કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (BPCL-Bharat Petroleum Corporation Limited)માં પોતાની ભાગીદારી (સરકાર પાસે BPCLમાં કુલ 52.98 ટકા ભાગ છે) વેચવા જઇ રહ્યો છે. ખાનગીકરણ પહેલા કંપનીએ મોટી જાહેરાત કરી છે. અને કર્મચારીઓને માર્કેટ રેટ મુજબ એક તૃતાંશ ભાવ પર ઇસૉપ્સ એટલે કે એમ્પલાઇ સ્ટોક ઓપશન (ESOP-Employee Stock Ownership Plan) આપવાની રજૂઆત કરી છે. બીપીસીએલ બોર્ડ આ પ્રસ્તાવ પર મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે બીપીસીએલમાં કુલ 20,000 કર્ચમારી કામ કરે છે.
તમને જણાવી દઇએ કે ગત મહિને બીપીસીએલે પોતાના કર્મચારીઓને વીઆરએસ (VRS) આપવાની રજૂઆત કરી હતી. આ યોજના તે કર્મચારીઓ માટે હતી જે વિભિન્ન વ્યક્તિગત કારણોથી કંપનીમાં સેવા ચાલુ રાખવાની સ્થિતિમાં નથી. તે કર્મચારી વીઆરએસ માટે 15 ઓગસ્ટ સુધી આવેદન આપી શકે છે.
એમ્પલાઇ સ્ટોક ઓપશનથી કેવી રીતે થશે ફાયદો? આ મામલે જાણકારોએ જણાવ્યું કે કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવેલા એક લાભ હેઠળ આને રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીઓની પાસે કંપનીના શેર ઓછામાં ઓછી કે ફિક્સ ભાવે ખરીદવાની તક હશે. ઉદાહરણ તરીકે 4 સપ્ટેમ્બરે બીપીસીએલના શેર 404 રૂપિયાના ભાવે બંધ થયા અને અહીંથી ઓછી કિંમતે આ શેર ખરીદવાની તક છે. શેરમાં તેજી આવતા તેને વેચીને મોટો નફો કમાઇ શકાય છે.
જો કે આ સુવિધા કેટલાક ખાસ કર્મચારીઓને જ આપવામાં આવે છે. આ હેઠળ કર્મચારીઓને એક વિશેષ સમયવિધિની અંદર કપનીના શેપની કેટલાક ટકા ભાગીદારી ખરીદવાની તક મળે છે.
" isDesktop="true" id="1021915" >
બીપીસીએલની પાસે દેશમાં ચાર રિફાઇનરી છે. જેની કુલ ક્ષમતા 3.83 કરોડ ટન છે. કંપની પાસે 15,177 પેટ્રોલ પંપ અને 6,011 એલપીજી વિતરક એજન્સીઓ છે સરકારને આ વિનિવેશથી લગભગ 60 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે. BPCLનું અધિગ્રહણ કરનાર ખરીદારને દેશના 14 ટકા કાચા તેલ શોધન ક્ષમતા અને આશરે 25 ટકા ઇંધણ માર્કેટિંગ માળખું ઉપલબ્ધ થશે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર