Home /News /business /ભારત બાયોટેકને લાગ્યો કરોડો ડોલરનો ઝટકો! વેક્સીન ડીલ પર રોક લગાવશે બ્રાઝીલ, જાણો કારણ

ભારત બાયોટેકને લાગ્યો કરોડો ડોલરનો ઝટકો! વેક્સીન ડીલ પર રોક લગાવશે બ્રાઝીલ, જાણો કારણ

પ્રતિકાત્મક તસવીર

આ વાતની જાણકારી મંગળવારે બ્રાઝિલના સ્વાસ્થ્યમંત્રી માર્સેલો કિરોગાએ આપી છે. જોકે, બોલસોનારોએ અનિયમિતતાના દાવાને ફગાવ્યો હતો.

    ભારત બાયોટેકને બ્રાઝિલ સાથે થયેલી 32.4 કરોડની વેક્સીન ડીલ પર મોટો ઝટકો લાગી શકે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો પર લાગેલા અનિયમિતતાના આરોપો બાદ બ્રાઝીલે કોન્ટ્રાકટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી મંગળવારે બ્રાઝિલના સ્વાસ્થ્યમંત્રી માર્સેલો કિરોગાએ આપી છે. જોકે, બોલસોનારોએ અનિયમિતતાના દાવાને ફગાવ્યો હતો.

    સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, વ્હીસલબ્લોર્સે રાષ્ટ્રપતિ પર સાર્વજનિક રીતે અનિયમિતતાના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદથી જ કોવેક્સિનના બે કરોડ ડોઝની આ ડીલ બોલસોનારો માટે માથાનો દુખાવો બની છે. એજન્સીએ સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીના હવાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોતાની ચિંતાઓ બાબતે સાવધાન કર્યા હતા.

    એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રી કિરોગાએ કહ્યું કે, તેમની ટીમ સસ્પેનશન દરમિયાન આરોપોની તપાસ કરશે. મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'સીજિયુના શરૂઆતી વિશ્લેષણ અનુસાર, કોન્ટ્રાકટમાં કોઈપણ અનિયમિતતા નથી. જોકે, અનુપાલન માટે સ્વાસ્થ્ય મંત્રાલયે કોન્ટ્રાકટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.' આ પહેલા સીએનએન બ્રાઝીલે જાણકારી આપી હતી કે મંત્રાલયે આ કોન્ટ્રાકટ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

    Photos: મંદિરા બેદીના પતિ રાજ કૌશલનાં અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્લ

    હવે બ્રાઝિલમાં વધતી કિંમતો, જલ્દી વાટાઘાટ અને નિયામકોની તરફથી અટકેલી મંજૂરીઓનો હવાલો આપતાં આ દેણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકારના મહામારી સામે લડવાની રીતોની તપાસમાં જોડાયેલ સિનેટ પેનલ પણ આ કેસની તપાસ કરી રહ્યું છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ બોલસોનારો વિરુદ્ધ વિપક્ષી સેનેટરે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અપરાધીક ફરિયાદ દાખલ કરાવી છે.

    આજે ધો.10નું પરિણામ માત્ર આગામી પ્રવેશ માટે મળશે, માર્કશીટની હાર્ડકોપી જુલાઇમાં અપાશે
    " isDesktop="true" id="1109657" >



    સેનેટર રેન્ડોલ્ફ રોડ્રિગેજે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે કોર્ટ આ ગંભીર આરોપોની તપાસ કરે. તેમણે કહ્યું હતું કે, બોલ્સોનારોએ "આરોગ્ય મંત્રાલયમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે માહિતી મેળવ્યા પછી કેમ કોઈ પગલું ભર્યું ન હતું તે પણ કોર્ટે શોધવું જોઈએ." બોલસોનારો સરકાર પહેલાથી જ કોરોનાને કારણે થયેલા લાખો મૃત્યુને કારણે દેશમાં ટીકાઓનો સામનો કરી રહી છે.
    First published:

    Tags: Bharat Biotech, Brazil, Covid 19 vaccine

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો