SBI કે Post Office? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધારે વ્યાજ

એસબીઆઈ vs પોસ્ટ ઓફિસ

SBI FD Vs Post Office FD: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ભારતીય પોસ્ટ વિભાગના રોકાણ પર મળનારા વ્યાજની માહિતી.

  • Share this:
    મુંબઈ: શેર બજાર (Share Market) કે પછી મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)માં રોકાણમાં પૈસા ડૂબી જવાનું પણ જોખમ રહેતું હોય છે. જોકે, શેર બજારની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ડૂબી જવાનું જોખમ ઓછું રહે છે. આ જ ડરને પગલે લોકો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring deposit) કરતા હોય છે. આ બંનેમાં વળતર ઓછું મળે છે પરંતુ તમારી મૂળ રકમ પર કોઈ જોખમ નથી રહેતું. આ બંનેમાં તમે તમારી સુવિધા પ્રમાણે રોકાણ કરી શકો છો. જો તમે જોખમ વગર રોકાણ કરવા માંગો છો તો અમે અહીં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India) અને ભારતીય પોસ્ટ વિભાગ (Post office)ના રોકાણ પર મળનારા વ્યાજની માહિતી આપી રહ્યા છીએ. જેનાથી તમે સરખામણી કરી શકો કે બંનેમાંથી ક્યાં વધારે વ્યાજ મળે છે.

    પોસ્ટ ઑફિસ (Post office FD interest)

    પોસ્ટ ઑફિસમાં એક વર્ષથી પાંચ વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) કરાવવા પર નીચે આપ્યા પ્રમાણે વ્યાજ મળે છે. અહીં રોકાણકારો એકથી લઈને પાંચ વર્ષ સુધીની યોજનામાં રોકાણ કરી શકે છે. તો જાણીએ કે પોસ્ટ ઓફિસમાં કેટલા સમય માટે કેટલું વ્યાજ મળે છે.

    >> 1 વર્ષની ટર્મ ડિપૉઝિટ પર 5.5% વ્યાજ મળે છે.

    >> 2 વર્ષની ટર્મ ડિપૉઝિટ પર 5.5% વ્યાજ મળે છે.

    >> 3 વર્ષની ટર્મ ડિપૉઝિટ પર 5.5% વ્યાજ મળે છે.

    >> 5 વર્ષની ટર્મ ડિપૉઝિટ પર 6.7% વ્યાજ મળે છે.

    આ પણ વાંચો: ધમાકેદાર લિસ્ટિંગ બાદ નાયકાના શેરમાં કડાકો, રોકાણકારોએ હવે શું કરવું? ભાવ ઘટીને ક્યાં સુધી પહોંચી શકે?

    એસબીઆઈમાં FD પર કેટલું વ્યાજ મળે (SBI FD interest)

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને રોકાણ માટે સાત દિવસથી 10 વર્ષનો વિકલ્પ આપે છે. જેમાં સમય મર્યાદા પ્રમાણે અલગ અલગ વ્યાજ મળે છે. તો જાણીએ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર કેટલું વ્યાજ મળે છે.

    >> 7થી 45 દિવસ સુધીની એફડી પર 2.9% વ્યાજ મળે છે.

    >> 46થી 179 દિવસ સુધીની એફડી પર 3.9% વ્યાજ મળે છે.

    >> 180 દિવસથી 210 દિવસ સુધીની એફડી પર 4.4% વ્યાજ મળે છે.

    >> 211 દિવસ કે તેનાથી વધારે દિવસથી એક વર્ષ સુધીની એફડી પર 4.4% વ્યાજ મળે છે.

    >> 1 વર્ષ કે તેનાથી વધારે અને બે વર્ષથી ઓછી મુદતની એફડી પર 5% ટકા વ્યાજ મળે છે.

    >> 2 વર્ષ અથવા તેનાથી વધારે અને ત્રણ વર્ષથી ઓછા સમય માટે એફડીમાં 5.1% વ્યાજ મળે છે.

    >> ત્રણ વર્ષ અથવા તેનાથી વધારે અને પાંચ વર્ષથી ઓછી મુદતની એફડી કરાવવા પર 5.3% વ્યાજ મળે છે.

    >> પાંચ વર્ષથી 10 વર્ષ સુધી એફડી કરાવવા પર 5.4 ટકા વ્યાજ મળે છે.

    આ પણ વાંચો: IPOને નબળો પ્રતિસાદ મળતા Paytmના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ઘટાડો- જાણો લેટેસ્ટ GMP

    તમે જ કરો યોગ્ય નિર્ણય

    અહીં ઉપર ભારતીય પોસ્ટ ઑફિસ અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર મળતા વ્યાજના દરો આપ્યા છે. જેનાથી કેટલા સમય સુધી શેમાં રોકાણ કરવાથી વધારે વ્યાજ મળશે તેનો નિર્ણય તમે સરળતાથી કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: