Home /News /business /

Budget Cars: 5 લાખના બજેટમાં શાનદાર ફીચર્સ અને ડિઝાઇન સાથે આવે છે આ 5 Cars, જુઓ લીસ્ટ

Budget Cars: 5 લાખના બજેટમાં શાનદાર ફીચર્સ અને ડિઝાઇન સાથે આવે છે આ 5 Cars, જુઓ લીસ્ટ

પાંચ લાખની કિંમતમાં મળતી બેસ્ટ કાર્સ

Top budget cars: Renault Kwid બેઝ RXL વેરિઅન્ટની કિંમત 4.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં રૂ.5 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે.

    નવી દિલ્હી: પહેલી કાર ખરીદવી (Buying Car) એ મુશ્કેલ નિર્ણય હોઈ શકે છે. તેમાં પણ જો તમારું બજેટ ઓછું હોય તો આ નિર્ણય વધુ જટિલ બની જાય છે. પરંતુ આજે અમે તમને 5 લાખ રૂપિયાના સામાન્ય બજેટમાં ખરીદી શકાય તેવી બજેટ કાર્સ (Budget Cars) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. 5 લાખ રૂપિયાના બજેટમાં આવતી આ કાર ભારતમાં ઘણી લોકપ્રિય છે. વેચાણની બાબતે પણ તે ખૂબ આગળ છે. તેમની સૌથી સારી વાત એ છે કે આ કારોમાં તમને ઓછી કિંમતમાં જબરદસ્ત ફીચર્સ (Car Features) અને માઈલેજ મળે છે. તો ચાલો નજર કરીએ આ કાર્સની લીસ્ટ પર.

    હ્યુન્ડાઇ સેન્ટ્રો (Hyundai Santro)


    હ્યુન્ડાઈએ તેની લોકપ્રિય બજેટ હેચબેક સેન્ટ્રોને 2018માં સંપૂર્ણપણે નવા અવતારમાં ફરીથી લોન્ચ કરી. આ કારની પ્રારંભિક કિંમત 4.86 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) છે. આ બજેટ હેચબેકમાં 5 મુસાફરો માટે કેબિન સાથે સ્ટાઇલિશ રોડ પ્રેઝન્સ પણ મળે છે. આ કાર 1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે અને તે 20.3 kmplની માઈલેજ આપે છે.

    રેનોલ્ટ ક્વિડ (Renault Kwid)


    Renault Kwid બેઝ RXL વેરિઅન્ટની કિંમત 4.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં રૂ.5 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. આ બજેટ હેચબેકને 53.26 Bhp ઉત્પન્ન કરતા 799 સીસી 3-સિલિન્ડર એન્જીન અને 5500 rpm પર 67 Bhpની સાથે 1 લીટર યુનિટની વચ્ચેના એક ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. Kwidમાં ટેકોમીટર અને ઈલેક્ટ્રોનિક મલ્ટી-ટ્રીપ મીટર, સેન્ટ્રલ લોકિંગ, પાવર ડોર લોક અને ચાઈલ્ડ સેફ્ટી લોક સાથે એબીએસ મળે છે. આ કાર સાત કલરમાં ઓફર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: આજે (11 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મારૂતિ સુઝુકી અલ્ટો (Maruti Suzuki Alto)


    અલ્ટો બજેટ હેચબેક સેગમેન્ટની સૌથી વધુ વેચાતી કાર છે. મારુતિ સુઝુકી અલ્ટોમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, કીલેસ એન્ટ્રી અને એન્ટ્રન્સ સિસ્ટમ માટે મોબાઇલ ડોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કાર 800 સીસી પેટ્રોલ એન્જિન પર ચાલે છે, જે 40.36 બીએચપીનો પાવર અને 60 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. 5 લાખ રૂપિયાના બજેટમાં તમને અલ્ટોના સીએનજી વેરિઅન્ટનું વિકલ્પ પણ મળે છે.

    મારૂતિ સુઝૂકી એસ-પ્રેસો (Maruti Suzuki S-Presso)


    મારુતિ સુઝુકીની અન્ય એક ઑફર રૂપિયા 5 લાખથી ઓછી કિંમતે એસ-પ્રેસો છે. એસ-પ્રેસો 1-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન યુનિટ સાથે આવે છે, તેની પ્રારંભિક કિંમત 3.85 લાખ રૂપિયા છે, જે 58.33 બીએચપી અને 78 એનએમ પીક ટોર્કનું ઉત્પાદન કરે છે. જો તમે અલગ-અલગ સ્ટાઇલ અને રોડ પ્રેઝન્સવાળી કાર શોધી રહ્યા છો તો એસ-પ્રેસો એક સારો ઓપ્શન બની શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ છ દિવસમાં ગુમાવ્યા 900 કરોડ રૂપિયા

    ડેટસન રેડી ગો (Datsun redi-GO)


    ડેટસને 2021માં રેડી-ગોને સંપૂર્ણપણે નવી ડિઝાઇન સાથે રજૂ કરી છે. કંપનીએ રેડી-ગોનની ડ્રાઈવને વધુ અનુકૂળ બનાવવા માટે ઇન્ટિરિયર પર કામ કર્યું હોય તેવું લાગે છે અને કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે ડ્યુઅલ-ટોન થીમ ઇન્ટિરિયર મળે છે. એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સાથે રજૂ કરવામાં આવ્યું છે. આ કાર 1 લિટર પેટ્રોલ એન્જિન પર ચાલે છે જે 67 બીએચપીનો પાવર અને 22 કિમી/લિ. સુધીની માઇલેજ આપે છે.
    First published:

    Tags: Automobile, Maruti suzuki, કાર, ભારત

    આગામી સમાચાર