SBIની ઓનલાઇન બેન્કિંગ સર્વિસ ઠપ, પરંતુ ATM કરી રહી રહ્યા છે કામ

News18 Gujarati
Updated: October 13, 2020, 1:51 PM IST
SBIની ઓનલાઇન બેન્કિંગ સર્વિસ ઠપ, પરંતુ ATM કરી રહી રહ્યા છે કામ
એસબીઆઈએ ગ્રાહકોને ઉદ્દેશીને કહ્યું છે કે, સેવાઓ બપોર પહેલા ચાલુ કરી દેવામાં આવશે

એસબીઆઈએ ગ્રાહકોને ઉદ્દેશીને કહ્યું છે કે, સેવાઓ બપોર પહેલા ચાલુ કરી દેવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India- SBI)ની ઓનલાઇન બેન્કિંગ સર્વિસ (Online Banking Services) આજે ઠપ થઈ ગઈ છે. બેન્કે એક ટ્વીટમાં તેની જાણકારી આપી છે. જોકે ATM અને પીઓએસ મશીનો પ્રભાવિત નથી થયા. બેન્કે ટ્વીટમાં લખ્યું છે કે અમે અમારા ગ્રાહકોને અનુરોધ કરીએ છીએ કે તેઓ અમારો સાથ આપે. ટૂંક સમયમાં સામાન્ય સેવા ફરીથી શરૂ થઈ જશે.

બેન્કે જણાવ્યું કે કનેક્ટિવિટી ઇશ્યૂ (Connectivity Issue)ના કારણે ગ્રાહકોને ઓનલાઇન બેન્કિંગ સર્વિસિસ (Online Banking Services) યૂઝ કરવામાં મુશ્કેલી આવી રહી છે. પરંતુ તમે ATMથી રૂપિયા ઉપાડી શકો છો અને કાર્ડથી શોપિંગ કરી શકો છો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને કહ્યું કે, આ અસુવિધા માટે તેમને ખેદ છે અને ગ્રાહકો થોડો સહયોગ કરે.

આ પણ વાંચો, આવી ગઈ Hero MotoCorpની નવી બાઇક Glamour Blaze, જાણો કિંમત અને ફીચર્સ વિશે...SBIએ આગળ કહ્યું કે સેવાઓ બપોર પહેલા ચાલુ કરી દેવામાં આવશે. અનેક એસબીઆઈ ગ્રાહકો (SBI Costumers)એ ગ્લિચ વિશે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર સૂચિત કર્યા છે. SBIની YONO એપ ઉપયોગકર્તા પણ એપના માધ્યમથી પોતાના એન્કાઉન્ટને યૂઝ કરવામાં અસમર્થ છે.

એક યૂઝરે ટ્વીટર પર લખ્યું છે કે બેન્કને ટ્વીટર પર પોસ્ટ કરવાને બદલે આ અગત્યની નોટીસ તમામ ગ્રાહકોને એસએમએસ (SMS)ના માધ્યમથી મોકલવી જોઈતી હતી.

આ પણ વાંચો, Gold Price: 3 દિવસ બાદ સસ્તું થયું સોનું, અત્યાર સુધી કિંમતમાં આવી ચૂક્યો છે 5374 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો

એક અન્ય ગ્રાહકે જણાવ્યું કે, તેઓ ઓનલાઇન બેન્કિંગ વેબસાઇટ (Online Banking Website) અને યૂપીઆઈ (UPI)નો ઉપયોગ કાલથી જ નથી કરી શકતા. કાલથી જ એસબીઆઈ યૂઝર્સ (SBI Users)ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધનીય છે કે, એસબીઆઈ (SBI)ની ઉપસ્થિતિ 30થી વધુ દેશોમાં છે. SBIના 6.6 કરોડથી વધુ ગ્રાહકો મોબાઇલ બેન્કિંગ (Mobile Banking) અને ATMની સુવિધાનો ઉપયોગ કરે છે.
Published by: Mrunal Bhojak
First published: October 13, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading