Home /News /business /

Budget 2022: ક્રિપ્ટોકરન્સી માટે 'ડેથ' સાબિત થશે બજેટ 2022- બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

Budget 2022: ક્રિપ્ટોકરન્સી માટે 'ડેથ' સાબિત થશે બજેટ 2022- બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala on Budget 2022: નાણા મંત્રીએ મંગળવારે જાહેર કરેલા બજેટમાં વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ ટ્રાન્સફરથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. એટલે કે ક્રિપ્ટોની આવક પર 30% ટેક્સની જાહેરાત કરવામાં આવી છે.

    મુંબઇ. Budget 2022: રેર એન્ટરપ્રાઇઝ (Rare Enterprises)ના પાર્ટનર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ બજેટ 2022 પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, ભારત ડિજિટલ કરન્સી (Digital Currency) પર ટેક્સની જાહેરાત સાથે ભારત ચીનને અનુસરી રહ્યું છે. તેમણે કહ્યુ કે ભારત પોતાની ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માંગે છે અને આ પ્રક્રિયામાં બીજી તમામ ક્રિપ્ટો કરન્સીને ખતમ કરી રહ્યું છે. રાકેશ ઝુનઝુનવાલાએ સામાન્ય બજેટ 2022-23 (Union Budget 2022) રજૂ થયા બાદ સીએનબીસી-ટીવી18 સાથે વાતચીતમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) મંગળવારે રજૂ કરેલા બજેટમાં ક્રિપ્ટોની આવક પર 30 ટકા ટેક્સ લગાડવાની જાહેરાત કરી છે.

    ચીનને અનુસરતું રહ્યું છે ભારત

    બજેટમાં ક્રિપ્ટોકરન્સી અંગે અનેક મોટી જાહેરાત બાદ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ કે, તેમને લાગે છે કે ભારત ડિજિટલ કરન્સી મામલે ચીનના પગલે ચાલે છે. રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યુ કે, "હકીકતમાં બજેટે આરબીઆઈને ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે એકમાત્ર ઑથોરિટી બનાવી દીધી છે. આ પ્રક્રિયામાં બીજી ક્રિપ્ટોને ખતમ કરવામાં આવી રહી છે." આ એ માટે મહત્ત્વનું છે, કારણ કે ક્રિપ્ટોકરન્સી બિલ હાલ સંસદમાં રજૂ કરવાનું બાકી છે.

    ઝુનઝુનવાલાએ કહ્યુ કે, "મને લાગે છે કે સરકાર એવું ઇચ્છે છે કે રિઝર્વ બેંક ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપે અને બીજી અન્ય કરન્સીને ખતમ કરી દે. જેવું ચીન કરી રહ્યું છે. એક રીતે આ યોગ્ય વિચાર પણ છે."

    નાણા મંત્રીએ કરી જાહેરાત

    મંગળવારે બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે દેશમાં ડિજિટલ કરન્સી પર કઈ રીતે ટેક્સ લાદવામાં આવશે તે અંગે તમામ સ્પષ્ટતા કરી દીધી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી (cryptocurrency)ની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે, 10 કરોડથી વધુ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો સાથે ભારત ડિજિટલ ટોકન્સ (digital tokens)નું સૌથી મોટું બજાર માનવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો: બજેટ દરમિયાન નાણા મંત્રીએ કરી 10 મોટી જાહેરાત, જાણો કયા સેક્ટરને શું મળ્યું

    વર્ચ્યુઅલ કરન્સી (virtual currency) રોકાણો માટે ટેક્સ ફ્રેમવર્ક આપવાની રોકાણકારો લાંબા સમયથી માંગ કરી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance minister Nirmala Sitharaman)એ ક્રિપ્ટોકરન્સી રોકાણકારો (tax framework for cryptocurrency investors) માટે નવા ટેક્સ ફ્રેમવર્કની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો:  બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ સ્ટોકમાંથી કાઢી નાખ્યો પોતાનો હિસ્સો

    યુનિયન બજેટ 2022માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈપણ વર્ચ્યુઅલ અથવા ક્રિપ્ટોકરન્સી એસેટના ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સ લાગશે. નાણાપ્રધાને બજેટ 2022માં જણાવ્યું કે, "સંપાદન ખર્ચ સિવાય કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં અને વ્યવહારમાં કોઈ નુકસાનની મંજૂરી આપવામાં આવશે નહીં."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Budget 2022, Cryptocurrency, Rakesh jhunjhunwala, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन