Home /News /business /

Gold loan: શું તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો હાલનો સમય છે ઉત્તમ

Gold loan: શું તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો હાલનો સમય છે ઉત્તમ

ગોલ્ડ લોન

Gold Loan: નિષ્ણાતો જણાવે છે કે, કોઈ વ્યક્તિ ટૂંકા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે ગોલ્ડ લોન લઈ રહ્યો હોય તો લોન લેવાનો આ સારો સમય હોઇ શકે છે.

નવી દિલ્હી: ભારતમાં લોકો દ્વારા સોનાને માત્ર શણગાર માટે જ નહીં, પરંતુ રોકાણ અને બચતના વિકલ્પ (Gold As a Saving Option) તરીકે પણ વધુ મહત્વ આપવામાં આવે છે. ગોલ્ડ લોનથી (Gold Loan) લોકોને રોકડની તંગી (cash crunch) અથવા નાણાકીય તણાવ (financial stress) દરમિયાન મદદ મળી છે. ભારતમાં ગોલ્ડ લોન લેવી ખૂબ સરળ (Gold Loan in india) છે. કોઈપણ આર્થિક સહાય મેળવવા માટે તેમના સોનાના ઘરેણા પર લોન લઈ શકે છે.

ગોલ્ડ લોન લેવા માટે યોગ્ય સમય


કેટલીક બેંકો દ્વારા ગોલ્ડ લોન પરના વ્યાજ દર ઓછા છે તે જોતા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતવાળા લોકો માટે ગોલ્ડ લોન લેવાનો સારો સમય સાબિત થઇ શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે આ સમયે લોન લેવી સારી અથવા ખરાબ હોઈ શકે છે, આ બાબત તમે કઇ વસ્તુના આધારે લોન લઇ રહ્યા છો તેના પર નિર્ભર હોઇ શકે છે. જો કોઈ વ્યક્તિ તેની આવક ખતરામાં હોય ત્યારે વપરાશની જરૂરિયાતોને ફાઇનાન્સ કરવા માટે લોન લેવા માટે સોનું ગીરવે મૂકે છે, તો લોન લેવી એ સારો વિચાર ન ગણાય. જો વ્યક્તિ ગોલ્ડ લોન ચૂકવી ન શકે તો ફાઇનાન્સર ગીરવે મૂકેલું સોનું વેચી શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે, કોઈ વ્યક્તિ ટૂંકા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે ગોલ્ડ લોન લઈ રહ્યો હોય તો લોન લેવાનો આ સારો સમય હોઇ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસે એક નિષ્ણાતના માધ્યમથી જણાવ્યું હતું કે, પેમેન્ટ સાઇકલમાં વધારો કરીને ગાડું ચાલતા અને થોડા મહિનાનો ખાડો પુરવા માંગતા નાના બિઝનેસમેન લોન લેવા માંગે તો તે ખરાબ વિચાર નથી.

હાઇ LTV


ગોલ્ડ લોન પરની રકમ કોલેટરલ તરીકે જમા થયેલા સોનાના મૂલ્ય પર આધારિત છે. હાલમાં એનબીએફસી 60 ટકા સુધીની લોન ટુ વેલ્યુ (એલટીવી) આપે છે, જ્યારે બેન્કો 75 ટકા એલટીવી ઓફર કરે છે. એટલે કે, જો સોનાની કિંમત 1 લાખ રૂપિયા છે, તો તે વ્યક્તિને 75,000 રૂપિયાની લોનની રકમ મળી શકે છે.

સોનાના ભાવમાં ઉછાળો


ભારતમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ હાલ 52,595 રૂપિયા છે. ઉચા ભાવો ગીરવે મૂકેલા સોનાના ઊંચા મૂલ્યમાં અને ધીરનાર પાસેથી લોનની ઉંચી રકમમાં ટ્રાન્સ્લેટ કરી શકે છે.

ગોલ્ડ લોન પર વ્યાજદર


સંખ્યાબંધ બેંકો વાર્ષિક વ્યાજ દર 8 ટકાથી નીચે ગોલ્ડ લોન આપી રહી છે. બેંક ઓફ મહારાષ્ટ્ર મહા ગોલ્ડ નામની ગોલ્ડ લોન યોજના આપે છે જે વાર્ષિક 7 ટકાના વ્યાજ દરે આવે છે. ગ્રાહકો વધુમાં વધુ 5 લાખ રૂપિયાની લોન અને 20,000 રૂપિયાની ન્યૂનતમ લોન મેળવી શકે છે. ચુકવણીનો મહત્તમ સમયગાળો 12 મહિના સુધીનો છે.

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા


એ જ રીતે, ભારતીય સ્ટેટ બેંક (SBI) વાર્ષિક 7.50 ટકાના વ્યાજ દરે બે ગોલ્ડ લોન આપે છે. તે એસબીઆઈ પર્સનલ ગોલ્ડ લોન અને એસબીઆઈ રિયલ્ટી ગોલ્ડ લોન ઓફર કરે છે. આ યોજનાઓ હેઠળ લોનની મહત્તમ રકમ 50 લાખ રૂપિયા છે, જ્યારે લોનની લઘુત્તમ રકમ 20,000 રૂપિયા છે. લોન 12થી 36 મહિનાની અંદર ચૂકવી શકાય છે.

કેનરા બેંક


કેનેરા બેંકની ત્રણ ગોલ્ડ લોન સ્વર્ણ ગોલ્ડ લોન સ્કીમ, એગ્રીકલ્ચરલ ગોલ્ડ લોન સ્કીમ અને એમએસએમઈ ગોલ્ડ લોન સ્કીમ એમ સ્કીમ છે. આ લોનનો વ્યાજ દર વાર્ષિક 7.35થી 7.65 ટકાની વચ્ચે છે. આ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ લોનની મહત્તમ રકમ 35 લાખ રૂપિયા છે, જ્યારે ન્યૂનતમ રકમ 5,000 રૂપિયા છે. 6 મહિનાથી 2 વર્ષના સમયગાળામાં લોનની ચૂકવણી કરી શકાય છે.

આ પણ વાંચો: આ ચાર સરકારી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ 

આ દરમિયાન, એનબીએફસીએ લોનના દરમાં વધારો કર્યો છે અને સૌથી સસ્તી લોન હવે 10 ટકાના દરે ઉપલબ્ધ છે. સીએલએસએએ ગોલ્ડ ફાઇનાન્સ પરના અહેવાલમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે દિવાળી દરમિયાન નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) દ્વારા રજૂ કરવામાં આવેલી ટીઝર લોન આ વર્ષે માર્ચ-એપ્રિલથી બંધ કરવામાં આવી છે. જે સોનાના ફાઇનાન્સરોને સકારાત્મક અસર કરશે. ફર્મે બે એનબીએફસી મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સ માટે તેના અંદાજો અને રેકમેન્ડેશન યથાવત રાખ્યા હતા. નોટમાં જણાવ્યા અનુસાર, ટીઝર લોનથી સોનાના બે ફાઇનાન્સરોની નફાકારકતામાં ભારે ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: અહીં કાદવમાંથી નીકળે છે સોનું, થેલા ભરીભરીને ઘરે લઈ જાય છે લોકો!

ઓક્ટોબર 2021માં, બ્રોકરેજ હાઉસે કહ્યું હતું કે મુથુટ ફાઇનાન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સમાં સોનાના ભાવોને ધ્યાનમાં લીધા વિના આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 10-12 ટકા કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) જનરેટ કરવાની સંભાવના છે.
First published:

Tags: Gold price, Loan, MCS, આરબીઆઇ, ગોલ્ડ

આગામી સમાચાર