multiple life insurance policies: શું એકથી વધુ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકાય?

જીવન વિમા પોલિસી પ્રતિકાત્મક તસવીર

multiple life insurance policies: નાણાકીય જોખમોને કવર (Cover financial risk) કરવા માટે લોકો જીવન વીમા પોલિસીમાં (Life insurance policy) રોકાણ કરી રહ્યા છે.

  • Share this:
    Insurance police: લોકોમાં વીમો લેવા માટે જાગૃતતા જોવા મળી રહી છે. નાણાકીય જોખમોને કવર (Cover financial risk) કરવા માટે લોકો જીવન વીમા પોલિસીમાં (Life insurance policy) રોકાણ કરી રહ્યા છે. ત્યારે આપણે અહીં જાણીશું કે, શું એક વ્યક્તિ એકથી વધુ જીવન વીમા પોલિસી (multiple life insurance policies) લઈ શકે કે કેમ.

    MyInsuranceClubના CEO દીપક યોહન્નાન જણાવે છે, કે એકથી વધુ જીવન વીમા પોલિસી લઈ શકાય છે. તેમણે FE ઓનલાઈનને જણાવ્યું કે, તમારી આવકમાં બદલાવ થતો રહે છે. તમારી આવક અનુસાર તમારે વીમા પોલિસીની રકમમાં વધારો કરવો જોઈએ. ઈન્કમ મલ્ટીપ્લાયરના આધાર પર પ્લાન આપવામાં આવે છે. તમારી પાસે તમારી વય અનુસાર ટર્મ ઈન્શ્યોરન્સ કવર હોવું જોઈએ. જો તમે સેવા નિવૃત્તિ માટે યોજના બનાવવા ઈચ્છો છો, તો તમારે રોકાણ પર ધ્યાન આપવું જોઈએ.

    તેમણે આ અંગે સાવચેત રહેવા માટે પણ જણાવ્યું છે. કોઈપણ બાબત વધુ પડતી સારી નહીં. “આ કારણોસર વધુ પડતી જીવન વીમા યોજનાઓ ખરીદવી યોગ્ય નથી. આવશ્યકતા અનુસાર જીવન વીમા પોલિસી લેવી જોઈએ. 15-20 પોલિસી ખરીદવાથી ટ્રેકિંગની સમસ્યા આવી શકે છે. ઉપરાંત કોઈપણ નવી પોલિસી લેતા સમયે તમારે અન્ય પોલિસી અંગે ઉલ્લેખ કરવાનો રહેશે. આ તમામ વિગતો યોગ્ય રીતે રજૂ ના કરવાથી મૃત્યુના દાવાનો નકારી શકે છે.”

    સમયસર પ્રીમિયમની ચૂકવણી કરો
    ટર્ટલમિંટના સહ કો-ફાઉન્ડર અને CEO ધીરેન્દ્ર મહાવંશીએ કહ્યું કે, ‘ઉંમર વધવાની સાથે દેવામાં પણ વધારો થાય છે. 30ના દાયકામાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી લેવી અને 50 ના દાયકા સુધીમાં તે કવર થઈ જશે, તેવી આશા રાખવી તે યોગ્ય નથી. અલગ અલગ જીવન વીમા પોલિસીના અલગ અલગ ઉદ્દેશ્ય હોય છે, તે અનુસાર તમે ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરી શકો છો. આ તમામ ઈન્શ્યોરન્સ પોલિસીની સમયસર ચૂકવણી કરવી જરૂરી છે.

    આ પણ વાંચોઃ-Multibagger stock: આ સ્ટોકથી રોકાણકારો થઈ ગયા કરોડપતિ, 1 લાખનાં થયાં રૂ.1.37 કરોડ!

    અગાઉની પોલિસી અંગેની જાણ કરવી
    નિષ્ણાંતો જીવન વીમા પોલિસીને સંકટ સમયની સાંકળ તરીકે જોવે છે. તમે આ પોલિસીથી અનેક લાભ મેળવી શકો છો. તમે એકથી અધિક જીવન વીમા પોલિસીની પસંદગી કરી શકો છો. નવી જીવન વીમા પોલિસી લેતા સમયે અન્ય પોલિસી અંગેની જાણકારી આપવી જરૂરી છે. તમને ઈન્શ્યોરન્સ પોલિસી આપતા પહેલા ઈન્શ્યોરન્સ કંપની તે અંગે વિચાર વિમર્શ કરે છે, તેથી તેમને તમામ જાણકારી આપવી જરૂરી છે. તમારી પોલિસીને યોગ્ય રીતે મેનેજ કરવા માટે તમે ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો.

    તમે નાણાકીય સુરક્ષાના ભાગરૂપે કોઈ ચોક્કસ પોલિસીની પસંદગી કરી શકો છો. જે તમારી ગેરહાજરીમાં તમારા પરિજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

    આ પણ વાંચોઃ-Investment tips: રોકાણ કરતી સમયે ખાસ ધ્યાનમાં રાખો આ 10 વાત, રિટર્ન પર પડશે સીધી અસર

    એકથી અધિક લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના ફાયદા

    નાણાકીય સુરક્ષા
    જો તમારી પાસે એક જીવન વીમા પોલિસી છે, પરંતુ તેમાં યોગ્ય કવરેજ નથી મળી રહ્યું તો તમે એકથી અધિક ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકો છો. જેનાથી તમને નાણાકીય જોખમ સામે સુરક્ષા મળે છે. જ્યાં સુધી તમારી પાસે યોગ્ય કવરેજ ના હોય, ત્યાં સુધી તમે એકથી અધિક ઈન્શ્યોરન્સ પોલિસી લઈ શકો છો.

    નાની ઉંમરે તમે હાઈ કવરેજ વાળી ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરવી અધિક યોગ્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી વાર્ષિક આવક, લાઈફ સ્ટેજ ને દેવાઓની સાથે સાથે નાણાકીય લક્ષ્ય પર નિર્ભર કરે છે.

    અલગ અલગ જરૂરિયાત માટે અલગ અલગ પોલિસી
    અલગ અલગ નાણાકીય જરૂરિયાતો માટે અલગ અલગ પોલિસીની જરૂરિયાત રહે છે. ઉદાહરણ તરીકે ચાઈલ્ડ પ્લાનની મદદથી બાળકો માટે એક સિક્યોર રકમ ભેગી થાય છે.

    જો તમે ઈન્વેસ્ટમેન્ટ રિટર્ન મેળવવા ઈચ્છો છો, તો તમે ULIPમાં રોકાણ કરી શકો છો. પેન્શન યોજના સેવાનિવૃત્તિ યોજનામાં સહાય કરે છે. તમામ પ્રકારની લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીનો ઉપયોગ એક ખાસ ઉદ્દેશ્ય માટે કરી શકાય છે. અનેક પોલિસીની મદદથી તમે અનેક પોર્ટફોલિયો બનાવી શકો છો, જેની મદદથી નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરી શકો છો.

    ટેક્સ બેનેફિટ
    લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાં ટેક્સ બેનેફિટ મળે છે. પ્રીમિયમ ચૂકવવા પર રૂ.1.5 લાખના ડિડક્શનનો લાભ મળે છે. જ્યારે તમે એકથી અધિક ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદો છો, તો તેમાં ટોટલ પ્રીમિયમ અઘિક હોય છે. જે હેઠળ તમે 80C હેઠળ અધિક ડિડક્શનનો દાવો કરી શકો છો.
    Published by:ankit patel
    First published: