તમે ઓનલાઇન OPD અપોઇમેન્ટ લઇ રહ્યા છો તો આ કામ કરવું ફરજિયાત

News18 Gujarati
Updated: August 5, 2019, 11:34 AM IST
તમે ઓનલાઇન OPD અપોઇમેન્ટ લઇ રહ્યા છો તો આ કામ કરવું ફરજિયાત
Aadhaar સાથે મોબાઇલ નંબર લિંક નથી તો નહીં મળે OTP અને અન્ય હોસ્પિટલ સેવાઓનો ફાયદો

Aadhaarમાં મોબાઇલ નંબર લિંક નહીં હોય તો નહીં મળે ઓનલાઇન સર્વિસનો ફાયદો

  • Share this:
આધાર હવે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડ વગર અનેક વસ્તુઓ છે જે તમે કરી શકતા નથી. પાનકાર્ડ બનાવવા માટે આધારકાર્ડ, આઈટીઆર ફાઇલ કરવા વગેરે મહત્વપૂર્ણ છે. થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે બાળકો માટે બેંક ખાતું ખોલવા, મોબાઈલ સિમ ખરીદવા, શાળા પ્રવેશ વગેરે પર ફરજિયાત આદેશને રદ કરી દીધો છે. પરંતુ આપણે જણાવી દઈએ કે જો આધારકાર્ડ મોબાઇલ નંબરની લિંક છે તો તે ફાયદાકારક છે. જો આધાર પર મોબાઇલ નંબર નોંધાયેલ નથી, તો તમે કેટલીક સેવાઓનો લાભ લઈ શકતા નથી.

નહીં મળે આ સેવાઓ

>> જો મોબાઈલ નંબર પર આધાર સાથે લિંક ન હોય તો તમે ઓનલાઇન સેવાઓનો લાભ લઈ શકશો નહીં. ઉદાહરણ તરીકે આધારમાં સરનામાંને બદલવા અથવા અપડેટ કરવા.>> તમે કોઈપણ સેવાઓનો લાભ લેવા માટે સમર્થ હશો નહીં જેમ કે - આઇટીઆરનું વેરિફિકેશન, ઓપીડી એપોઇન્ટમેન્ટ વગેરે.
>> યુઆઈડીએઆઈની એપ્લિકેશનનો લાભ ઉપયોગ આધાર સાથે મોબાઇલ નંબરને લીંક કર્યા વિના કરી શકાશે નહીં.જો આધાર-મોબાઈલ નંબર લિંક થયેલ ન હોય તો, આધાર સેવા સંબંધિત એસએમએસ ચેતવણીઓ અને રિપ્રિન્ટ અને ઓટીપી મેળવી શકશો નહીં.

આ પણ વાંચો: જો આટલા પુરાવા તૈયાર હશે તો મળશે 'કિસાન પેન્શન યોજના'નો લાભ

કેવી રીતે લિંક કરવા આધાર સાથે મોબાઇલ નંબર પર

મોબાઇલ નંબરને આધાર સાથે જોડાવા માટે, તમારે આધાર સેન્ટર પર જવું પડશે. આ લિંકિંગ ઓલાઇન થઇ શકતી નથી. યુઆઈડીએઆઇના અનુસાર આધાર કેન્દ્રમાં મોબાઇલ નંબર સાથે આધાર લિંક મેળવવા માટે આધાર કાર્ડ ધારકને બાયમેટ્રિક ઓથેન્ટિકેશન કરવું પડશે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો અર્થ એ છે કે વ્યક્તિને ઓળખવા માટે વ્યક્તિના અંગૂઠા, ફિંગરપ્રિન્ટ્સ અને આંખના રેટિનાની ઓળખ. મોબાઇલ નંબરને લિંક કરવા માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. જો કે આ માટેનો ચાર્જ 50 રૂપિયા છે.

 
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading