બેંગલુરૂ: કોવિડ 19 લૉકડાઉનમાં સ્ટાર્ટઅપમાં થઇ 200%ની વૃદ્ધિ, જાણો કઇ રીતે મેળવી સફળતા

બેંગલુરૂ: કોવિડ 19 લૉકડાઉનમાં સ્ટાર્ટઅપમાં થઇ 200%ની વૃદ્ધિ, જાણો કઇ રીતે મેળવી સફળતા
ખાતાબૂકનું 2 વર્ષ પહેલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું હતું.

ખાતાબૂકનું 2 વર્ષ પહેલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું હતું.

  • Share this:
બેંગ્લોરના પુરમમાં રમેશ એક નાની દુકાન ચલાવે છે. જે લોકો તેમની દુકાનેથી ઉધાર પર ખરીદતા હતા તેની અસર દુકાન પર થઈ રહી હતી. વ્યક્તિગતરૂપે યાદ અપાવવા કરતા બિઝનેસમાં થતી લેવડદેવડનો હિસાબ રાખવો થોડુ મુશ્કેલ હતું. તેથી તેમણે ‘ખાતાબૂક ’નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી. એક મહિના માટે તેમણે વ્યક્તિગત ખર્ચા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. એપ્લિકેશનને સમજ્યા બાદ તેમણે તેમના બિઝનેસ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો, જેથી મેન્યુઅલ એકાઉન્ટની સમસ્યા ના રહે.

ખાતાબૂકનું 2 વર્ષ પહેલા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બિઝનેસ અને MSMEsને તેમની ખાતાબૂકને ડિજિટલાઈઝ કરવા માટે મદદ કરે છે. જ્યારે લૉકડાઉનમાં લોકોને તકલીફ પડી રહી હતી ત્યારે મોટાભાગના લોકોએ ખાતાબૂકનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. કંપનીના કો-ફાઉન્ડર રવિશ નરેશ જણાવે છે કે, ખાતાબૂકમાં 2020-21માં 200% વૃદ્ધિ જોવા મળી છે.2016માં ડિમોનેટાઈઝેશન આવવાની સાથે ભારતમાં લોકો ડિજિટલાઈજેશન તરફ વળ્યા છે. 2011માં IIT બોમ્બેથી સ્નાતક થયેલ રવિશ નરેશે જણાવ્યું કે, રિલાયન્સ જિયો લાખો યૂઝર્સને ઓનલાઈન લાવ્યું છે. એક સામાન્ય શાકભાજી વેચતો વ્યક્તિ પણ 4G નેટવર્ક ધરાવતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બિઝનેસ કરે છે. અરબો રૂપિયાના વ્યવહાર એક ટચ પર થઈ રહ્યા છે.

મહેસાણા: નોકરી માટે જાપાન ગયેલા બે દીકરીઓના પિતા સાત મહિનાથી છે હૉસ્પિટલમાં, પરત લાવવા પરિવારની ગુહાર

ખાતાબૂક

ખાતાબૂક કરિયાણાના સ્ટોરનું એકાઉન્ટ ડિજિટલ રીતે મેઈન્ટેઈન કરે છે. જેમાં દરેક વેચાણકર્તા વેચાણની નોંધ કરે છે અને ગ્રાહકને તાત્કાલિક ઈનવોઈસ મોકલે છે. એવી નાની નાની દુકાનો જ્યાં કેટલાક ગ્રાહકને ઉધાર વેચાણ કરવામાં આવે છે તે માટેનું રિમાઈન્ડર પણ સેટ કરી શકાય છે. ગ્રાહકને અઠવાડિયે, પખવાડિયે અથવા દૈનિક ચૂકવણી માટે UPI લિંક સાથે રિમાઈન્ડર આપવામાં આવે છે.

આ પ્રકારે દરેક વ્યવહારને બંને બાજુ દર્શાવવામાં આવે છે. વેચાણકર્તાએ ઉધાર લેનાર વ્યક્તિ પાસેથી રેગ્યુલર ફોલોઅપ લેવાનું રહેતુ નથી. આ એપ્લિકેશન 13 ભાષાઓમાં ઉપલબ્ધ અને 80 લાખ યૂઝર આ એપનો ઉપયોગ કરે છે.

રાજય સરકારનો નિર્ણય: મા કાર્ડ-આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકશે

ખાતાબૂકનો હિન્દીમાં સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. કર્ણાટકમાં 5 લાખ લોકો આ એપનો કન્નડમાં ઉપયોગ કરી રહ્યા છે. MSME સેક્ટરમાં પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાને કારણે આ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 50 ટકાથી વધુ લોકો એપનો અંગ્રેજીમાં ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે 20 ટકા લોકો હિન્દીમાં ઉપયોગ કરી રહ્યા છે. જે બાદ મરાઠી, ગુજરાતી, બાંગ્લા અને કન્નડમાં એપનો ઉપયોગ કરવામાં આવે છે. ખાતાબૂકમાં ‘Hinglish’નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે જેમાં અંગ્રેજી અને હિન્દી બંનેનો સાથે ઉપયોગ કરી શકાય છે. જેનો મોટાભાગના લોકો ઉપયોગ કરી રહ્યા છે.ભારતના 95% જિલ્લાઓમા ખાતાબૂકનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ક્ષેત્રે આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્કીલ્ડ મેન પાવરના કારણે કંપની બેંગ્લોરમાં સ્થિત છે. તાજેતરમાં ‘પગારખાતા’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં નાના બિઝનેસ પે રોલ અને સેલેરીને મેનેજ કરી શકાય છે. નાના બિઝનેસને સંપૂર્ણ રીતે ડિજિટલાઈઝ કરવાનો ઉદ્દેશ્ય છે. નરેશ જણાવે છે કે ખાતાબૂક એક શરૂઆત છે અને તેને યોગ્ય રીતે કેવી રીતે ચલાવવી તે શીખવ્યું છે. ભારતમાં લગભગ 60 મિલિયન નાના બિઝનેસ છે, જેથી તેમાં વધુ સ્કોપ છે તથા તેને અસરકારક રીતે કાર્યરત બનાવવા ઈચ્છીએ છીએ.
Published by:News18 Gujarati
First published:April 19, 2021, 14:37 pm

ટૉપ ન્યૂઝ