Home /News /business /રાકેશ ઝુનઝુનવાલાએ Jubilant Pharmova ના 25 લાખ શેર ખરીદ્યા, શેરની કિંમતમાં આવી રોનક

રાકેશ ઝુનઝુનવાલાએ Jubilant Pharmova ના 25 લાખ શેર ખરીદ્યા, શેરની કિંમતમાં આવી રોનક

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Jubilant Pharmova Stock Price: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ 594.35 રૂપિયા પ્રતિ શેરના ભાવ કંપનીના 25 લાખ શેર ખરીદ્યા છે. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ (Rekha Jhunjhunwala) આ જ ભાવ પર 20 લાખ શેર ખરીદ્યા છે.

મુંબઈ. Jubilant Pharmova Stock Price: જુબીલન્ટ ફાર્મોવા શેરના (Jubilant Pharmova Stock) ભાવમાં આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ ઉછાળો આવ્યો છે. એક દિવસ પહેલા એટલે કે 25 ઓગસ્ટના રોજ દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) જુબીલન્ટ ફાર્મોવાના કંપનીના 25 લાખ શેર ખરીદ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલાએ 594.35 રૂપિયા પ્રતિ શેરના ભાવ કંપનીના 25 લાખ શેર ખરીદ્યા છે. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ (Rekha Jhunjhunwala) આ જ ભાવ પર 20 લાખ શેર ખરીદ્યા છે. જ્યારે રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેયર એન્ટરપ્રાઇઝે આ જ ભાવ પર 40.25 લાખ શેર વેચ્યા છે. BSE પર બલ્ક ડીલમાં આ શેર ખરીદવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખાએ કુલ મળીને 4.75 લાખ શેર ખરીદ્યા છે, જે જુબીલન્ટ ફાર્મોવાનો 0.29 ટકા હિસ્સો છે. જૂન 2021 શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા Jubilant Pharmova માં 6.29 ટકા હિસ્સો ધરાવે છે. 1:30 વાગ્યે આ શેર NSE પર 622.60 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સરકારી કેનરા બેંકમાં (Canara Bank) 1.59% ભાગીદારી ખરીદી છે. BSE તરફથી જાહેર આંકડામાં આ માહિતી મળી છે. 24 ઓગસ્ટના રોજ જાહેર શેર હૉલ્ડિંગ સ્ટેટમેન્ટ (Share holding statement) પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% ભાગીદારી એટલે કે બેંકના 2,88,50,000 સ્ટૉક ખરીદ્યા છે.

આ પહેલા મંગળવારે સવારે Canara Bank તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે 16.73 કરોડ શેરના અલૉટમેન્ટને મંજૂરી આપી છે. બેંકનો 2,500 કરોડ રૂપિયાનો QIP (qualified institutional placement) બે દિવસ પહેલા જ 23 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. QIP 17 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો.

કેનરા બેંકના બોર્ડની સબ-કમિટીએ 24 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં 16,73,92,032 કરોડના ઇક્વિટી શેરની ફાળવણી પર મહોર મારી હતી. બેંકે માન્ય ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને (Qualified Institutional buyers) 149.35 રૂપિયા પ્રતિ શેરના હિસાબે સ્ટૉકની ફાળવણી કરી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી જાણકારીમાં બેંકે કહ્યુ છે કે તેની યોજના QIP મારફતે 2,500 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

આ પણ વાંચો: ખાલી હેલ્થ કે જીવન વીમો જ લેવાની ભૂલ ન કરશો! જાણો શા માટે અન્ય વીમા પોલિસી પણ જરૂરી અને તેનાથી થતાં લાભ 

કેનરે બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે 7 ઇન્વેસ્ટર્સને QIP ના કુલ ઇક્વિટી શેરના 5%થી વધારે સ્ટૉક ફાળવવામાં આવ્યા છે. જેમાં એલઆઈસીને (LIC) 15.91%, BNP પારિબા આર્બિટ્રેઝને (BNP Paribas Arbitrage) 12.55%, સોસાયટે જેનરાલીને (Societe Generale) 7.97%, ઇન્ડિયા બેંક અને ICICI પ્રેડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સને 6.37%-6.37% શેર અલૉટ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Stocks

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો