Home /News /business /

Home Loan: અહીં સસ્તા દરે મળી રહી છે હોમલોન, ચેક કરી લો આ લિસ્ટ

Home Loan: અહીં સસ્તા દરે મળી રહી છે હોમલોન, ચેક કરી લો આ લિસ્ટ

હોમ લોન (પ્રતીકાત્મક તસવીર)

Best home Loan rates: તમે તમારું પસંદગીનું ઘર ખરીદવા માટે કે પોતાના સપનાનું ઘર બનાવા માટે જે રકમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (Housing finance company) અથવા બેન્કથી ઉધાર લો છો એને કહેવાય છે હોમલોન.

    મુંબઈ. Home Loan rates: પોતાનું ધર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. નાનું હોય કે મોટું પણ દરેક વ્યક્તિ પોતાનું ઘર ખરીદવા માંગે છે. પોતાનું ઘર ખરીદવા માટેના સપનું પ્રથમ પગથિયું છે હોમલોન. હવે તમને કદાચ પ્રશ્ન થશે કે આવું કેમ? આપણે સૌ જાણીએ છીએ કે ઘર ખરીદવા (Buy home) માટે સૌથી મોટી જરૂરિયાત હોય છે પૈસાની. આ જ જરૂરિયાતને હોમલોન પૂરી કરે છે માટે જ હોમલોન ઘર ખરીદવાના પ્રથમ પગથિયા સમાન છે. તમે તમારું પસંદગીનું ઘર ખરીદવા માટે કે પોતાના સપનાનું ઘર બનાવા માટે જે રકમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (Housing finance company) અથવા બેન્કથી ઉધાર લો છો એને કહેવાય છે હોમલોન. આ રકમ તમારે દર મહિનાના ચોક્કસ સમયે નિયમિત રીતે બેંક અથવા હાઉસિંગ ફાઈનાન્સને EMIના રૂપમાં પાછી આપવાની હોય છે. આ સમયગાળા દરમિયાન તમને આપેલી રકમની સામે બેંક (Bank) તમારી પ્રોપર્ટી એટલે કે તમારું ઘર સુરક્ષિત રાખે છે.

    જો તમે પણ હોમલોન લેવાનું વિચાર કરી રહ્યાં છો તો આજનો આ આર્ટિકલ તમારી માટે ઉપયોગી સાબિત થશે. કેમ કે આ આર્ટિકલમાં અમે આપને કેટલીક શ્રેષ્ઠ હોમલોન્સ વિશે માહિતી આપીશું, જે તમને હોમલોનની પસંદગી અંગેનો નિર્ણય કરવામાં ઉપયોગી સાબિત થશે. તમામ જાણકારી માટે આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો.

    શ્રેષ્ઠ હોમલોન ઓફર

    પોતાના ઘરની શોધ કરી રહેલા લોકો માટે હોમલોન લેવું હવે સરળ બન્યું છે સાથે જ આ હોમલોન લેવાની શ્રેષ્ઠ તક પણ છે. મહામારીના સમયગાળામાં હવે લોન લેવું સસ્તું થયું છે. એકંદરે વદતી મોંઘવારી વચ્ચે હવે સસ્તા હોમ લોન લોકો માટે રાહતપૂર્ણ છે. ગત વર્ષથી અત્યાર સુધીમાં હોમલોનના વ્યાજ દરોમાં ઘણો ઘટાડો નોંધાયો છે. અહીં જાઓ શ્રેષ્ઠ હોમલોન વિશે.

    HDFC

    HDFC બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને 6.70 ટકાથી 7.30 ટકા સુધી વાર્ષિક વ્યાજદર સાથે હોમલોન આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે આ હોમલોન વ્યાજદર 5 લાખથી 10 કરોડ સુધીની લોન પર લાગૂ થશે. HDFC દ્વારા આપવામાં આવતી હોમલોનનો સમયગાળો 1થી 10 વર્ષ સુધીનો રહેશે, જેમાં નોકરિયાત લોકો માટે પ્રોસેસિંગ ફી 3000 અને સેલ્ફ એમ્પ્લોયડ લોકો માટે 5000 છે. આ પ્રોસેસિંગ ફીમાં ટેક્સ લોન અરજદારે અલગથી ચુકવવાનો રહેશે.

    SBI

    SBI દ્વારા આપવામાં આવતી હોમલોનનો દર 6.70 ટકાથી 7.75 ટકાનો છે. આ વ્યાજદર 30 લાખથી 75 લાખ રૂપિયા સુધીની હોમલોનની રકમ પર લાગૂ પડશે. જણાવી દઈએ કે SBI દ્વારા આપવામાં આવતી હોમલોનની મુદ્દત 1થી 30 વર્ષની રહેશે. SBIમાં પ્રોસેસિંગ ફી લોનની રકમ પ્રમાણે નક્કી કરવામાં આવશે. SBIમાં કુલ લોનની રકમના 0.35 ટકા સુધીની પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવતી હોય છે.

    Union Bank

    યુનિયન બેન્કમાં હોમલોનના દર 6.40 ટકાથી શરૂ થાય છે. 75 લાખ સુધીની રકમની હોમલોન પર યુનિયન બેન્કમાં 6.40 ટકાથી 7.65 ટકા સુધીનો વ્યાજદર નક્કી કરાયો છે. આ હોમલોનની મુદ્દત 1થી 30 વર્ષની રહેશે. સાથે જેમાં ઓછામાં ઓછા 25 લાખની રકમની લોન લેવી ફરજીયાત છે. જણાવી દઈએ કે યુનિયન બેન્કમાં કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી.

    આ પણ વાંચો: Used Car Loan: સેકન્ડ હેન્ડ કારની લોન માટે આ રીતે કરો અપ્લાય

    LIC HFL

    LIC HFL એટલે કે LIC હાઉસિંગ ફાઈનાન્સ લોનનો વ્યાજદર 6.66 ટકાથી શરૂ થાય છે. 30 લાખથી 5 કરોડ સુધીની રકમ પર આ વ્યાજદર 6.66થી 8.05 ટકાનો નક્કી કરવામાં આવ્યો છે. 1 કરોડ સુધીની લોન પર LIC HFLમાં પ્રોસેસિંગ ફી રકમના 0.25 ટકા અને વધુમાં વધુ 10,000 રૂપિયા રહેશે. 1 કરોડથી વધુની રકમ પર પ્રોસેસિંગ ફી રકમના 0.25 ટકા અને વધુમાં વધુ 25000 રૂપિયા રહેશે. પ્રોસેસિંગ ફીમાં જીએસટીની ચુકવણી અરજી કરનાર વ્યક્તિએ અલગથી ચૂકવવાની રહેશે. આ લોનનો સમયગાળો 5થી 30 વર્ષ સુધીનો રહેશે.

    Axis Bank

    Axis Bankમાં હોમલોનના વ્યાજદર 6.75 ટકાથી 11.50 ટકા સુધીના છે. રૂ. 5 લાખથી 10 કરોડ સુધીની રકમ પર આ વ્યાજદર લાગૂ રહેશે. જણાવી દઈએ કે Axis Bankમાં લોન માટેની પ્રોસેસિંગ ફી લોનની રકમના 0.50 ટકા અને વધુમાં વધુ રૂ. 10000 રહેશે. આ લોનનો સમયગાળો 1થી 30 વર્ષનો રહેશે.

    આ પણ વાંચો: Education loan: એજ્યુકેશન લોનમાં કર લાભ પણ મળશે, જાણો એજ્યુકેશન લોન લેવાના ફાયદા વિશે

    ICICI Bank

    ICICI Bankમાં હોમલોન માટેના વ્યાજદર 6.70 થી 7.55 ટકા સુધી નક્કી કરવામાં આવ્યા છે. જણાવી દઈ કે રૂ. 5 લાખ થી રૂ. 10 કરોડ સુધીની રકમ પર આ દર પ્રમાણે વ્યાજની ગણતરી કરવામાં આવશે. પ્રોસેસિંગ ફી તરીકે લોનની રકમના 0 થી 0.50 ટકા સુધીની રકમ ઉપરાંત ટેક્સની ચુકવણી કરવાની રહે છે. આ લોનનો સમયગાળો 3 થી 30 વર્ષનો રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Loan, Personal finance, હોમ લોન

    આગામી સમાચાર