Home /News /business /

Star Health IPO લિસ્ટિંગ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 6,000 કરોડ રૂપિયાની કમાણી!

Star Health IPO લિસ્ટિંગ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ એક જ દિવસમાં કરી 6,000 કરોડ રૂપિયાની કમાણી!

રાકેશ ઝુનઝુનવાલા

Star Health IPO listing: રાકેશ ઝુનઝુનવાલાએ આ આઈપીઓ દરમિયાન પોતાનો હિસ્સો નથી વેચ્યો. રાકેશ ઝુનઝુનવાલા સ્ટાર હેલ્થ કંપનીમાં 14% ભાગીદારી ધરાવે છે.

    મુંબઈ: સ્ટાર હેલ્થના આઈપીઓ (Star Health IPO Listing)નું આજે (10 ડિસેમ્બર) શેર બજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ભાગીદારી ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા કંપનીના પ્રમોટરમાંના એક છે. તેમની પાસે સ્ટાર હેલ્થમાં 14% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health) છે. આજે ઇન્ટ્રા ડે દરમિયાન આ શેર 940 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. એ પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં 6,000 કરોડ રૂપિયાની કમાણી કરી કહેવાય. રાકેશ ઝુનઝુનવાલાએ 156 રૂપિયાના ભાવ લેખે સ્ટાર હેલ્થના શેર (Star health share) ખરીદ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આઈપીઓમાં ઝુનઝુનવાલાએ પોતાનો હિસ્સો ઓછો કર્યો નથી. સ્ટાર હેલ્થનો શેર શુક્રવારે બીએસઈ પર 906.85 રૂપિયા પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 940 રૂપિયાની ઊંચાઈ પર પહોંચ્યો હતો. આ દરમિયાન 827.50 રૂપિયાની નીચી સપાટી જોવા મળી હતી.

    ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Star Health IPO listing)

    સ્ટાર હેલ્થના શેરની ઇશ્યૂ કિંમત 900 રૂપિયા હતી જેની સામે શેર 848.80 રૂપિયા પર લિસ્ટ (Listing price) થયો હતો. એટલે કે ઇશ્યૂ કિંમતથી શેર 5.69 ટકા ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયો હતો. આ આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના નવા શેર અને ઑફર ફૉર સેલ સામેલ છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 870-900 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.

    રાકેશ ઝુનઝુનવાલા આશાવાદી

    રાકેશ ઝુનઝુનવાલા વીમા કંપનીના શેરને લઈને ખૂબ આશાવાદી છે. ઝુનઝુનવાલાએ કહ્યુ કે, "ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની વાત કરીએ તો ભારતમાં સ્વાસ્થ્ય ખર્ચમાં થતા કુલ ખર્ચમાં તેની ભાગીદારી 15 ટકા અથવા તેનાથી ઓછી છે. જ્યારે 80 ટકાથી વધારે ચૂકવણી વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આથી ભારતમાં આ શરૂઆતનો તબક્કો છે."

    મેં એક પર શેર નથી વેચ્યો: ઝુનઝુનવાલા

    રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, "ભારતમાં રિટેલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં 31% માર્કેટ શેર સાથે સ્ટાર હેલ્થની સારી પકડ છે. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કંપનીનો આટલો દબદબો નથી. હું આને લઈને ખૂબ જ આશાવાદી શું. આ જ કારણ છે કે મેં ઇશ્યૂમાં એક પણ શેર નથી વેચ્યો."

    ઉલ્લેખનીય છે કે દેશની અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનું સ્વામિત્વ વેસ્ટબ્રિજ કેપિટલ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા રોકાણકારો પાસે છે. આઈપીઓ અંતિમ દિવસ સુધી 79 ટકા ભરાયો હતો. આઈપીઓ બીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. રોકાણકારો તરફથી આ આઈપીઓને ખૂબ નબળું સમર્થન મળ્યું હતું.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી કંપનીનો IPO ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    કંપની વિશે (Start Health company)

    2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

    દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

    સ્ટાર હેલ્થ દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનું કુલ ગ્રૉસ રિટન પ્રીમિયમ (Gross Written Premium) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

    આ પણ વાંચો: "મને મેનેજમેન્ટ પર પૂરો વિશ્વાસ, મેં એક પણ શેર નથી વેચ્યો," લિસ્ટિંગ બાદ બોલ્યા રાકેશ ઝુનઝુનવાલા

    રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી

    દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Insurance, Investment, IPO, Rakesh jhunjhunwala, આરોગ્ય

    આગામી સમાચાર