Home /News /business /Bharat Bandh: 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર
Bharat Bandh: 28-29 માર્ચે રહેશે ભારત બંધ, 7 પોઇન્ટમાં જાણો તમારા પર શું થશે અસર
કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના (central trade unions)એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની (Bharat Bandh)જાહેરાત કરી (પ્રતિકાત્મક તસવીર)
Bharat Bandh news : રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે. સાત પોઇન્ટમાં જાણો ભારત બંધની તમારા જીવન પર શું અસર પડી શકે છે
નવી દિલ્હી : કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના (central trade unions)એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની (Bharat Bandh)જાહેરાત કરી છે. ભારત બંધનું આહવાન મોદી સરકારની તે નીતિયો સામે કરવામાં આવી રહ્યું છે જેમાં કર્મચારી, ખેડૂત અને સામાન્ય જનતા પ્રભાવિત થઇ રહી છે. અખિલ ભારતીય બેંક કર્મચારી એસોસિયેશને (All India Bank Employees Association) ફેસબુક પર લખ્યું કે બેંકિંગ સેન્ટર પણ આ હડતાળમાં સામેલ થશે.
ઘણા રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા કર્યા પછી યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિયો સામે બે દિવસના હડતાળની જાહેરાત કરી છે. જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વિજળી વિભાગના કર્મયારીઓ પણ સામેલ થઇ શકે છે. સાત પોઇન્ટમાં જાણો ભારત બંધની તમારા જીવન પર શું અસર પડી શકે છે.
સાત પોઇન્ટમાં જાણો હડતાળની કહાની
1. કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે 22 માર્ચ 2022ના રોજ દિલ્હીમાં એક બેઠક કરી હતી. જેમાં વિભિન્ન રાજ્યો અને સેક્ટરમાં 28-29 માર્ચ 2022ના રોજ બે દિવસીય અખિલ ભારતીય હડતાળની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સરકારની નીતિયો સામાન્ય જનતા, મજૂર અને ખેડૂત વિરોધી છે.
2. નિવેદનમાં કહેવામાં આવ્યું કે એસ્મા (હરિયાણા અને ચંદીગઢ) લાગવાની આશંકાઓ વચ્ચે રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી કર્મચારીઓએ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
3. બેંકિંગ અને ઇન્શ્યોરન્સ સહિત ફાઇનેંશિયલ સેક્ટર પણ આ હડતાળનું સમર્થ કરી રહ્યા છે.
4. કોલસા, સ્ટીલ, તેલ, ટેલિકોમ, પોસ્ટલ, ઇન્કમ ટેક્સ, તાંબા, બેંક, વીમા જેવા ક્ષેત્રોમાં પણ યૂનિયનોને હડતાળમાં સામેલ થવાની અપીલ કરવામાં આવી છે.
5. રેલવે અને રક્ષા ક્ષેત્ર યૂનિયનો દેશભરમાં સેંકડો સ્થાન પર હડતાળના સમર્થનમાં ભારત બંધ કરશે.
6. એસબીઆઈનું કહેવું છે કે હડતાળના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઇ શકે છે. જોકે પોતાની શાખાઓ અને ઓફિસમાં સામાન્ય કામ સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક કામ પ્રભાવિત થઇ શકે છે.
7. સાર્વજનિક ક્ષેત્રના બેંકોના ખાનગીકરણના સરકારના નિર્ણય અને બેંકિંગ કાનૂન સંશોધન વિધેયક-2021ના વિરોધમાં હડતાળ કરવામાં આવી રહી છે.
કર્મચારીઓને ડ્યૂટી પર રિપોર્ટ કરવો જરૂરી
ભારત બંધમાં ઇટક, એઆઈટીયૂસી, એચએમએસ, સીટૂ, એઆઈયૂટીયૂસી, સેવા, એઆઈસીસીટીયૂ, એલપીએફ અને યૂટીએસ જેવા ટ્રેડ યૂનિયનો સામેલ થશે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું છે કે ભારત બંધ દરમિયાન બધી ઓફિસો ખુલી રહેશે. કર્મચારીઓને ડ્યૂટી માટે રિપોર્ટ કરવો જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર