Rakesh Jhunjhunwalaએ 9 દિવસમાં આ શેરમાંથી કરી રૂ.1,600 કરોડની કમાણી, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ગત જૂન ત્રિમાસિકમાં ટાઈટન કંપનીમાંથી પોતાનો હિસ્સો કાઢી નાંખ્યો હતો. માર્ચના ત્રિમાસિક મુજબ તેમની પાસે 3,52,60,395 અને તેમના પત્ની પાસે 96,40575 શેર હતા.

  • Share this:
મુંબઈ: બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં એક કંપનીના શેરથી છેલ્લા 9 દિવસમાં 1,600 કરોડ રૂપિયાનો નફો થયો છે. ટાટા જૂથ (Tata group)ના શેરમાં આવેલી તેજીના કારણે અનેક રોકાણકારોની આવક વધી છે. તાજેતરમાં ટાટા મોટર્સ (Tata Motors)ના શેરનો ભાવ 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ટાઇટનના શેર (Titan shares) પણ ઓલટાઇમ હાઈ પર છે. ટાઇટનના શેર 2021ની શરૂઆતથી આસમાનને આંબી રહ્યા છે.

ઓક્ટોબર 2021ના 9 ટ્રેડિંગ સેશનમાં ટાઇટનના શેરનો ભાવ લગભગ 17.50 ટકા વધ્યો હતો. જેના કારણે રાકેશ ઝુનઝુનવાલાને આશરે રૂ. 1600 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. બીજી તરફ ટાટા મોટર્સના કારણે પણ રાકેશ ઝુનઝુનવાલાને બહોળો ફાયદો થયો છે. ટાટા મોટર્સમાં તેમણે માત્ર ત્રણ ટ્રેડિંગ સત્રમાં 310 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ટાઇટન કંપનીના શેરની કિંમતનો ઇતિહાસ

30 સપ્ટેમ્બર, 2021ના રોજ ટાઇટનના શેરનો ભાવ 2161.85 રૂપિયા હતો. જે 13 ઓક્ટોબર 2021ના રોજ વધીને 2,540 રૂપિયા સુધી પહોંચ્યો હતો. છેલ્લા 9 ટ્રેડિંગ સેશનમાં શેર દીઠ રૂ. 378.15નો વધારો થયો છે. ટાઇટનના શેરનો ભાવ તેની નવી ઓલટાઇમ હાઈ રૂ. 2,608.95 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ટીસીએસ vs ઇન્ફોસિસ: જાણો બીજા ત્રિમાસિક પરિણામ અને નિષ્ણાતોનો મત

એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ ટાટા ગ્રુપની આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા શેરહોલ્ડિંગ ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) પાસે અનુક્રમે 3,30,10,395 અને 96,40,575 શેર છે. બંને પાસે ટાઈટનના કુલ 4,26,50,970 શેર છે.

9 ટ્રેડિંગ સેશન દરમિયાન ટાઈટનના શેરના ભાવમાં આવેલા રૂ. 378ના ઉછાળા મુજબ (રૂ. 378.15 x 4,26,50,970) ગણતરી કરતા તેમને રૂ. 1600 કરોડનો ફાયદો થયો કહેવાય.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર 1 મહિનામાં 58% ભાગ્યો, શું હજુ પણ રોકાણનો મોકો છે?

રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ

રાકેશ ઝુનઝુનવાલાએ ગત જૂન ત્રિમાસિકમાં ટાઈટન કંપનીમાંથી પોતાનો હિસ્સો કાઢી નાંખ્યો હતો. માર્ચના ત્રિમાસિક મુજબ તેમની પાસે 3,52,60,395 અને તેમના પત્ની પાસે 96,40575 શેર હતા. ત્યારબાદ જૂન મહિનાના ત્રિમાસિકમાં તેમનું શેરહોલ્ડિંગ 3,30,10,395 શેર અને તેમના પત્નીનું શેરહોલ્ડિંગ 96,40,575 શેર સુધી પહોંચી ગયું હતું. એટલે કે, તેમણે એપ્રિલથી જુનના ત્રિમાસિકમાં કુલ 22.50 લાખ શેર વેચ્યા હતા. જેથી તેમને ટાઈટનના શેરમાં આવેલા ઉછાળાના કારણે કરોડો રૂપિયાની ફાયદો થયો હતો.
First published: