Home /News /business /BUDGET: બજેટ અગાઉ મોદી સરકારની દેશવાસીઓને ભેટ! આ રીતે ખર્ચ કરશો તો પાછા મળશે રૂપિયા! 2600 કરોડની સ્કીમ
BUDGET: બજેટ અગાઉ મોદી સરકારની દેશવાસીઓને ભેટ! આ રીતે ખર્ચ કરશો તો પાછા મળશે રૂપિયા! 2600 કરોડની સ્કીમ
upi pm modi
RUPAY AND BHIM UPI: કેન્દ્ર સરકારે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 2600 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. BHIM UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર પ્રોત્સાહન આપવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 2600 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી હતી. આ અંતર્ગત યુઝર્સને ભીમ UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા નાના ખર્ચના વ્યવહારો પર નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોત્સાહન બેંક દ્વારા આપવામાં આવશે. તમે તેને કેશબેક તરીકે ગણી શકો છો. યોજના હેઠળ, બેંકોને વર્તમાન નાણાકીય વર્ષમાં RuPay અને UPI નો ઉપયોગ કરીને 'પોઈન્ટ ઓફ સેલ' (PoS) પેમેન્ટ મશીનો અને ઈ-કોમર્સ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે.
RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI ને પ્રોત્સાહન
આ યોજના એક મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે. આ અંગે એક સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું હતું કે, "કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI દ્વારા દેશના સમાન્ય વ્યક્તિઓ અને વેપારીઓ વચ્ચે નાની રકમના વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાને મંજૂરી આપી છે." ઓછા ખર્ચે અને ઉપયોગમાં સરળ UPI લાઇટ અને UPI 123 પેને પણ યોજના હેઠળ પ્રમોટ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે રૂપે કાર્ડ દ્વારા ડિજિટલ પેમેન્ટ પર 0.4 ટકાનું ઇન્સેંટિવ આપવામાં આવશે . તો બીજી તરફBHIM UPI દ્વારા રૂ. 2000 થી નીચેના ટ્રાન્ઝેક્શન પર 0.25 ટકા પ્રોત્સાહન આપવામાં આવશે. આ સિવાય જો તમે BHIM UPI માંથી ઈન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, જ્વેલરી અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જેવી પ્રોડક્ટ્સ અને સેવાઓ ખરીદો તો તમને 0.15 ટકાનું ઈન્સેન્ટિવ મળશે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં યુપીઆઈ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન 12 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયા હતા. આ મહિને UPI દ્વારા 730 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. જે આપણા દેશની જીડીપીના 54 ટકાની આસપાસની રકમ છે. નવેમ્બરમાં કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય રૂ. 11.9 લાખ કરોડ હતું.
" isDesktop="true" id="1318235" >
વર્ષ 2022માં UPI દ્વારા 7404 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 125 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. તેમણે કહ્યું હતું કે તેને વધુ વધારવા માટે 2600 કરોડના પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉ 2021માં પણ આ ભીમ UPI અને Rupay ક્રેડિટ કાર્ડને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવની જાહેરાત કરવામાં આવી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર