કટોકટીની પરિસ્થિત માટે શ્રેષ્ઠ છે આ ફંડ, તરત મળશે પૈસા

News18 Gujarati
Updated: November 3, 2019, 10:24 AM IST
કટોકટીની પરિસ્થિત માટે શ્રેષ્ઠ છે આ ફંડ, તરત મળશે પૈસા
આ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકો છો.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇમરજન્સી ફંડ્સ માટે એફડી કરતાં પણ લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે.

  • Share this:
જીવનની કોઈ અણધારી ઘટનાની કલ્પના કરવી મુશ્કેલ છે. તે કોઈપણ પ્રકારની હોઈ શકે છે. અચાનક નોકરી ગુમાવવી અથવા ગંભીર બીમારી આવી શકે છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇમરજન્સી ફંડ આવશ્યક છે. નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇમર્જન્સી ફંડ્સ માટે એફડી કરતાં પણ લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે.

લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ

કટોકટી ભંડોળ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ પરિસ્થિતમાં રોકાણ તોડવું ન પડે. એટલે કે જો તમે ઘર અથવા કાર ખરીદવા માટે કોઈ અન્ય રોકાણ કર્યું હોય, તો તેને તોડવાની જરૂર રહેશે નહીં. આ રીતે તમે તમારા આર્થિક લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જો કોઈ કટોકટી ભંડોળ નથી, તો તમારે રોકાણ તોડવું પડશે.

ફિક્સ્ડ ડિપોઝિટના ફાયદા અને ગેરફાયદા

જો તમે ઇમરજન્સી ફંડના પૈસાને ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવા માંગતા હોય, તો તમારે ઓછામાં ઓછા સાત દિવસ અને વધુમાં વધુ 10 વર્ષ માટે રોકાણ કરવાનો વિકલ્પ મળશે. હાલમાં, બૅન્કોની એફડી પર 5.5% થી 7.75% વ્યાજ મળી રહ્યું છે. તેથી તે લાંબા ગાળા માટે સારો વિકલ્પ છે. તેમ છતાં જો તમને મેચ્યોરિટી પહેલા પૈસાની જરૂર હોય અને એફડી તોડો છો તો બૅન્કો લગભગ 0.5% થી 1% દંડ વસૂલ કરે છે.

આ પણ વાંચો: 30 નવેમ્બર સુધી આ ફોર્મ જમા નહીં કરાવ્યું તો અટકી શકે છે પેન્શન

રોકાણ પર વધારે વળતર

લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે એફડી કરતા વધારે વળતર મેળવી શકો છો. લિક્વિડ ફંડ્સનું વળતર સામાન્ય રીતે દર વર્ષે 7% થી 8% ની આસપાસ હોય છે. કોઈ પણ ઑનલાઇન ઉપયોગ કરીને લિક્વિડ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવાનો બીજો ફાયદો એ છે કે ત્યાં કોઈ લૉક-ઇન સમય નથી. જ્યારે તમને પૈસાની જરૂર હોય ત્યારે તમે સરળતાથી પાછા ખેંચી શકો છો.

એફડીમાં મળેલા વ્યાજ પર ટીડીએસ લગાવી શકાય છે. લિક્વિડ ફંડ્સમાં આવું નથી. એફડીમાંથી થતી આવક પર રોકાણકારના ટેક્સ સ્લેબ પ્રમાણે કર વસૂલવામાં આવે છે. લિક્વિડ ફંડમાં ત્રણ વર્ષથી ઓછા સમય માટે રોકાણ કરતી વખતે રોકાણકારના ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લેવામાં આવે છે. જો રોકાણ ત્રણ વર્ષથી વધુનું હોય, તો પછી ઇન્ડેક્સ સાથે 20% ના દરે ટેક્સ લેવામાં આવે છે.
First published: November 3, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading