નોકરિયાત લોકોને રોકાણ કરવા માટે આ રહ્યા 4 સૌથી શ્રેષ્ઠ વિકલ્પ

નોકરિયાત લોકોને રોકાણ કરવા માટે આ રહ્યા 4 સૌથી શ્રેષ્ઠ વિકલ્પ
પ્રતિકાત્મક તસવીર

જે જગ્યાએ રોકાણ કરવાથી તમને વધુ ફાયદાની સાથે ટેક્સ સેવિંગની સુવિધા મળે તેવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ

  • Share this:
નવી દિલ્હી : નોકરિયાત લોકો ક્યાં રોકાણ કરવું તેને લઈને ખૂબ જ મૂંઝવણમાં રહે છે. જાણકારો કહી રહ્યા છે કે નોકરી શરૂ કરતા જ પગાર ઓછો હોય કે વધારે વ્યક્તિએ ભવિષ્ય માટેની નાની-મોટી બચત શરૂ કરી દેવી જોઈએ. જે જગ્યાએ રોકાણ કરવાથી તમને વધુ ફાયદાની સાથે ટેક્સ સેવિંગની સુવિધા મળે તેવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ. તમારે રોકાણ ક્યાં કરવું જોઈએ, તે વિશેની અહીં કેટલીક માહિતી આપવામાં આવી છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) : પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં તમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. PPFમાં રોકાણ કરવાથી તમને 7.1 ટકા વ્યાજની સુવિધા પણ મળે છે. બેંક કરતા PPFમાં વધુ વ્યાજ મળે છે. નાની બચત યોજનાઓ જેમ કે, PPF પર મળતા વ્યાજની સમીક્ષા દરેક ક્વાર્ટરમાં સરકાર તરફથી કરવામાં આવે છે. PPFનું રોકાણ EEE કેટેગરીમાં વ્યાજ પણ ટેક્સ ફ્રી હોય છે અને મેચ્યોરિટી થવા પર મળતી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે.સોનુ : સોનામાં રોકાણ કરવું એ એક સૌથી સારો વિકલ્પ છે. ગોલ્ડ ETF, સોનાના સિક્કા, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં તમે રોકાણ કરી શકો છે. ગોલ્ડ ETF અને સોવરેન ગોલ્ડ સ્કીમમાં ચોરીનો ડર ન હોવાથી તે સૌથી વધુ યોગ્ય છે. નિષ્ણાંતો અનુસાર રોકાણકારોએ રોકાણનો એક ભાગ સોનામાં પણ રોકવો જોઈએ, તેનાથી પોર્ટફોલિયો બેલેન્સ્ડ રહે છે.

આ પણ વાંચો - Video: ઓસ્ટ્રેલિયામાં અચાનક પડવા લાગ્યા જીવતા અને મરેલા ઉંદર, લોકો થયા ચકિત

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ : નિષ્ણાંતો અનુસાર નોકરિયાત લોકોએ રોકાણનો એક ભાગ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકવો જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં SIPની મદદથી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સૌથી વધુ યોગ્ય છે. શેર બજારમાં આવતી તેજીનો ફાયદો રોકાણકારોને મળે છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.500 કરતા પણ ઓછી રકમથી રોકાણની શરૂઆત કરી શકો છો. જે લોકોએ નોકરી શરૂ કરી છે, તેમના માટે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ છે.

રિકરિંગ ડિપોઝીટ (RD): રિકરિંગ ડિપોઝીટ (RD)માં તમે દર મહિને થોડુ થોડુ રોકાણ કરી શકો છો. નિયમિત સેવિંગની દ્રષ્ટિએ આ એક યોગ્ય વિકલ્પ છે. મોટાભાગની બેંકોની રિકરિંગ ડિપોઝીટની ન્યૂનતમ સીમા રૂ.500થી શરૂ થાય છે અને તેમાં 7.50 ટકા સુધીનું વ્યાજ મળે છે.
Published by:News18 Gujarati
First published:May 13, 2021, 21:49 pm