ખેડૂતોને દિવાળી ભેટ, આટલા રુપિયા સસ્તુ થયું ખાતર, જાણો નવા ભાવ

ખેડૂતોને DAP ડીએપી સહિત તમામ પ્રકારના ખાતરો પર મોટી છૂટ આપવામાં આવી રહી છે. 11 ઑક્ટોબરથી ખાતરના નવા ભાવ અમલમાં આવ્યા છે. ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર યુ.એસ. અવસ્થી (U S Awasthi)એ આ જાહેરાત કરી છે.

News18 Gujarati
Updated: October 12, 2019, 3:14 PM IST
ખેડૂતોને દિવાળી ભેટ, આટલા રુપિયા સસ્તુ થયું ખાતર, જાણો નવા ભાવ
હવે આ હશે DAP-NPK ખાતરની કિંમત
News18 Gujarati
Updated: October 12, 2019, 3:14 PM IST
દેશનું સૌથી મોટી સહકારી મંડળ ઇફ્કોએ એક મોટી જાહેરાત કરી છે. ડીએપી સહિત તમામ પ્રકારના ખાતરો પર ખેડૂતોને મોટી છૂટ આપવામાં આવી રહી છે. 11 ઑક્ટોબરથી ખાતરના નવા ભાવ અમલમાં આવ્યા છે. ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર યુ.એસ. અવસ્થીએ આ જાહેરાત કરી છે. ખેડૂતોને મળનારી સબસિડીને કારણે કેન્દ્ર સરકારને 22 હજાર કરોડથી વધુનો ભાર સહન કરવો પડશે.

હવે આ હશે DAP-NPK ખાતરની કિંમત

>> મેનેજિંગ ડિરેક્ટર યુ.એસ. અવસ્થીએ જાહેરાત કરી છે કે હવે ડીએપી પર 50 રૂપિયા પ્રતિ કિલો (બોરી) ની છૂટ આપી છે. નવી કિંમત 1250 રૂપિયા થશે. પહેલા આ બોરી 1300 રૂપિયાના ભાવે ઉપલબ્ધ હતી.

>> આ સિવાય એનપીકે -1 કૉમ્પલેક્સની કિંમત હવે રૂપિયા 1250 થી ઘટાડીને 1200 કરવામાં આવી છે. બીજી તરફ, એનપીકે -2 ની કિંમત 1260 રૂપિયાથી ઘટાડીને 1210 કરવામાં આવી છે.
>> જો તમે એનપી કૉમ્પ્લેક્સની નવી કિંમત 950 રૂપિયા છે. પરંતુ આ તમામની વચ્ચે નીમ કોટેડ યુરીયાના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
>> તે જુના ભાવ પર જ 266.50 રુપિયા પ્રતિ 45 કિલોના દરે ઉપલબ્ધ રહેશે.
Loading...

આ પણ વાંચો: સોના-ચાંદીની નવી કિંમત જાહેર, અહીં ચેક કરો નવા ભાવDAP અને NPK ખાતર શું છે તે જાણો

ડીએપી શું છે- ડીએપીનું પૂરું નામ ડી એમોનિયમ ફોસ્ફેટ છે. આ ખાતરમાં ફોસ્ફરસની માત્રા અડધાથી વધુ છે. તેનો કેટલાક ભાગ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે કેટલાક ભાગ જમીનમાં ભળી જાય છે.
>> ડીએપી જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે તેને બરડ પણ બનાવે છે જે મૂળ ફેલાવવામાં મદદ કરે છે. જ્યારે મૂળ મજબૂત હોય છે, ત્યારે પાકમાં વધુ ફળ ઉત્પન્ન થાય છે.

આ પણ વાંચો: આ કંપની કરશે 2000 લોકોની ભરતી, કરી રહી છે રુ.150 કરોડનું રોકાણએનપીકે શું છે- એનપીકે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશિયમ સામેલ છે. આ ખાતરનું કામ છોડ અને ફળોને મજબૂત બનાવવાનું છે. આ ખાતરના ઉપયોગથી ફળોના પતનની સમસ્યા ઓછી થાય છે.
>> બંને ખાતરો દાણાદાર હોય છે, તેથી તેનો ઉપયોગ પાકની વાવણી સમયે જ થાય છે જેથી છોડની દાંડી મજબૂત બને અને મૂળ જમીનમાં વધુને વધુ ફેલાય.

 
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...