₹ 351ના આ સ્ટોકે વર્ષભરમાં 300%થી વધુ રિટર્ન આપ્યું, શું તમારી પાસે છે?

હેપ્પીસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીના શેરે શાનદાર રિટર્ન આપ્યું (પ્રતિકાત્મક તસવીર)

Multibagger Stock 2021- હેપ્પીસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજી (Happiest Minds Technologies)પોતાના શરૂઆત બાદથી શેરધારકોને 300 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે

  • Share this:
    નવી દિલ્હી : Multibagger Stock 2021- હેપ્પીસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજી (Happiest Minds Technologies)પોતાના શરૂઆત બાદથી શેરધારકોને 300 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. લાર્જકેપ શેર (Large cap stock) 17 સપ્ટેમ્બર, 2020ની પોતાની લિસ્ટિંગ પ્રાઈસ 351 રૂપિયાથી વધીને હાલના દિવસોમાં બજારમાં 1,440 રૂપિયા થઈ ગયો છે. ગત વર્ષ 17 સપ્ટેમ્બરે હેપ્પીસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીના શેર (Happiest Minds Technologies share)માં રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયા આજે 4.10 લાખ રૂપિય થઈ ગયા છે.

    શેરની કિંમત પર એક નજર

    આઇટી સ્ટોક (IT Stock) મંગળવારે રૂ. 1,440.30ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો, જે અગાઉના રૂ. 1413.50ના મુકાબલે 1.89% વધ્યો છે. જોકે આજે બુધવારે શેરની કિંમત 1,414.85 છે. હેપીએસ્ટ માઇન્ડ્સ સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર વેપાર કરી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી શેર 314.85% વધ્યો છે.

    બીએસઈ પર, કંપનીના શેરે રૂ. 4.28 કરોડનો કારોબાર કર્યો. બીએસઈ પર ફર્મનું માર્કેટ કેપ વધીને 20,904 કરોડ રૂપિયા થઈ ગયું. કંપનીએ લગભગ એક વર્ષમાં શેરબજારના રિટર્નની દ્રષ્ટિએ તેના સાથીઓને પાછળ રાખી દીધા છે.

    કંપનીની નાણાકીય સ્થિતિ જાણો

    જૂન ક્વાર્ટરમાં નફો રૂ. 35.01 કરોડ રહ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 48.78 કરોડના ચોખ્ખા નફા સામે 28.23 ટકાનો ઘટાડો હતો. જોકે, આવક ગત વર્ષના ત્રણ મહિનાના સમયગાળાની સરખામણીમાં 41 ટકા વધીને 331 કરોડ રૂપિયા થઈ છે. ડિસેમ્બર 2020 ક્વાર્ટર પછી ફર્મનું નાણાકીય પ્રદર્શન નબળું પડ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં નફો 42.15 કરોડથી ઘટીને અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 36.92 કરોડ થયો હતો.

    ઉલ્લેખનીય છે કે, આ સ્ટોકે પણ શાનદાર રિટર્ન આપ્યું છે, જેનું નામ છે આરતી ઇન્ડસ્ટ્રીઝ. આરતી ઈન્ડસ્ટ્રીઝનું છેલ્લા 5 વર્ષના સ્ટોકનું પ્રદર્શન જોઈએ, તો તેણે આ સમયગાળામાં લગભગ 500 ટકા વળતર આપ્યું છે. એ જ રીતે, જો આપણે તેના છેલ્લા એક દાયકાના પ્રદર્શન પર નજર કરીએ, તો આ સ્ટોક 26 ઓગસ્ટ 2011 ના રોજ 10.83 રૂપિયા પર બંધ થયો હતો. તે જ સમયે, 27 ઓગસ્ટ 2021 ના ​​રોજ, તે 926.80 રૂપિયા પર બંધ થયો. આનો અર્થ એ થયો કે છેલ્લા 10 વર્ષમાં શેર લગભગ 85 ગણો વધ્યો છે. આનો અર્થ એ થયો કે, રોકાણકાર આ શેરમાં જેટલો લાંબો સમય રહ્યા છે, તેટલો જ તેને ફાયદો થયો છે.

    આ પણ વાંચોરાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી કંપનીમાં કર્યું છે રોકાણ, જાણો રોકાણ કરાય કે નહીં?



    Published by:kiran mehta
    First published: