એલર્ટઃ ATMથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ! હવે રૂપિયા ઉપાડતી વખતે કરો આ કામ

News18 Gujarati
Updated: April 24, 2020, 3:54 PM IST
એલર્ટઃ ATMથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ! હવે રૂપિયા ઉપાડતી વખતે કરો આ કામ
કોન્ટેક્ટ લેસ એટીએમ મશીનની જાણકારી આપતા એજીએસ ટ્રાંજેસ્ટના સીટીઓ મહેશ પટેલ (AGS Transact CTO Mahesh Patel) ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે ક્યૂ આર કોડ દ્વારા કેશ નીકાળવું (QR code-based withdrawal) સરળ અને સલામત છે. સાથે જ તે કાર્ડની ક્લોનિંગનો પણ ખતરો નહીં રહે. તેમણે જણાવ્યું કે આ એક ફાસ્ટ સર્વિસ પણ છે. જેથી તમે ખાલી 25 સેકન્ડમાં કેશ નીકાળી શકશો.

વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન ATMમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ કોરોના પોઝિટિવ, રાખો 9 બાબતોની તકેદારી

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારી (Pandemic)ને લઈ એક મોટો કેસ સામે આવ્યો છે. વડોદરા (Vadodara)માં 3 આર્મી જવાન કોરોના સંક્રમિત થઈ ગયા છે. જવાનોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે જવાનોએ એક એટીએમ (ATM)માંથી રૂપિયા ઉપાડયા હતા. એક જ દિવસે ત્રણેય જવાનોએ અહીંથી જ રૂપિયા ઉપાડ્યા હતા. એવી આશંકા છે કે ત્રણ જવાન એટીએમના કારણે જ સંક્રમિત થયા છે. જવાનોના સંપર્કમાં આવેલા 28 લોકોનો ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા બાદ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.

તેને ધ્યાને લઈ ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA)એ હાલમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જીની મદદથી બેંક કર્મચારી અને ખાતાધારક આ ઝડપથી સંક્રમિત થવાની બીમારીથી સુરક્ષિત રહી શકે છે.

આ પણ વાંચો, વડોદરામાં આર્મીના 3 તાલીમાર્થી જવાન પોઝિટિવ, ATMમાંથી પૈસા ઉપાડ્યા બાદ તબિયત લથડી હતી

પોતાની ભલામણોમાં IBAએ ખાતાધારકોને કહ્યું કે તેઓ બેંકની શાખાઓમાં જવાનું ટાળે એન ઘરેથી જ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગ કરે. જોકે, SBI સહિત અનેક બેંકોએ કેટલીક સેફ્ટી ટિપ્સ જાહેર કરી છે. આવો જાણીએ...

SBIની ATMને લઈને સેફ્ટી ટિપ્સ

(1) બેંકના ATMના રૂમમાં કોઈ વ્યક્તિ પહેલાથી હાજર છે અને તે પહેલાથી ATMનો ઉપયોગ કરી રહ્યો છે તો થોડી રાહ જુઓ.(2) ATMમાં જતાં પહેલા સેનેટાઇઝરનો ઉપયોગ કરો. તેનો હંમેશા ઉપયોગ કરવો જરૂરી છે. ATM રૂમમાં અલગ-અલગ સ્થળે અડવાનું ટાળો.

(3) જો તમને ફ્લૂ છે તો ATMનો ઉપયોગ ન કરો.

(4) ATMની લાઇનમાં ઊભા રહેવા દરમિયાન અચાનક છીંક આવે છે તો પોતાના મોંને રૂમાલ કે ટિશ્યૂથી ઢાંકો.

(5) ઉપયોગમાં લેવાયેલા ટિશ્યૂ કે માસ્કને ATMના રૂમમાં ન ફેંકો.

આ પણ વાંચો, વૈજ્ઞાનિકોનો દાવોઃ સૂર્યના કિરણોથી થોડીક મિનિટમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ

(6) જો તમે ક્યાંય પણ સ્પર્શ કરો છો તો તાત્કાલિક સેનેટાઇઝરથી હાથને સાફ કરો.

(7) ATM લાઇનમાં ઊભા રહો ત્યારે પોતાના ચહેરા, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો. લાઇનમાં ઊભેલા લોકોની એક મીટરનું અંતર રાખો.

(8) ATM ચેમ્બરમાં જો ભૂલથી કોઈ જગ્યાએ સ્પર્શ થયો છે તો તાત્કાલિક વાઇપ્સ અને સેનેટાઇઝરથી હાથ સાફ કરો.

(9) ઓનલાઇન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરો. SBIના ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે YONO, INB, BHIM SBIનો ઉપયોગ કરો.

આ પણ વાંચો, અક્ષય તૃતીયાઃ જાણી લો સોનું ખરીદવા-વેચવાનો નવો નિયમ, નહીં માનનારને થશે જેલ

 
First published: April 24, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading