ડોલર સામે રૂપિયો ઉંધા માથે, પ્રથમ વખત 72થી નીચે, જાણો કોને થશે વધુ નુકશાન

News18 Gujarati
Updated: September 6, 2018, 5:54 PM IST
ડોલર સામે રૂપિયો ઉંધા માથે, પ્રથમ વખત 72થી નીચે, જાણો કોને થશે વધુ નુકશાન

  • Share this:
ડોલર સામે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે. ગુરૂવારે રૂપિયો ડોલર સામે પ્રથમ વખત 72થી પણ નીચે ચાલ્યો ગયો. રૂપિયાની વૈલ્યુમાં સતત આવી કહેલા ઘટડા અને મજબૂતીની સીધી અસર આપણા જીવન પર પડે છે. કમજોર રૂપિયો સામાન્ય રીતે પેટ્રોલ-ડીઝલની મોંઘવારી ઉપરાંત કેટલીક અન્ય રીતે આપણા ખીસ્સા પર નકારાત્મક અસર નાંખે છે. સ્વભાવિક છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે આમ દરેક વસ્તુઓનો ભાવ આસામનો પહોંચી જશે.

વિદેશોથી આવનાર સામાન થશે મોંઘા

આયાતકારોનું કહેવું છે કે, વસ્તુઓ અને સેવાઓની કિંમત 10 ટકાથી વધી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ ઉપરાંચ કાચું માલ, મશીનરી, ખાદ્ય પદાર્થ, ચોલકેટ સહિત એવા બધા જ સામાન મોંઘા થઈ રહ્યાં છે જેનું વિદેશોથી આયાત કરવામાં આવે છે અને વિનિમય ડોલરમાં થાય છે.

વિદેશોમાં અભ્યાસ
રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની અસર તે મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે, જેમના બાળકો વિદેશોમાં અભ્યાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે અમેરિકાની યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે વર્ષભરનો ખર્ચ લગભગ 30,000 ડોલર થાય છે. હાલમાં લોકોને 3થી 4 લાખ વધારાના ખર્ચ કરવા પડી શકે છે.

દારૂની કિંમતરૂપિયામાં ઘટાડાથી દારૂના આયાતકારો પર વધારે અસર થઈ રહી નથી. સીમા શુલ્ક પ્રશાસન પાસે દારૂની કિંમત આખા વર્ષ માટે ફિક્સ કરી દેવામાં આવે છે. જોકે, મહારાષ્ટ્ર જેવા રાજ્યો જ્યાં દારૂની બલ્ક વેચાણની કમાન રાજ્ય સરકાર પાસે નહી, તેવામાં દારૂની કિંમતો પર પણ થોડી અસર જોવા મળી શકે છે.

દવાઓ પણ થશે મોંઘી

કેન્સર જેવી ગંભીર બિમારીઓની દવાઓ પણ મોંઘી થઈ રહી છે. ભારતને લગભગ 80 ટકા મેડિકલ ડિવાઈસ અમેરિકાથી આયાત કરવી પડે છે. જોકે, સ્ટેન્ટની કિંમતો પર સરકારનું નિયંત્રણ છે, તેથી દર્દીઓ પર આનો પ્રભાવ પડશે નહી. જોકે, કંપનીઓ પર આની અસર થશે. જોકે, અન્ય દવાઓને લઈને દર્દીઓ પર અસર થઈ શકે છે.

મોંઘા તેલ

રૂપિયામાં ઘટાડાના કારણે તેલ કંપનીઓને વધારે કિંમત ચૂકવવી પડે છે. આ કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ ગયો છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો થતાં તેની અસર CNG અને PNG પર પણ થઈ છે.

આવી રહ્યાં છે વધારે ટૂરિસ્ટ

રૂપિયો સસ્તો થવાથી વિદેશી ટૂરિસ્ટોને ભારત ખેંચી રહ્યો છે, જ્યારે વિદેશ જનાર લોકો યાત્રા ટાળી રહ્યાં છે. ટૂર ઓપરેટર્સની માનિએ તો નબળા પડી રહેલા રૂપિયાના કારણે વર્ષ ટૂરિઝમ વ્યાપાર માટે સારૂ થઈ શકે છે. એક્સચેન્જ બેનિફિટ્સના કારણે પાછલા કેટલાક મહિનાઓમાં ટૂર ઓપરેટર્સ અને હોટલ બુકિંગમાં દસ ટકાનો વધારો થયો છે. જોકે, ભારતથી વિદેશ જનારાઓની સંખ્યામાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. તેવામાં ઈન્ડસ્ટ્રીના બીજા સેગમેન્ટ ઠપ્પ થઈ ગયા છે.

એક્સપોટર્સને બખ્ખા
ડોલર સામે રૂપિયા નબળો પડતા વિદેશોમાં એક્સપોર્ટ કરનારાઓને મોટો ફાયદો થઈ રહ્યો છે. એક્સપોર્ટર નવા રેટ અનુસાર ડીલ ફાઈનલ કરી રહ્યાં છે. જેમાં પણ ભારતીયોને તો નુકશાન જ છે.

આમ ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો ચાલું છે, તેવામાં એક્સપર્ટનું કહેવું છે કે, ડોલર સામે રૂપિયો 75 રૂપિયા સુધી તુટી શકે છે. જેનાથી દેશ મોંઘવારીમાં ડૂબી જશે. મીડલ ક્લાસ અને સામાન્ય લોકોને મોંઘવારીની વધુ માર માટે તૈયાર રહેવું પડશે.

 
First published: September 6, 2018, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading