઓક્ટોબર-ડિસેમ્બર 2021ની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની બંનેની ભાગીદારી છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,57,10,395 શેર એટલે કે 4.02 ટકા ભાગીદારી છે.

વધુ જુઓ ...
    મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio: ગુરુવારે ભારતીય શેર બજાર (Indian stock market) જોરદાર તેજી સાથે બંધ રહ્યું હતું. આ દરમિયાન ભારતના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ (Rakesh Jhunjhunwala net worth)માં 861 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આનું કારણે તેમના પોર્ટફોલિયોમાં સામેલ બે શેર છે. આ શેર Titan company અને Star Health Insurance છે. આ બંને શેરમાં આવેલી તેજીને પગલે એક જ દિવસમાં ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં એક જ દિવસમાં આટલો મોટો વધારો થયો છે. ગુરુવારે ટાઇટન કંપની (Titan company stock)નો શેર 118.70 રૂપિયા પ્રતિ શેર વધીને 2587.30 રૂપિયાના સ્તરથી વધીને 2706 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો હતો.

    આવી જ રીતે સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સનો શેર 608.80 રૂપિયાથી વધીને 641 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચ્યો હતો. ગુરવારે આ શેરમાં 32.20 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

    રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી


    Titan Company ની ઓક્ટોબર-ડિસેમ્બર 2021ની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની બંનેની ભાગીદારી છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,57,10,395 શેર એટલે કે 4.02 ટકા ભાગીદારી છે. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીના 95,40,575 શેર એટલે કે 1.07 ટકા ભાગીદારી છે. ટાઇટન કંપનીમાં રાકેશ અને રેખા ઝુનઝુનવાલાની સંયુક્ત ભાગીદારી 4,52,50,970 શેર એટલે કે 5.09 ટકા છે.

    ગત વર્ષે આઈપીઓ લાવનારી સ્ટાર હેલ્થ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી છે. બિગ બુલ પાસે સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર એટલે કે 17.50 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યાં છે આ શેર

    રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિ કેટલી વધી?


    રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 4,52,50,970 શેર છે. ગુરુવારે ટાઇટન કંપનીના શેરમાં 118.70 રૂપિયા પ્રતિ શેરનો વધારો જોવા મળ્યો હતો. આવી રીતે રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે (₹118.70 x 4,52,50,970) 537 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

    આ પણ વાંચો: Tata groupના આ સ્ટોકમાં બ્રેકઆઉટ, શું તમારે ખરીદવો જોઈએ?

    આ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા પાસે સ્ટાર હેલ્થના 10,07,53,935 શેર છે. ગુરુવારે આ શેરમાં 32.20 રૂપિયાનો વધારો થયો હતો. આ રીતે જોઈએ તો ગુરવારે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં આશરે (₹32.20 x 10,07,53,935) 324 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આ રીતે ગુરુવારે રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં 861 કરોડ રૂપિયા ( ₹537 કરોડ + ₹324 કરોડ)નો વધારે થયો છે.

    (ખાસ નોંધ: ઉપરની માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. )
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Rakesh jhunjhunwala, Stock tips, Tata group

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन