Home /News /business /Network18 Sanjeevani Telethon: કૃષ્ણા એલાએ બૂસ્ટર ડોઝનું કર્યું સમર્થન, પૂનાવાલાએ કહ્યું- મ્યૂટેડ વેરિએન્ટ પર કામ કરે છે વેક્સીન

Network18 Sanjeevani Telethon: કૃષ્ણા એલાએ બૂસ્ટર ડોઝનું કર્યું સમર્થન, પૂનાવાલાએ કહ્યું- મ્યૂટેડ વેરિએન્ટ પર કામ કરે છે વેક્સીન

વેક્સીનેશન કેમ્પેઇનની અભૂતપૂર્વ ઉપલબ્ધિઓની ઉજવણી મનાવવા માટે નેટવર્ક 18એ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું

‘Sanjeevani – A Shot Of Life’ - વેક્સીન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના (Serum Institute of India)સીઇઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) ભારતમાં કોવિડ-19 વેકસીનેશન ડ્રાઇવ દરમિયાન કંપનીએ સામનો કરેલા પડકારો વિશે વાત કરી

વધુ જુઓ ...
નવી દિલ્હી : નેટવર્ક 18એ (Network18)કોવિડ-19 વેક્સીનેશન વિશે જાગરુકતા વધારવા માટે 7 એપ્રિલ 2021ના રોજ ‘Sanjeevani – A Shot Of Life’(સંજીવની-એ શોટ ઓફ લાઇફ) અભિયાન શરૂ કર્યું હતું. વેક્સીનેશન કેમ્પેઇનની અભૂતપૂર્વ ઉપલબ્ધિઓની ઉજવણી મનાવવા માટે નેટવર્ક 18એ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વેક્સીન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના (Serum Institute of India)સીઇઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) ભારતમાં કોવિડ-19 વેકસીનેશન ડ્રાઇવ દરમિયાન કંપનીએ સામનો કરેલા પડકારો વિશે વાત કરી હતી. જ્યારે વેક્સીન નિર્માતા ભારત બાયોટેકના (Bharat Biotech)ચેરમેન અને એમડી ડો. કૃષ્ણ એલાએ (Krishna Ella)જણાવ્યું કે કોઇએ મ્યૂટેડ વેરિએન્ટ ઓમિક્રોનથી (Omicron)ડરવું જોઈએ નહીં.

વેક્સીનેશન કેમ્પેઇનની અભૂતપૂર્વ ઉપલબ્ધિઓની ઉજવણી મનવવા માટે નેટવર્ક 18ના સંજીવની ટેલિથોન કાર્યક્રમમાં અદાર પૂનાવાલાએ કહ્યું કે 2020ના પ્રથમ દિવસથી અમારી યાત્રાને ફોલો કરવામાં આવી રહી છે, જ્યારે સંગઠને કોવિડ-19 વેક્સીનના પ્રોડક્શન માટે ઓક્સફોર્ડ અને પછી એસ્ટ્રોજેનેકા સાથે પાર્ટનરશિપ કરી હતી. અમે ઘણા પડકારોનો સામનો કર્યો, જેમાં યોગ્ય પાર્ટનર, મૂડી, રિસ્ક પર મેન્યુફેક્ચરિંગ, સમય પહેલા આ સુવિધાઓનું નિર્માણ અને પછી કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન પ્રોડક્શનમાં ઝડપ લાવવી સામેલ છે. આ એક જબરજસ્ત યાત્રા રહી છે.



પૂનાવાલાએ તે અફવાઓ વિશે પણ વાત કરી કે વેક્સીન કોવિડ-19ના ભારે મ્યૂટેડ વેરિએન્ટ પર કામ કરવામાં નિષ્ફળ રહેશે. તેમણે કહ્યું કે હાલ વિશ્વાસ કરવાનું કોઇ કારણ નથી, ખબર નથી કે લોકો સમય પહેલા નિવેદન આપે છે. આ ભય અને ડરનું કારણ બને છે. આજની વેક્સીન વેરિએન્ટ સામે કામ કરે છે, તેણે ડેલ્ટા સામે કામ કર્યું છે. અમને 81% એફિકૈસી મળી, અમારે હવે નવા વેરિએન્ટ વિશે વાત કરવા માટે ડેટાની પ્રતિક્ષા કરવાની જરૂર છે. ઘણી બધી કંપનીઓ ઓમિક્રોન-સ્પેસિફિક વેક્સીન પર કામ કરી રહી છે. જો જરૂર પડી તો અમે તેને બૂસ્ટર શોટના રૂપમાં પણ લોન્ચ કરીશું.



કૃષ્ણા એલ્લાએ કહ્યું કે તેમની ટીમ કોવેક્સિનને બધા પ્રકારના વેરિએન્ટ સામે લડવામાં સક્ષમ બનાવવાની પ્રક્રિયામાં છે. આ બધા વાયરસ મ્યૂટેડ થશે અને મ્યૂટેડ થવા માટે બાધ્ય થશે. જ્યારે એક વાયરસમાં આટલા બધા મ્યૂટેશન થાય છે તો વાયરસના જિવિત રહેવાની ફિટનેસ ઓછી થઇ જાય છે. જે અંતત માણસો માટે સારી થઇ જાય છે. આ ઓછો રોગજનક થઇ રહ્યો છે.
First published:

Tags: Adar Poonawalla, Bharat Biotech, ઓમિક્રોન