રાકેશ ઝુનઝુનવાલાની આ રિયલ્ટી શેરમાં રિ-એન્ટ્રી, એક વર્ષમાં આપ્યું 225% રિટર્ન

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: સોમવારે આ શેર (indiabulls real estate share price) આશરે 5.77 ટકા તૂટી ગયો હતો અને 153 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

  • Share this:
    મુંબઈ: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન રિયલ્ટી કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate)ના શેર ખરીદ્યા છે. સોમવારે આ શેર (indiabulls real estate share price) આશરે 5.77 ટકા તૂટી ગયો હતો અને 153 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટની બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં આ 30 સપ્ટેમ્બર અંત સુધી કંપનીના કુલ 50,00,000 અથવા 1.10 ટકા ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Indiabulls real Estate) હતી. આ પહેલાના બે ત્રિમાસિક દરમિયાન એટલે કે જૂન અને માર્ચ 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાનું નામ શેરધારોકોની યાદીમાં ન હતું.

    જોકે, દસ્તાવેજો પરથી માલુમ પડે છે કે ડિસેમ્બર 2020 ત્રિમાસિક દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ કંપનીના 1.10 ટકા શેર હતા. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટે છેલ્લા એક વર્ષમાં 225% વળતર આપ્યું છે. ફક્ત 2021ના વર્ષમાં આ શેર 95% ભાગ્યો છે.

    પહેલા જાન્યુઆરી 2021ના રોજ ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ શેરનો ભાવ 80.95 રૂપિયા હતો, જે વધીને 157 રૂપિયા પર પહોંચ્યો છે. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ કંપની દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. કૉમર્શિયલ અને રેસિડેન્શિયલ એમ બંને સેગમેન્ટમાં કંપનીની હાજરી છે.

    બીજી તરફ રાકેશ ઝુનઝુનવાલાએ ઇન્ડિયાબુલ્સ ગ્રુપની એક બીજી કંપનીમાં સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન પોતાની ભાગીદારી ઓછી કરી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના (Indiabulls Housing Finance) 50,00,000 શેર અથવા 1.08 ટકા ભાગીદારી હતી. જ્યારે એપ્રિલ-જુલાઈ ત્રિમાસિક દરમિયાન તેમની પાસે કંપનીના કુલ 2.17 ટકા શેર હતા.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ

    રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં ભાગીદારી ઘટાડી

    Rakesh Jhunjhunwala portfolio: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala )નું ટાટા ગ્રુપ (Tata group)ની કંપનીઓમાં મોટું રોકાણ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ સતત બીજા ક્વાર્ટર દરમિયાન ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ (Rakesh Jhunjhunwala stake in Tata Motors)માં પોતાનું રોકાણ ઓછું કર્યું છે. એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન ભારતના વોરેન બફેટ ગણાતા બિગ બુલે (Big Bull) આ શેરમાં પોતાનું રોકાણ ઘટાડ્યું હતું. જે બાદમાં સતત બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: