Home /News /business /Debit Vs Credit Vs Pay Later Card: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પે લેટર કાર્ડમાં શું તફાવત છે? જાણો વિગતવાર

Debit Vs Credit Vs Pay Later Card: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પે લેટર કાર્ડમાં શું તફાવત છે? જાણો વિગતવાર

ક્રેડિટ કાર્ડ

Debit Vs Credit Vs Pay Later Card: સ્લાઈસ પે લેટર કાર્ડમાં કોઈપણ પ્રકારની વધારાની ફી વગર તમારા માસિક ખર્ચને ત્રણ મહિનામાં એકસરખા ભાગે વિભાજિત કરવાની મંજૂરી આપવામાં આવે છે. યૂની પે લેટર કાર્ડ નાણાકીય વ્યવહારને એક સ્તરથી આગળ લઈ જવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: તમે ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી માટે ડેબિટ કાર્ડ (Debit Card), ક્રેડિટ કાર્ડ (Credit Card) અથવા પે લેટર કાર્ડ (Pay Later) (યૂની અથવા સ્લાઈસ કાર્ડ)નો ઉપયોગ કરી શકો છો. આ તમામ કાર્ડથી ચૂકવણી કરવા માટેની પ્રોસેસ એકસરખી જ હોય છે. આ તમામ કાર્ડનો ઉપયોગ કર્યા બાદ તેમના વચ્ચેનો તફાવત જાણી શકાય છે. BankBazar.comના CEO આધિલ શેટ્ટીએ આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘ડેબિટ કાર્ડ તમને બચત ખાતામાં રહેલી રકમને વાપરવાની પરવાનગી આપે છે. ક્રેડિટ કાર્ડથી તમે બચત ખાતામાં રહેલી રકમ કરતા વધુ રકમ વાપરી શકો છો. પે લેટર કાર્ડમાં ચૂકવવાપાત્ર રકમને ત્રણ અથવા ત્રણથી વધુ હપ્તામાં વિભાજિત કરવાની મંજૂરી આપવામાં આવે છે.’

સ્લાઈસ પે લેટર કાર્ડમાં કોઈપણ પ્રકારની વધારાની ફી વગર તમારા માસિક ખર્ચને ત્રણ મહિનામાં એકસરખા ભાગે વિભાજિત કરવાની મંજૂરી આપવામાં આવે છે. યૂની પે લેટર કાર્ડ નાણાકીય વ્યવહારને એક સ્તરથી આગળ લઈ જવામાં આવે છે. જેમાં નાણાકીય ખર્ચની આખા હપ્તામાં અથવા આગામી ત્રણ મહિનામાં ચૂકવણી કરી શકાય છે. જે લોકોની ક્રેડિટ હિસ્ટ્રી નથી, પરંતુ ડિજિટલી એક્ટીવ છે તેમના પર ફિનટેક ફર્મ દ્વારા વધુ ધ્યાન આપવામાં આવે છે. ફિનટેક ફર્મ ઓછામાં ઓછી રૂ. 2,000ની ક્રેડિટ લિમિટ સાથે ક્રેડિટ કાર્ડ આપે છે. જો સમયસર બિલની ચૂકવણી કરવામાં આવે તો કાર્ડની સીમામાં વધારો કરવામાં આવે છે.

ક્રેડિટ કાર્ડ vs પે લેટર કાર્ડ

પે લેટર કાર્ડ સ્મોલ ટિકિટ લોનના બન્ડલનો એક પ્રકાર છે. મિલેનિયલ્સ અને Gen-Z ગ્રાહકો મોટાભાગે આ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડ માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા નક્કી કરેલ હોય છે. કોઈપણ ક્રેડિટ હિસ્ટ્રી ન ધરાવતા હોય તેવા અને ઓછી આવક ધરાવતા ગ્રાહકોને પે લેટર કાર્ડ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આવકની સ્થિરતા જરૂરી છે.

MyMoneyMantra.com ના ફાઉન્ડર અને MD રાજ ખોસલાએ આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ કરતા પે લેટર કાર્ડ પર ઓછી ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. પે લેટર કાર્ડ પર ક્રેડિટ લિમિટ રૂ. 2,000થી શરૂ થાય છે અને વધુમાં વધુ રૂ. 10 લાખ સુધીની લિમિટ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ પર રૂ. 20,000થી ક્રેડિટ લિમિટ શરૂ થાય છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડર પોતાની જરૂરિયાત અનુસાર ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરી શકે છે.

પે લેટર કાર્ડ પર ચૂકવવાપાત્ર રકમ ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાની રહે છે. ક્રેડિટ કાર્ડ પર એકસમાન માસિક હપ્તામાં ચૂકવણી કરવાની રહે છે. તમે ત્રણ વર્ષ સુધી આ રકમની ચૂકવણી કરી શકો છો.

વ્યાજની ચૂકવણી

પે લેટર કાર્ડમાં વ્યાજની ચૂકવણી કરવાની રહેતી નથી. ક્રેડિટ કાર્ડથી કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવે અને સમયસર ચૂકવણી કરવામાં ન આવે તો વ્યાજની ચૂકવણી કરવાની રહે છે. Paisbaazaar.com ના એસોસિએટ ડાયરેક્ટર સચિન વાસુદેવે આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, જો ક્રેડિટ કાર્ડ પર સમયસર ચૂકવણી કરવામાં ન આવે તો દર વર્ષે 30%-45% વ્યાજ ચૂકવવાનું રહે છે. પે લેટર કાર્ડ પર સમયસર ચૂકવણી કરવામાં ન આવે તો 20%-30% વ્યાજ ચૂકવવાનું રહે છે.

આ પણ વાંચો: એક્સિસ સિક્યોરિટીઝે ICICI Bank સહિત આ 15 શેર માટે આપ્યો Buy કોલ

રિવોર્ડ પોઇન્ટ્સ

પે લેટર કાર્ડની સરખામણીએ ક્રેડિટ કાર્ડ પર વધુ રિવોર્ડ્સ આપવામાં આવે છે તથા અન્ય લાભ પણ આપવામાં આવે છે. પે લેટર કાર્ડ પર સમયસર ચૂકવણી કરવામાં આવે તો 1% કેશબેક આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ પર સમયસર ચૂકવણી કરવામાં આવે તો કેશબેક, રિવોર્ડ પોઈન્ટ, ડિસ્કાઉન્ટ જેવા લાભ પ્રદાન કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડર પોતાના ખર્ચ અનુસાર ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકે છે.

Debit કાર્ડ vs ક્રેડિટ કાર્ડ/ પે લેટર કાર્ડ

ડેબિટ કાર્ડની સરખામણીએ ક્રેડિટ કાર્ડ અને પે લેટર કાર્ડ બંને અલગ અલગ વસ્તુઓ છે. ક્રેડિટ કાર્ડ અને પે લેટર કાર્ડ એક પ્લાસ્ટિકના કાર્ડમાં રહેલી અનસિક્યોર લોન છે. ક્રેડિટ કાર્ડ અને પે લેટર કાર્ડથી ખરીદી કરવામાં આવે તો તમારે ભવિષ્યમાં તે રકમની ચૂકવણી કરવાની રહે છે. ડેબિટ કાર્ડમાં તમારા બચત ખાતામાં જેટલી રકમ હોય તમે તેટલી રકમનો વપરાશ કરી શકો છો.

આ પણ વાંચો: આઈસીઆઈસીઆઈ બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો

વાસુદેવે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ડેબિટ કાર્ડ તમારા બચત ખાતા અને ચાલુ ખાતા સાથે જોડાયેલ હોય છે. આ કારણોસર નાના ખર્ચાઓ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ડેબિટ કાર્ડથી તમે ATM માંથી પૈસા કાઢી શકો છો. ક્રેડિટ કાર્ડ અથવા પે લેટર કાર્ડનો ઉપયોગ કરીને પૈસા કાઢવામાં આવે તો વ્યાજદરની રકમમાં વધારો થાય છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ તમામ કાર્ડ પર મળતા લાભ નાણાકીય વ્યવહાર પર આધાર રાખે છે.
First published:

Tags: Bank, Debit card, Loan, ક્રેડિટ કાર્ડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો