નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ સામાન્ય જનતાની સાથે-સાથે સરકાર માટે પણ મહત્વનું છે. કારણ કે, આગામી વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે. એવામાં આ બજેટ દ્વારા મતદારોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે તેમના આ બજેટમાં આદિવાસી સમુદાયને મહત્વપૂર્ણ જગ્યા આપી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે, 15 હજાર કરોડ રૂપિયાના ફંડમાં આદિવાસી સમુદાય માટે નવી યોજનાઓ શરૂ થશે.
નાણામંત્રીએ જણાવ્યું કે, વિશેષ રૂપથી આદિવાસી જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારા માટે PMPBTG વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. જેથી, PBTG વસ્તીઓને મૂળભૂત સુવિધાઓ આપી શકાય. આગામી 3 વર્ષમાં યોજનાને લાગૂ કરવા માટે 15,000 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણામંત્રીએ રેલવે મુસાફરોને પણ ખુશખબરી આપી છે. તેમણે જણાવ્યું કે, બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રીએ તે પણ જણાવ્યું કે, મૂડી રોકાણ ખર્ચ 33 ટકાથી વધારીને 10 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. જે સફળ ઘરેલૂ ઉત્પાદનના 3.3 ટકા હશે. મહામારીથી પ્રભાવિત એમએસએમઈને રાહત આપવામાં આવશે. કરારમાં વિવાદોમાં સમાધાન માટે સ્વૈચ્છિક નિરાકરણ યોજના દાખલ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સિતારમણ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવા માટે ગત બે વર્ષોની જોમ બુધવારે ખાતાવહી જેવી પરંપરાગત લાલ રંગની જેલીમાં ટેબલેટ લઈને સંસદભવન પહોંચ્યા.
બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ પરંપરાગત અંદાજમાં તસવીરો પડાવી
નાણામંત્રી નિર્મલા સિતારમણ અધિકારીઓના દળની સાથે નાણા મંત્રાલયની બહાર પરંપરાગત અંદાજમાં તસવીરો પડાવી. જો કે, તેમના હાથમાં સામાન્ય બ્રીફકેસ નહિ પણ લાલ રંગની બેગમાં ટેબલેટ હતું. ડિજિટલ સ્વરૂપવાળા બજેટને પોતાની અંદર સમાવેલા આ લાલ કપડાની ઉપર સોનેરી રંગનો અશોક સ્તંભ પણ અંકિત હતો. રાષ્ટ્ર્પતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાત કર્યા પછી નાણામંત્રી સીધા સંસદ ભવન પહોંચ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર