PPFમાં ખોલાવ્યું છે ખાતુ? તો યાદ રાખો આ તારીખ! નહીં તો ઘટી જશે નફો

જો પીપીએફમાં ઈન્સ્ટોલમેન્ટમાં રોકાણ કરવા માંગતા હોવ તો, દર મહિનાની 5 તારીખ પહેલા પૈસા નાખી દો. જાણીએ તેની પાછળનું કારણ

News18 Gujarati
Updated: April 3, 2019, 5:29 PM IST
PPFમાં ખોલાવ્યું છે ખાતુ? તો યાદ રાખો આ તારીખ! નહીં તો ઘટી જશે નફો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: April 3, 2019, 5:29 PM IST
જો તમે નવા ફાયનાન્સિયર વર્ષમાં પીપીએફમાં ટેક્સ બચત માટે એક સાથે રકમ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તમે 5 એપ્રિલ પહેલા આ કામ કરી લો. જો પીપીએફમાં ઈન્સ્ટોલમેન્ટમાં રોકાણ કરવા માંગતા હોવ તો, દર મહિનાની 5 તારીખ પહેલા પૈસા નાખી દો. જાણીએ તેની પાછળનું કારણ

શું કહે છે નિયમ
PPFના નિયમો અનુસાર, પીપીએફ પર વ્યાજનું કેલ્ક્યુલેશન 5 તારીખથી મહિનાના અંત જમા મિનિમમ બેલેન્સ પર થાય છે. PPF જમા વ્યાજ દર મહિને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. પરંતુ નાણાંકીય વર્ષના અંતમાં જ તેને ક્રેડિટ કરવામાં આવે છે.

કેમ ભરવું જોઈએ દર મહિનાની 5 તારીખ પહેલા ઈન્સ્ટોલમેન્ટ
દર મહિનાની 5 તારીખ પહેલા PPFનું ઈન્સ્ટોલમેન્ટ જમા કરી દેવા પર તે મહિનાનું વ્યાજ પહેલાથી જ રહેલી રકમ અને બાદમાં નાખેલી રકમ તેમ બંને એમાઉન્ટને જોડીને મળે છે. આ કારણથી વ્યાજની કેલ્ક્યુલેશન 5 તારીખ ખતમ થાય તે પહેલા પૈસા ભરવા જોઈએ.

જો એક વર્ષમાં એક વખત નાખી રહ્યા હોય પૈસા તો
Loading...

જો તમે PPFમાં વર્ષમાં એક વખત માત્ર પૈસા જમા કરાવતા હોય તો, તેને પણ એપ્રિલ મહિનાની 5 તારીખ પહેલા જમા કરાવી દો. તમને જણાવી દઈએ કે, ભારતમાં નામાંકીય વર્ષ એપ્રિલથી માર્ચ કાઉન્ટ કરવામાં આવે છે. જેથી પૂરા વર્ષના વ્યાજનો પૂરો ફાયદો લેવા માટે વાર્ષિક એમાઉન્ટને PPFમાં 5 એપ્રિલ પહેલા જમા કરાવવા ફાયદાકારક હોય છે.

ટેક્સ બચતની સુવિધા
PPF ટેક્સ બચત માટે રોકાણનો સારો વિકલ્પ છે. આમાં તમારા દ્વારા જમા કરવામાં આવેલી એમાઉન્ટ તો ટેક્સ ફ્રી હોય જ છે, સાથે વ્યાજ અને મેચ્યોરેટિ પીરિયડ પૂરો થયા બાદ મળનારી રકમ પણ ટેક્સ ફ્રી થાય છે. હાલમાં PPF પર વ્યાજ દર 8 ટકા છે. આમાં વાર્ષીક 500 રૂપિયાનું ન્યૂનત્તમ રોકાણથી લઈ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
First published: April 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...