SIP: અહીં રોકી શકો છો નાણાં! 5 વર્ષમાં જ 3 લાખના થયા 11 લાખ, જાણો ડિટેલ્સ

પ્રતિકાત્મક તસવીર

આજે તમને એવી SIP અંગે જણાવીશું, જેમાં રોકાણકારોને મસમોટું રોકાણ મળ્યું છે

  • Share this:
    સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે (SIP) મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual fund) રોકાણ કરવું સૌથી લોકપ્રિય રીતે છે. સામાન્ય રીતે નાનાથી લઈ મોટા રોકાણકારો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં તમે પોતાની પસંદગીના મ્યુચ્યુઅલ ફંડમાં અનુકૂળતા મુજબ EMI દ્વારા પૈસા ભરી શકો છો. નોંધનીય છે કે, જે લોકો શેરબજારમાં સીધું અથવા એક સાથે રોકાણ નથી કરવા માંગતા તેમના માટે SIP સારો વિકલ્પ છે. SIPમાં લાંબા ગાળે ઊંચું વળતરની સાંભવના વધુ હોય છે. અત્યારે માર્કેટમાં એવી ઘણી SIP સ્કીમ છે, જેમાં રૂ. 100થી રૂ. 500નું રોકાણ કરી શકાય છે. આજે તમને એવી SIP અંગે જણાવીશું, જેમાં રોકાણકારોને મસમોટું રોકાણ મળ્યું છે.

    છેલ્લા પાંચ વર્ષનું પ્રદર્શન

    વર્તમાન સમયે બજારમાં એવી ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 15 ટકાથી લઈને 25 ટકા સુધી વાર્ષિક રિટર્ન મળ્યું છે. વેલ્યુ રિસર્ચના મત મુજબ સૌથી વધુ રિટર્ન આપવમાં PGIM ઇન્ડિયા મિડકેપ અપોર્ચ્યુનિટી ફંડ, કોટક સ્મોલ કેપ ફંડ અને મિરે એસેટ ઇમેજિંગ બ્લુચીપ ટોચના સ્થાને છે. ચાલો, આ ત્રણેય ફંડના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ તપાસીએ.

    1. PGIM ઇન્ડિયા મિડકેપ અપોર્ચ્યુનિટી ફંડે છેલ્લા 5 વર્ષમાં 25 ટકાથી વધુ વળતર આપ્યું છે. 5 વર્ષમાં મહિને 5000ની SIPમાં 3 લાખના રોકાણ સામે 11 લાખની વેલ્યુ થઈ છે. જેમાં તમે લઘુતમ રૂ. 1000ની SIP કરી શકો છો.

    2. કોટક સ્મોલ કેપ ફંડે છેલ્લા 5 વર્ષમાં 23 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં મહિને 5000ની SIPમાં 3 લાખના રોકાણ સામે રૂ. 10.54 લાખની વેલ્યુ થઈ છે. અહીં લઘુતમ રૂ. 1000ની SIP કરી શકાય છે.

    3. મિરે એસેટ્સ ઇમેજિંગ બ્લુચીપે છેલ્લા 5 વર્ષમાં 23 ટકા વળતર આપ્યું છે. 5 વર્ષમાં મહિને 5000ની SIPમાં 3 લાખના રોકાણ સામે રૂ. 10.46 લાખ વેલ્યુ થઈ ગઈ છે.
    First published: