Home /News /business /

PPF Account: પીપીએફમાં ચાંદી જ ચાંદી, વહેલી તકે ખોલાવો ખાતું, મળશે ઢગલાબંધ ફાયદા

PPF Account: પીપીએફમાં ચાંદી જ ચાંદી, વહેલી તકે ખોલાવો ખાતું, મળશે ઢગલાબંધ ફાયદા

પીપીએફમાં રોકાણ

Fixed deposit vs Public Provident Fund: PPFના અનેક ફાયદા છે. તમે તેમાં રોકાણ કરો તો તમને આવકવેરાની કલમ 80સી હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. એટલું જ નહીં, તે એક્ઝિટ-એક્ઝિટ-એક્ઝિટ (EEE) બેનિફિટ પણ આપે છે.

નવી દિલ્હી: ઉજ્જવળ ભવિષ્ય માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમારી પાસે PPF એકાઉન્ટ (PPF account) હોય તો સારી વાત છે, પણ જો ન હોય તો ખોલાવી (PPF account opening) લેવું જોઈએ. તેના કારણે ભવિષ્યમાં તમને પૈસાની જરૂર પડશે ત્યારે તમારી પાસે સારું ફંડ (Fund) હશે. આ ફંડ કેટલું હશે, તે તમારી બચત (Saving) ક્ષમતા પર નિર્ભર કરશે. પરંતુ જે પણ હશે, તે સારું જ રહેશે.

નિવૃત્તિના પ્લાનિંગ માટે PPF બચતનો વિકલ્પ સારો છે. જો દર વર્ષે તેમાં રોકાણ કરવામાં આવે તો મેચ્યોરિટી સુધી ઘણા બધા પૈસા એકત્ર કરી શકાય છે. તે તમારા ફાઇનાન્સિયલ ગોલ્સને પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

કરમુક્તિનો બહોળો લાભ


PPFના અનેક ફાયદા છે. તમે તેમાં રોકાણ કરો તો તમને આવકવેરાની કલમ 80સી હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. એટલું જ નહીં, તે એક્ઝિટ-એક્ઝિટ-એક્ઝિટ (EEE) બેનિફિટ પણ આપે છે. આનો અર્થ એ છે કે તમે જે નાણાં ફાળવ્યા છે તેના પર કર લાગતો નથી. તમારી ડિપોઝિટ પર તમને જે વ્યાજ મળશે તેના પર પણ ટેક્સ લાગતો નથી. છેલ્લે મેચ્યોરિટી પર મળતી કુલ રકમ પર પણ કોઇ ટેક્સ લાગતો નથી. આ રીતે તેમાં ત્રણ વખત કરમુક્તિનો લાભ મળે છે.

એક વર્ષમાં કેટલા રૂપિયા જમા કરી શકાય?


PPFમાં તમે નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેનાથી ઓછું કરવું હોય તો તે તમારી ઈચ્છા પર નિર્ભર કરે છે. તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં PPF ખાતું ખોલી શકો છો. સારી વાત એ છે કે તમે દર મહિને અથવા તો વાર્ષિક ધોરણે પૈસા જમા કરાવી શકો છો. તમે દર વર્ષે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે PPFમાં જમા રકમ પર કપાતનો ક્લેમ કરી શકો છો. તેનાથી તમારી ટેક્સની લાયબિલિટી ઓછી થશે.

બેંક કરતા વધુ છે PPFનો વ્યાજદર


હાલમાં PPFનો વ્યાજ દર 7.1 ટકા છે. આ અન્ય સરકારી રોકાણ સ્કીમોના વ્યાજ દર કરતા વધારે છે. કિસાન વિકાસ પત્ર સહિત અન્ય યોજનાઓનું રિટર્ન આના કરતા ઘણું ઓછું હોય છે. બીજી સારી વાત એ છે કે, તમે થોડી રકમથી પણ PPF ખાતું ખોલાવી શકો છો. તેના માટે શરત એ છે કે તમારે દર નાણાકીય વર્ષે તેમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા પડશે. તમારે 15 વર્ષ સુધી સતત પૈસા જમા કરાવવા પડશે. ત્યારપછી તમારું ખાતું મેચ્યોર થઈ જાય છે.

આવી રીતે મળશે વધુ સારું વળતર


સૌથી પહેલા PPF એકાઉન્ટ ખોલાવો. મહિનાની પહેલીથી ચોથી તારીખ વચ્ચે ખાતું ખુલે તેવો પ્રયાસ કરો. 1થી 4 એપ્રિલ વચ્ચે ખાતું ખોલાવવું સૌથી વધુ ફાયદાકારક છે. પણ, અત્યારે તમે આ તક ગુમાવી દીધી છે. તેથી તમે આવતા મહિનાની પહેલીથી ચોથી તારીખ સુધીમાં ખાતું ખોલાવી શકો છો. ચોથી, બાદ ખાતું ખોલવામાં આવે તો વ્યાજની ગણતરી આવતા મહિનાથી કરવામાં આવે છે.

PPF પર વ્યાજની ગણતરી કઈ રીતે થાય છે?


PPFમાં વ્યાજની ગણતરી કરવાની ખાસ રીત છે. વ્યાજની ગણતરી દર મહિનાની 5મી તારીખથી છેલ્લી તારીખ (30 મી અથવા 31 મી) ની વચ્ચે ખાતાના લઘુત્તમ બેલેન્સ પર કરવામાં આવે છે. ત્યારબાદ 31 માર્ચ પછી આખા નાણાકીય વર્ષનું વ્યાજ ખાતાધારકના ખાતામાં જમા થઈ જાય છે. તેથી જો તમે દર મહિનાના પહેલાથી ચોથા વચ્ચે PPF ખાતામાં પૈસા નાખો તો તમને વધુ વ્યાજ મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Epfo, PF, PPF

આગામી સમાચાર