Home /News /business /car insurance : જો તમારી કાર પૂરમાં ડૂબી ગઈ છે, તો જાણો કેવી રીતે મળશે ઈન્સ્યોરન્સનો લાભ

car insurance : જો તમારી કાર પૂરમાં ડૂબી ગઈ છે, તો જાણો કેવી રીતે મળશે ઈન્સ્યોરન્સનો લાભ

કાર ઈન્સ્યોરન્સ

car insurance benefits: પૂરના કિસ્સામાં વાહનને નુકસાન થાય, તો તમે એન્જિન પ્રોટેક્ટર એડ-ઓન વીમો કરાવી શકો છો. આ પ્રકારના ઈન્સ્યોરન્સનો ફાયદો એ છે કે પૂરમાં વાહનને થતા કોઈપણ નુકસાન પર લાભ મેળવી શકાય છે.

હાલ વરસાદનો માહોલ દેશભરમાં છવાઈ ગયો છે, આ ઋતુમાં દર વર્ષે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ ઉભી થાય છે. આવા સમયે વાહનને ખુબ નુકસાન થાય છે. માલિકો માટે આ સમય ખૂબ મુશ્કેલીભર્યો બની શકે છે. જો તેમણે વાહનનો વીમો (vehicle insurance) કઢાવ્યો હોય તો, પણ ઘણા કિસ્સામાં ખબર નથી હોતી કે પૂરમાં તેમના વાહનને નુકસાન થાય તો શું કરવું? મોટાભાગની વીમા કંપનીઓ આવી કુદરતી આફતોને કારણે થતા નુકસાનને કવર(claim insurance) નથી કરતી. વાહનનો વીમો તેમને કઈ રીતે મદદ કરશે. તમને અહીં જણા રહ્યા છીએ કે કઈ રીતે અને કાયા પ્રકારનો કાર ઈન્સ્યોરન્સ તમને આ સમયમાં મદદ કરી શકે છે.

એન્જિન પ્રોટેક્ટર એડ-ઓન વીમો શું છે:
એન્જિનમાં પાણીથી થયેલા બધાજ નુકસાનને કવર કરે છે
રીપેરીંગ ખર્ચનો વીમો આપે છે
એડ-ઓન વીમા સાથે, અકસ્માત સિવાય વાહનને થતા કોઈપણ પ્રકારના નુકસાન સામે વીમાનો ક્લેઇમ કરી શકાય છે
ઈલેક્ટ્રોનિક સર્કિટ સામે પણ ઈન્સ્યોરન્સ રક્ષણ પૂરું પાડે છે
ઓટો પાર્ટ્સ સંબંધિત કોઈપણ નુકસાન સામે ક્લેઇમ પૂરું પડે છે.

બે પ્રકારના નુકસાન માટે કાર ઈન્સ્યોરન્સ લઇ શકો છો:

એન્જિન નુકસાન અને વાહનના અન્ય પાર્ટ્સ માટે
જો પાણીના કારણે કારનું એન્જીન સંપૂર્ણપણે બગડી જાય તો કુલ ખર્ચ 1 થી 2 લાખ રૂપિયા થશે. તેવી જ રીતે, મોટરના અન્ય ભાગોને રિપૅર કરાવવામાં તેના કરતા ઘણો વધુ ખર્ચ થઈ શકે છે. એડ-ઓન વીમો તમને એન્જિનના બગાડવાંથી લઈને કારના પાર્ટ્સનું નુકસાન થવાના તમામ પ્રકારના કિસ્સામાં નુકસાનને કવર કરવામાં મદદ કરે છે.

એડ-ઓન ઈન્સ્યોરન્સના ફાયદા:
ઝીરો ડેપ્રિસિએશન(ઘટાડો) : વાહનને થયેલા નુકસાનમાં, તમે કોઈપણ રકમ ઘટાડયા વગર સંપૂર્ણ રકમનો દાવો કરી શકો છો.
એન્જિન પ્રોટેક્ટર અને ઈલેક્ટ્રોનિક સર્કિટ કવરઃ વરસાદની ઋતુમાં વાહન ચલાવતા કે પાર્ક કરેલા વાહનમાં પણ એન્જિનને ગંભીર નુકસાન થઈ શકે છે. આવી પરીસ્થિતિમાં એન્જિન પ્રોટેક્ટર સર્વિસ ઈન્સ્યોરન્સની મદદથી વરસાદ સામેના નુકસાનનો લાભ મળે છે. આ વીમો ખાસ કરીને પૂરથી પ્રભાવિત સ્થળોએ ઉપયોગી રહે.

આ પણ વાંચોઃ-ઓનલાઈન કરતા ઓફલાઇન ફૂડ સસ્તું? યુઝરે Zomatoનું બિલ શેર કરી પર્દાફાશ કર્યો

ક્વિક રોડ સાઇડ અસિસ્ટન્સ:
પૂર પ્રભાવિત વિસ્તારોમાં ઘણીવાર ડ્રાઇવિંગ કરતી વખતે અચાન ટાયર અથવા એન્જિનમાં પ્રોબ્લમ આવવાની શક્યતા રહેલી છે, આવી સ્થિતિમાં, ક્વિક રોડ સાઇડ અસિસ્ટન્સ કવર, તમને ઘણી સગવડ પૂરી પાડે છે, જેમ કે ઓન-રોડ ડેમેજ રિપેરિંગ.
તે તમને નજીકના ગેરેજમાં તમારા બગડેલા વાહનને ઝડપથી રીપેર કરવાની સુવિધા આપે છે.

આ પણ વાંચોઃ-Business Idea : મસાલા પેકિંગ યૂનિટથી ધરે બેઠા કરી શકશો બંપર કમાણી, જાણો કઈ રીતે કરી શકાય શરૂ

ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો:
જ્યારે વરસાદ પડતો હોય ત્યારે હંમેશા પહેલા કે બીજા ગિયરમાં વાહન ચલાવો
ક્લચનો ઉપયોગ કર્યા વિના એન્જિનની સ્પીડ (rpm) વધારો
જો કાર વરસાદમાં ફસાઈ જાય તો ક્યારેય એન્જીન ચાલુ ન કરો.
બને તેટલી વહેલી તકે બેટરીને ડિસ્કનેક્ટ કરો
જો વરસાદનુ પાણી વાહનની અંદર જાય તો ક્યારેય ઇગ્નીશન બંધ કરશો નહીં. આમ કરવાથી ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે, જેના કારણે તમને અને વાહન બંનેને નુકસાન થઈ શકે છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં નીકળવા પહેલાં તમારી કારની બ્રેક્સ તપાસો.
જો શક્ય હોય તો, ભારે લોખંડના સાધનો અથવા હથોડી જેવી વસ્તુ તમારી સાથે રાખો, જેથી જરૂર પડ્યે કાચ તોડી શકાય.
First published:

Tags: Car Insurance, Free Insurance, Heavy rain