Home /News /business /

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારીવાળી આ કંપનીએ કર્યો ટૂંક સમયમાં નફો કરવાનો દાવો

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારીવાળી આ કંપનીએ કર્યો ટૂંક સમયમાં નફો કરવાનો દાવો

સ્ટાર હેલ્થનો આઈપીઓ ડિસ્કાઉન્ટ ભાવે ખુલ્યો હતો.

Rakesh Jhunjhunwala news: 10 ડિસેમ્બરના રોજ સ્ટાર હેલ્થનો આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થયો હતો. રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છતાં કંપનીના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું.

મુંબઈ: સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health & Allied Insurance Company Ltd) ને અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ઈન્શ્યોરન્સ કંપની મહામારી દરમિયાન ઊંચા ક્લેમને કારણે નફો મેળવવા માટે વીમા કવચ અને તેના હૉસ્પિટલ ટાઈ-અપ્સ ખરીદનારા યુવાનો પર આધાર રાખે છે. 10મી ડિસેમ્બરના રોજ સ્ટાર હેલ્થનો આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થયો હતો. રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છતાં કંપનીના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું હતું.

વીમા પોલિસીની માંગમાં વધારો થશે: MD

મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ચેન્નાઈ સ્થિત ફર્મના મેનેજિંગ ડિરેક્ટર આનંદ શંકર રોયે બ્લૂમબર્ગ ટીવીના હસલિંડા અમીન અને રિશાદ સલામતે જણાવ્યું કે, ઓમીક્રોન વેરિઅન્ટ હજુ પણ માર્કેટ સેન્ટિમેન્ટ પર અસર કરે છે, ત્યારે આરોગ્ય વીમા કંપનીઓ અપેક્ષા રાખી રહી છે કે, મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે હવે લોકોમાં આવેલી જાગૃતિ વીમા પોલિસીની માંગમાં વધારો કરશે.

વધુમાં તેઓ જણાવે છે કે, હાલમાં મોટાભાગની માંગ નાની વયના લોકો તરફથી આવી રહી છે. આ લોકો સામાન્ય રીતે આ પહેલા ક્યારેય સ્વાસ્થ્ય વીમો લેવા વિશે વિચારતા ન હતા. તેઓ જણાવે છે કે, કોવિડ -19 મહામારીને કારણે વિશ્વભરમાં 272 મિલિયનથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે અને 5.3 મિલિયનથી વધુ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષમાં જીવન અને આજીવિકામાં પણ મહામારીએ ખલેલ પહોંચાડી છે.

12,000થી વધુ હૉસ્પિટલનું નેટવર્ક

વધુમાં રોય ઉમેરે છે કે, જો તમે ત્રણ વર્ષ પછી મારી સાથે વાત કરશો તો હું માનું છું કે અમે અમારી માર્કેટ લીડરશીપમાં સુધારો કરી શકીશું અને અમે ખૂબ નફો પણ મેળવીશું. કારણ કે, અમારી પાસે 12,000થી વધુ હોસ્પિટલોનું નેટવર્ક છે, આ સાથે જ અન્ય નેટવર્ક સાથે પણ અમારી વાટાધાટો ચાલી રહી છે.

નફાકારકતા અંગે રોકાણકારોની ચિંતામાં હાલ વધારો થયો છે, જેના કારણે ગયા અઠવાડિયે ભારતીય શેરબજારો પર કંપનીનું લિસ્ટિંગ ઘટ્યું હતું, જેમાં અમારી ફર્મે તેની ઑફરને $975 મિલિયનથી ઘટાડીને $848 મિલિયન કરી હતી. ગુરુવારે, તેની લિસ્ટિંગ કિંમત જે 900 રૂપિયાની હતી તેની સરખામણીમાં 12:30 p.m. સુધી શેર 809 રૂપિયા ($10.62) પર ટ્રેડિંગ કરી રહ્યો હતો, જે કિંમત તેની ઇશ્યૂ કિંમતથી લગભગ 9% ઓછી છે.

ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ (Star Health IPO listing)

ઉલ્લેખનીય છે કે સ્ટાર હેલ્થના આઈપીઓ (Star Health IPO Listing)નું 10 ડિસેમ્બરના કોડ શેર બજારમાં નબળું લિસ્ટિંગ થયું હતું. સ્ટાર હેલ્થના શેરની ઇશ્યૂ કિંમત 900 રૂપિયા હતી જેની સામે શેર 848.80 રૂપિયા પર લિસ્ટ (Listing price) થયો હતો. એટલે કે ઇશ્યૂ કિંમતથી શેર 5.69 ટકા ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયો હતો. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 870-900 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.

આ પણ વાંચો: શેરબજાર ખૂલ્યાના 10 મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાને પડ્યો મોટો ફટકો, ટાટાના આ સ્ટોકને કારણે થયું ₹318 કરોડનું ધોવાણ

કંપની વિશે (Start Health company)

2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

સ્ટાર હેલ્થ દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો: RateGain share: રેટગેનનો શેર 20% તૂટ્યો, શેર લાગ્યા છે તેમણે શું કરવું? નવા રોકાણકારો આ સ્તરે નસિબ અજમાવી શકે? જાણો નિષ્ણાતોનો મત

રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી

દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Rakesh jhunjhunwala, Share market

આગામી સમાચાર